RBIનો મોટો નિર્ણય, ATMથી નહીં નીકળે 2000 રૂપિયાની નોટ! જાણો કારણ

News18 Gujarati
Updated: October 7, 2019, 12:17 PM IST
RBIનો મોટો નિર્ણય, ATMથી નહીં નીકળે 2000 રૂપિયાની નોટ! જાણો કારણ
પ્રતીકાત્મક તસવીર

જો કોઈને 2000 રૂપિયાની નોટની જરૂર પડશે તો બેંક પાસેથી લઈ શકે છે

  • Share this:
નવી દિલ્હી : 8 નવેમ્બર 2016ના રોજ જાહેર થયેલી નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટનું પ્રચલન શરૂ થયું હતું. આટલી મોટી નોટના છુટા પૈસા મેળવવા પણ મુશ્કેલ થઈ રહ્યા હતા. હવે આ નોટને બેંક ધીમે-ધીમે ATMથી હટાવી રહી છે. તેના માટે SBIએ શરૂઆત કરી દીધી છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ આપેલા નિર્દેશો મુજબ બેંક ઑફ ઈન્ડિયા (SBI) દ્વારા નાના શહેરો અને કસ્બાઓમાં આવેલા ATMમાંથી 2000 રૂપિયાની નોટ રાખવાના સ્લૉટ (કૅસેટ) હટાવવામાં આવી રહ્યા છે. જોકે, મોટા શહેરોમાં એવું નથી કરવામાં આવી રહ્યું. આ સ્લૉટના સ્થાને 100 રૂપિયા, 200 રૂપિયા અને 500 રૂપિયના સ્લૉટ વધારવામાં આવી રહ્યા છે. બેંક 2000ની નોટને બંધ કરવા માટે ચરણબદ્ધ રીતે કામ કરી રહી છે.

બેંકોને આશંકા છે કે ક્યાંય લોકોમાં અફવા ન ફેલાઈ જાય કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરી રહી છે. તેથી તેને ધીમે-ધીમે ATMથી હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ATMના હટ્યા બાદ કોઈને પણ 2000 રૂપિયાની નોટ નહીં મળે. જો કોઈને 2000 રૂપિયાની નોટની જરૂર પડશે તો બેંક પાસેથી લઈ શકે છે. તહેવારો બાદ આ કામમમાં વધુ ઝડપ લાવવામાં આવી શકે છે.

ATMથી 2000 રૂપિયાની નોટ નીકળતાં ઘણા ગ્રાહકોને પરેશાની થતી હતી, કારણ કે તેના છુટા મેળવવા મુશ્કેલ થઈ જાય છે. જોકે, મોટી ચૂકવણી કરવામાં મોટી નોટોથી સરળતા રહે છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, હાલ SBIએ ઉત્તર પ્રદેશના કાનપુર મંડલથી તેની શરૂઆત કરી દીધી છે. આ મામલા સાથે જોડાયેલા SBIના એક સીનિયર અધિકારીએ કહ્યુ કે, અમે લોકો લગભગ એક વર્ષથી 2000 રૂપિયાની નવી નોટ એટીએમમાં નથી મૂકી રહ્યા. હવે આ સ્લૉટને હટાવી રહ્યા છે જેથી બીજી નોટોને સ્થાન આપી શકાય.

આ પણ વાંચો,

સોનાના ઘરેણાં ખરીદવાનો પ્લાન છે તો થોડી રાહ જુઓ, બદલાશે નિયમો
દુનિયાની સૌથી હાઈ સિક્યૉરિટીવાળી નોટ! વોશિંગ મશીનની ધોલાઈ સહન કરવાની પણ ક્ષમતા
First published: October 7, 2019, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading