Home /News /business /

હવે તમારું SBI એકાઉન્ટ અન્ય શાખામાં ઘરેબેઠા ટ્રાન્સફર કરી શકાશે, અહી જાણો પદ્ધતિ

હવે તમારું SBI એકાઉન્ટ અન્ય શાખામાં ઘરેબેઠા ટ્રાન્સફર કરી શકાશે, અહી જાણો પદ્ધતિ

બેન્ક એકાઉન્ટ ટ્રાંસફર

SBIની દેશભરમાં 22,000થી વધુ શાખાઓ અને 57,889 થી વધુ ATM છે. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં તેની પાસે 85 મિલિયન ઇન્ટરનેટ બેંકિંગ અને 19 મિલિયન મોબાઇલ બેંકિંગ યુઝર્સ હતા. ડિસેમ્બરના અંતે બેંકના UPI વપરાશકર્તાઓની સંખ્યા 135 મિલિયન હતી.

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India, SBI) એ 7 મેના રોજ જાહેરાત કરી હતી કે ગ્રાહક બેંકની મુલાકાત લીધા વિના પણ તેનું એકાઉન્ટ બેંકની એક શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરી શકે છે. ગ્રાહક યોનો એસબીઆઈ એપ, યોનો લાઇટ એપ અને એસબીઆઈની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરીને સરળ રીતે ટ્રાન્સફર કરી શકે છે.

    YONO SBIનો ઉપયોગ કરીને એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પદ્ધતિ

    1. તમારા મોબાઇલ ફોન પર YONO SBI એપમાં લોગ ઇન કરો

    2. આ બાદ હવે ‘Services’ ઓપ્શન પર ક્લિક કરો

    3. વિકલ્પ પર જાઓ જ્યાં તમારે બચત ખાતાનો વિકલ્પ પસંદ કરવાનું રહેશે.

    4. તમારે નવો બ્રાન્ચ કોડ આપવો પડશે, જ્યાં તમે તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માંગો છો. પછી ‘Get Branch’ નામના વિકલ્પ પર ક્લિક કરો અને તમે નવી શાખાનું નામ જોઈ શકશો

    5. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે ‘Submit’ ઓપ્શન પર ક્લિક કરો.


    આ પણ વાંચો -ક્રૂડ ઓઇલ 9 ડૉલર સસ્તું થયું, જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ-ડીઝલનો શું ભાવ

    તમારી પાસે એપ્લિકેશન ન હોય તો ચિંતા કરશો નહી. તમે SBIની વેબસાઈટનો ઉપયોગ કરીને પણ તેને ઓનલાઈન કરી શકો છો

    આ રીતે કરો ઓનલાઈન પ્રક્રિયા

    1. તમારું યુઝર નેમ અને પાસવર્ડ એડ કરી OnlineSBI માં લોગ ઇન કરો. પ્રથમ લોગિન વખતે તમારે એક સરળ ઈનિશિયલ પ્રોસેસ પસાર થવાની જરૂર પડશે. પછી તમે ‘Personal Banking’ ટેબ પર જાઓ

    2. ‘e-services’ વિકલ્પ પર ક્લિક કરો અને ‘Transfer of Savings Account’ વિકલ્પ પસંદ કરો. તમે તમારા ખાતા નંબર અને શાખાનું નામ જેવી વિગતો જોઈ શકો છો.

    3. તમે જે એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માંગો છો તેને પસંદ કરો હવે તમારે નવી શાખાનો કોડ આપવાનો રહેશે.

    4. આ બાદ તમને શાખાનું નામ મળશે. તેને પસંદ કરો અને રિક્વેસ્ટ સબમિટ કરો. વર્તમાન અને નવા બ્રાન્ચ કોડનો ઉપયોગ કરીને એકાઉન્ટ ટ્રાન્સફરની વિગતો ચકાસો

    5. એકવાર તમે 'Confirm' બટન પર ક્લિક કરો પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે

    6. OTP એન્ટર કરો અને તમારી રિક્વેસ્ટનુ રજીસ્ટ્રેશન કરવા માટે 'Confirm' પર ક્લિક કરો


    આ પણ વાંચો -જૂનમાં નિકાસ 16.7% વધી, વેપાર ખોટ 166% વધી, અહીં વાંચો સમગ્ર વિગત

    અહી ઉલ્લેખનિય છે કે, SBIની દેશભરમાં 22,000થી વધુ શાખાઓ અને 57,889 થી વધુ ATM છે. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં તેની પાસે 85 મિલિયન ઇન્ટરનેટ બેંકિંગ અને 19 મિલિયન મોબાઇલ બેંકિંગ યુઝર્સ હતા. ડિસેમ્બરના અંતે બેંકના UPI વપરાશકર્તાઓની સંખ્યા 135 મિલિયન હતી. હાલમાં, બેંક પાસે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ YONOના 35 મિલિયન નોંધાયેલા યુઝર્સ છે.
    First published:

    Tags: SBI bank, SBI Yono App

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन