Home /News /business /

સરકારી પેન્શન સ્કીમ NPSમાં મોટા ફેરફારની તૈયારી, ટેક્સ છૂટ સાથે મળશે આ ફાયદા

સરકારી પેન્શન સ્કીમ NPSમાં મોટા ફેરફારની તૈયારી, ટેક્સ છૂટ સાથે મળશે આ ફાયદા

પ્રતિકાત્મક તસવીર

સરકારી પેન્શન સ્કીમ એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર થવાની તૈયારીમાં છે. આ સ્કીમને વધારે આકર્ષક બનાવવા માટે બજેટમાં અત્યારના 80C ઉપરાંત 50 હજારનું વધારે રોકાણ મર્યાદા વધારીને એક લાખ રૂપિયા અથવા એક લાખથી વધારે કરી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ સરકારી પેન્શન સ્કીમ એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં (NPS-National Pension System) મોટો ફેરફાર થવાની તૈયારીમાં છે. CNBC આવાઝના સુત્રોને મળેલી જાણકારી પ્રમાણે NPSમાં એક લાખ સુધી રોકાણને બજેટમાં (Budget)ટેક્સ ફ્રી (Tax Free) કરવામાં આવશે. સુત્રો પ્રમાણે સરકાર એનપીએસને વધારે આકર્ષક બનાવવા માટે વિડ્રોલ અને કોર્પોરેટ બોન્ડ્સમાં રોકાણ અંગાના નિયમોમાં ઢીલ આપવાનું વિચારી રહી છે.

    ઉલ્લેખનીય છે કે એનપીએસ સરકારની મોટી ફ્લેગશિપ સ્કીમ છે. આ સ્કીમને વધારે આકર્ષક બનાવવા માટે બજેટમાં અત્યારના 80C ઉપરાંત 50 હજારનું વધારે રોકાણ મર્યાદા વધારીને એક લાખ રૂપિયા અથવા એક લાખથી વધારે કરી શકે છે.

    આ પણ વાંચોઃ-BJP દિલ્હી વિધાનસભાની ચૂંટણી PM મોદીના ચહેરા પર લડશે : પ્રકાશ જાવડેકર

    આ ઉપરાંત બીજા ત્રણ મોટા ફેરફારો કરવાનો વિચાર થઈ રહ્યો છે. જેમાં સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન (SWP), જે પીએફઆરડીએનો પ્રસ્તાવ છે. એને મંજૂરી આપવાની શક્યા છે. આ અંતર્ગત મેચ્યોરિટીના સમય એન્યુટી વિડ્રોલ કરવા ઉપર માત્ર વ્યાજ ઉપર જ ટેક્સ લાગશે. અત્યાર સુધી આખી રકમ ઉપર ટેક્સ લાગતો હતો.

    આ પણ વાંચોઃ-નવા વર્ષે LPG સિલિન્ડરના ભાવમાં વધારો, આટલો મોંઘો થયો રસોઈ ગેસ

    ત્રીજો મોટો ફેરફાર એ હોઈ શકે છે માત્ર કેન્દ્ર સરકાર તરફથી કન્ટ્રીબ્યુશન થતુ હતું. જે 14 ટકા હતી એ ટેક્સ ફ્રી છે. પરંતુ હવે આને વધારીને રાજ્ય સરકાર અને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે ઓટોનોમસ બોડી છે તેને પણ આ સુવિધા આપી શકાશે. એટલે કે પોતાના એમ્પલોયર કંટ્રીબ્યુશન 14 ટકા જે ફરજિયાત છે તેને ટેક્સ ફ્રી કરી શકાશે. અત્યાર સુધી માત્ર 10 ટકા જ ટેક્સ ફ્રી છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદ : દારૂના નશામાં ધૂત 4 મિત્રોએ મળી મિત્રની હત્યા કરી, નવા વર્ષેના પ્રારંભે ખૂની ખેલ ખેલાયો

    આ ઉપરાંત ચોથી મોટી બાબત જે કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાની સરકારે ગત વર્ષે મંજૂરી આપી હતી. તેની અત્યાર સુધી શરત એ હતી કે A રેટિંગ વાળા કોર્પોરેટ બોન્ડમાં NPS પોતાનું રોકાણ કરી શકશે. સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે BBB રેટિંગ વાળા કોર્પોરેટ બોન્ડ છે. આમાં પણ એનપીએસના રોકાણ કરવાની મંજૂરી મળી શકે છે.

    આમાં ખાસ રીતે એ લોકોને ફાયદો થશે જે એનપીએસની મેચ્યોરિટીના સમય ઉપર પોતાના પૈસા નથી રાખવા માંગતા જેમાં ઓછું વ્યાજદર મળે છે. જેના કારણે લોકો પૈસા ઉપાડી લે છે. જેને રોકવા માટે સરકાર આ પ્લાન બનાવી રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Nps, બજેટ, મોદી સરકાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन