120 લીટરમાં વેચાશે આ ખાસ દૂધ, જાણો શું છે પ્લાન

News18 Gujarati
Updated: January 18, 2019, 9:02 PM IST
120 લીટરમાં વેચાશે આ ખાસ દૂધ, જાણો શું છે પ્લાન
પરાગ મિલ્ક છેલ્લા નાણાંકીય વર્ષમાં કંપની પોતાના ત્રણ પ્લાંટ્સ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં લગાવી ચુકી છે.

પરાગ મિલ્ક છેલ્લા નાણાંકીય વર્ષમાં કંપની પોતાના ત્રણ પ્લાંટ્સ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં લગાવી ચુકી છે.

  • Share this:
હવે તમે ખરીદી શકસો પ્રિમિયમ દૂધ. ડેરી કંપની પરાગ મિલ્ક ફૂડ્સ લિમિટેડે દિલ્હી-એનસીઆરમાં 120 રૂપિયા પ્રતિ લીટર ગાયનું પ્રિમીયમ દૂધ વેચવાનો નિર્ણય કર્યો છે. આ દૂધને પૂણેની ડેરીથી દરરોજ એયરલિફ્ટ દ્વારા દિલ્હી લાવવામાં આવેશે. કંપનીના એક અધિકારી અનુસાર, શરૂઆતમાં રોજ 10 હજાર લીટર દૂધ ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.

કંપનીએ આ રાજ્યોમાં લગાવ્યો દૂધનો પ્લાંટ
પરાગ મિલ્ક છેલ્લા નાણાંકીય વર્ષમાં કંપની પોતાના ત્રણ પ્લાંટ્સ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં લગાવી ચુકી છે. આ પ્લાંટ્સની કુલ ક્ષમતા પ્રતિ દિવસ 29 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવાની છે. કંપની ગોવર્ધન, ગો અને પ્રાઈડ ઓફ કાઉઝ બ્રેંડ હેટલ દૂધ અને બીજી ડેરી પ્રોડક્ટ વેચે છે. આ સાથે જ કંપનીએ સોનીપતમાં એક પ્લાંટ સ્થાપ્યા બાદ ઓગષ્ટમાં દિલ્હી-એનસીઆરમાં ગાયના દૂધની સપ્લાય શરૂ કરી દીધી છે.

હાલમાં 10 હજાર લીટર પ્રતિ દિવસ સપ્લાય કરશે
પરાગ મિલ્કનું કહેવું છે કે, અમે પ્રિમીયમ મિલ્ક બ્રેંડ પ્રાઈડ ઓફ કાઉઝ દિલ્હી એનસીઆરમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અમે આ દૂધને 120 રૂપિયા પ્રતિ લીટરે વેચીશું. શરૂઆતમાં અમે 10 હજાર લીટર પ્રતિ દિવસ સપ્લાય કરીશુ અને છ મહિનામાં તેને 20 હજાર લીટર સુધી પહોંચાડવામાં આવશે.

પૂણે અને મુંબઈમાં આ દૂધ 95 રૂપિયા લીટરતમને જણાવી દઈએ કે, કંપની આ પ્રીમિયમ દૂદ મુંબઈ, પૂણે અને સુરતમાં એવરેજ લગભગ 34 હજાર લીટર વેચી રહી છે. પુણે અને મુંબઈમાં 95 રૂપિયા લીટર છે. આ તેવા ગ્રાહકો માટે છે જે તંદુરસ્ત જીવનશૈલી અને શુદ્ધ ઉત્પાદકો આરોગવામાં વિશ્વાસ કરે છે.
First published: January 18, 2019, 9:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading