NPS Subscribers: છેલ્લા એક વર્ષ દરમિયાન અટલ પેન્શનલ યોજનાના સબ્સક્રાઇબર્સની સંખ્યા માર્ચ 2022માં વધીને 3.62 કરોડ થઈ છે. ગત વર્ષે એટલે કે માર્ચ, 2021 દરમિયા આ સંખ્યા 2.80 કરોડ હતી.
નવી દિલ્હી. National Pension System: શુક્રવારે કેન્દ્રીય નાણા મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા એક વર્ષમાં એનપીએસ (National pension system)ના સબ્સક્રાઇબર્સની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે. માર્ચ, 2021 અંતમાં એનપીએસ ખાતધારકોની સંખ્યા 4.24 કરોડ હતી, જ્યારે માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં એનપીએસ ખાતાધારકોની સંખ્યા વધીને 5.2 કરોડ થઈ છે. એટલે કે વાર્ષિક ધોરણે તેમાં 22.58 ટકાનો વધારો થયો છે.
અટલ પેન્શન યોજના
આ ઉપરાંત અટલ પેન્શન યોજના અંતર્ગત કુલ પેન્શન અસેટ 7.36 લાખ કરોડ રૂપિયા રહી છે, જેમાં વાર્ષિક દરે 27.43 ટકાનો વધારો નોંધાયો છે. અટલ પેન્શનલ યોજનાના સબ્સક્રાઇબર્સની સંખ્યા માર્ચ 2022માં વધીને 3.62 કરોડ થઈ છે. ગત વર્ષે એટલે કે માર્ચ, 2021 દરમિયા આ સંખ્યા 2.80 કરોડ હતી. આ દરમિયાન અટલ પેન્શન યોજનાની લાભ લેનારાઓની સંખ્યામાં 29.33 ટકાનો વધારો થયો છે.
જાણો શું છે NPS
આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004 એ પોતાના કર્મચારીઓ માટે NPS ફરજિયાત રીતે લાગુ કરી હતી. આ પછી તમામ રાજ્યોએ તેમના કર્મચારીઓ માટે NPS અપનાવ્યું. વર્ષ 2009 પછી આ યોજના ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ ખુલ્લી મુકવામાં આવી હતી. રિટાયરમેન્ટ પછી કર્મચારીઓ એનપીએસનો એક ભાગ ઉપાડી શકે છે, જ્યારે બાકી વધતી રકમથી નિયમિત આવક માટે એન્યુઈટી લઈ શકે છે. નેશનલ પેન્શન સ્કિમમાં 18 થી 60 વર્ષની વચ્ચેની કોઈપણ ભાગ લઈ શકે છે.
જો તમે કલમ 80c હેઠળની લિમિટને સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી હોય, તો NPS તમને તમારા ટેક્સ બેનિફિટ વધારવામાં કરવામાં મદદ કરી શકે છે. તે કલમ 80CCD (1B) હેઠળ રૂ. 50,000 ની વધારાની કપાત પૂરી પાડે છે. એનપીએસ એકાઉન્ટ ઓનલાઈન ખોલી શકાય છે. eNPS એકાઉન્ટ ખોલવા માટે અહીં સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
નવું નાણાકીય (New financial Year) વર્ષ શરૂ થઈ ગયું છે. ટેક્સ બચત (Tax Savings) માટે હવે તમે નાણાકીય વર્ષ 2021-22 માટે કોઈ રોકાણ કરી શકશો નહીં. નવા વર્ષ માટે જે લોકો ટેક્સ બચાવવાનુ વિચારી રહ્યાં હોય તેમના માટે કેટલાક ટેક્સ સેવિંગ રોકાણો છે, જે તેઓ ઑનલાઇન કરી શકે છે. નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) એટલે કે એનપીએસ આવી જ એક સ્કીમ છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર