નવી દિલ્હી. આગામી 1 એપ્રિલથી પેન્શન ફંડ મેનેજર્સ (Pension Fund Managers)ની ફીમાં વધારો થશે. હોમ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા પેન્શન મેનેજર્સને આ માટે મંજૂરી મળી ગઈ છે. અગાઉ વર્ષ 2020માં જાહેર કરવામાં આવેલા રીક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP)માં વધુ ફીના માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને મંજૂરી મળી ગઈ છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ નવા પ્રસ્તાવમાં પેન્શન (Pension) ક્ષેત્રમાં વધુ ફીની જોગવાઈ તો થશે જ સાથે વીમા ક્ષેત્રે એફડીઆઈ (FDI) 49 ટકાથી વધારીને 74 ટકા કરવાનું પણ નક્કી છે. આવું એટલા માટે થશે કે, એફડીઆઈ નિયમો સાથે જ પીએફઆરડી જોડાયેલું છે. અલબત્ત એફડીઆઈ કેપની ગણતરી કરતી વખતે હોમ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના નિયમો અંતર્ગત સીધા કે આડકતરી રીતે ધ્યાનમાં લેવી જોઈએ તેવો મત વ્યક્ત થયો છે.
ફીમાં વધારા સાથે જ મોટાભાગના પીએફએમ ફાયદામાં આવી જશે. વીમામાં નવી એફડીઆઈ કેપમાં ફેરફાર કરવાની સાથે જે પેન્શનમાં જોડાયેલા છે, તેવા વિદેશી રોકાણકારોને વ્યાજની પણ ઓફર મળશે.
ગત 23 ડિસેમ્બરે પ્રકાશિત ઓપીપી મુજબ, પીએફએમ શુલ્કની કેપેસિટીને PFMની સંપત્તિ સાથે ક્રમિક ધોરણે ઉચ્ચ મૂડી સંપત્તિ માટે પીએફએમ ફી ઓછી કરવામાં આવશે.
દસ હજાર કરોડ સુધી મહત્તમ કેપ 0.9 ટકા નક્કી કરવામાં આવી છે. AUM સાથે 10,001 કરોડથી 50,000 કરોડ સુધી પીએફએમને 0.06 ટકા સુધી ફી લેવાની મંજૂરી મળી છે. 50,001 કરોડથી લઈને 1,50,000 કરોડ સુધીમાં 0.05 ટકા શુલ્ક લાગશે. અંતે 1,50,000 કરોડથી વધુ AUM ધરાવતા PFMમાં વધુમાં વધુ 0.03 ટકા શુલ્ક માટેની મંજૂરી રહેશે.
નેશનલ પેન્શન સિસ્ટમના 98 લાખ ગ્રાહકો
નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPSના 98 લાખ ગ્રાહકો છે. જેમની AUM ગણતરી 5.56 લાખ કરોડ હતી. જોકે, આ બલ્ક એસેટને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફન્ડ પ્રાઇવેટ લિમિટેડ, યુટીઆઈ રિટાયરમેન્ટ સોલ્યુશન લિમિટેડ અને એલઆઇસી પેન્શન ફંડ લિમિટેડ દ્વારા મેનેજ કરવમાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર