નવી દિલ્હી. પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA)એ નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System- NPS)ને લઈને ડેટા જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે NPS યોજનામાં સબ્સક્રાઇબર્સની સંખ્યા વધીને 4.35 કરોડ સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા આ અવધિમાં બંને યોજનાઓ સાથે જોડાયેલા સબ્સક્રાઇબર્સની સંખ્યા 3.59 કરોડ હતી. તમે પણ નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાઈને આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. ટૂંક સમયમાં આ સ્કીમમાં ગ્રાહકોને તમામ ફંડ ઉપાડવાની મંજૂરી મળી જશે.
હાલમાં જ ન્યૂઝ આવ્યા છે કે પેન્શન ફંડ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (Pension Fund Regulatory and Development Authority - PFRDA) પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે એક નવો વિકલ્પ પૂરો પાડવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ તેઓ 5 લાખ રૂપિયા સુધીની રકમને એક વારમાં ઉપાડવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
NPS એકાઉન્ટ બે પ્રકારના હોય છે. એક ટિયર-1 અને બીજું ટિયર-2. જેમાં ટિયર-1 પૂરી રીતે પેન્શન એકાઉન્ટ છે અને ટિયર-2 એક ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ છે. હાલના એન્યૂટીઝ પર એવરેજ રિટર્ન લગભગ 5.5 ટકા છે. ઇનફ્લેશન અને પેન્શનની રકમ પર ઇન્કમ ટેક્સની સાથે સબ્સક્રાઇબર્સ માટે વાસ્તવિક રિટર્ન અનેકવાર ઓછું થઈ જાય છે. નવા નિયમોમાં NPS હોલ્ડર્સ પોતાના પૈસાને ત્યાં રોકાણ કરી શકે છે જ્યાં તેને સારું રિટર્ન મળે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર