હવે NPSના કરોડો ગ્રાહકો માટે રાહતના સમાચાર! મોદી સરકારે કરી મોટી જાહેરાત

News18 Gujarati
Updated: April 10, 2020, 4:51 PM IST
હવે NPSના કરોડો ગ્રાહકો માટે રાહતના સમાચાર! મોદી સરકારે કરી મોટી જાહેરાત
મોદી સરકારે કોરોના સમયમાં સોકોને પ્રોવિડન્ડ ફંડ (PF) ના પૈસા નીકાળવાની છૂટ આપી છે. જો તમારા પર પૈસાનો સંકટ આવ્યો છે તો તમે પીએફ ખાતામાંથી પૈસા નીકાળી શકો છો. કોવિડ 19ની હેઠળ તમે પીએમ ખાતામાંથી 75 ટકા સુધીના પૈસા નીકાળી શકો છો.

એનપીએસ ખાતાધરકોને કોવિડ-19ના સારવાર સંબંધી ખર્ચ માટે આંશિક રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે

  • Share this:
નવી દિલ્હી : પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ)એ શુક્રવારે કહ્યું કે, એનપીએસ ખાતાધરકોને કોવિડ-19ના સારવાર સંબંધી ખર્ચ માટે આંશિક રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. પીએફઆરડીએએ રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ)ના તમામ ખાતાધારકોને સંબોધિત એક પરિપત્રમાં કહ્યું કે, ભારત સરકારના નિર્ણયને ધ્યાનમાં રાખતા, કોવિડ-19ને મહામારી જાહેર કરવામાં આવી છે, કોવિડ-19ને ગંભીર બિમારી જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રાણઘાતક છે.

પીએફઆરડીએએ પરિપત્રમાં કહ્યું કે, ખાતાધારકોને બીમારીની સારવાર માટે આંશિક રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે. આ મંજૂરી જરૂર પડવા પર ખાતાધરકો, તેમના જીવનસાથી, બાળકો, આશ્રિત માતા-પિતાની સારવાર માટે ઉપાડી શકે છે.

પીએફઆરડીએ સ્પષ્ટ કર્યું છે કે, આંશિક રકમ ઉપાડવાની સુવિધા અટલ પેન્શન યોજના (એપીવાઈ)ના ખાતાધરકો માટે નહીં હોય. પીએપઆરડીએએ કહ્યું કે, અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે, વર્તમાનમાં એપીવાઈના ખાતાધરકો માટે આંશિક રકમ ઉપાડવાની કોઈ જોગવાઈ નથી કરવામાં આવી.

એનપીએસ અને એપીવાઈ પીએફઆરડીએની બે મુખ્ય પેન્શન યોજનાઓ છે. એનપીએસ અને એપીવાઈ હેઠળ કુલ ખાતાધરકોની સંખ્યા 31 માર્ચ સુધી 3.46 કરોડ હતી. પીએફઆરડીએના આંકડા અનુસાર, તેમાંથી એપીવાઈના ખાતાધારકોની સંખ્યા 2.11 કરોડ હતી.
First published: April 10, 2020, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading