Home /News /business /

લગ્નમાં ગેસ્ટની સંખ્યા નક્કી કરશે દિલ્હી સરકાર, જાણો શું છે નવી પોલિસી

લગ્નમાં ગેસ્ટની સંખ્યા નક્કી કરશે દિલ્હી સરકાર, જાણો શું છે નવી પોલિસી

ફાઇલ તસવીર

દિલ્હી સરકારે લગ્ન અને પાર્ટી વેન્યૂને લઇને એક નવી ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે

    ન્યૂઝ18 ગુજરાતી: હવે લગ્નમાં આવનારા મહેમાનોની સંખ્યા સરકાર નક્કી કરશે. કહેવાય છે કે, દિલ્હી સરકારે લગ્ન અને પાર્ટી વેન્યૂને લઇને એક નવી ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે. દિલ્હીના કોઇ ફાર્મહાઉસ, મોટલ અથવા હોટલમાં લગ્ન સમારોહ તમે કેટલા મહેમાન બોલાવી શકશો તેનો નિર્ણય વેન્યૂના ફ્લોર એરિયા અને તેની પાર્કિંગ ક્ષમતાને આધારે થશે. ફ્લોર એરિયાને 1.5 સ્કવેર મીટરથી વિભાજીત કરવામાં આવશે અને વેન્યૂ સ્થળ પર ઊભી રહેનાર કારસની સંખ્યાને 4થી ગુણવામાં આવશે. જે આંકડો ઓછો આવશે, તેટલી જ સંખ્યામાં તમે મહેમાનોને લગ્નમાં બોલાવી શકશો.

    આવી રીતે સમજો ગણતરી

    જો કોઇ લગ્નના વેન્યૂનો એરિયા 600 સ્કવેર મીટર (600/1.5=400) હોય તો ત્યાં 400 લોકોની પરવાનગી મળશે. જો પાર્કિંગ ક્ષમતા 100 કાર (100*4=800)ની હોય તો 800 લોકોની વ્યવસ્થા આ વેડિંગ સ્થળે થઇ શકે છે.

    વઘેલું જમવાનું ગરીબોને અપાશે

    આપણા બધા જાણીએ છે કે લગ્નમાં સૌથી વધારે જમવાનું બગાડ થાય છે. આને લઇને દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી લગ્નમાં જમવાનું બગાડ રોકી શકાશે. દિલ્હી સરકારે એક નવી ડ્રાફ્ટ પોલિસીમાં આ નિયમો બનાવ્યા છે. આ પોલિસી હેઠળ વધેલું જમવાનું ગરીબોને વહેંચવામાં આવશે.

    લગ્ન સ્થળે રસ્તા પર કાર પાર્ક નહીં કરી શકાય

    સાથે જ વેન્યૂની બહાર વેડિંગના રીત-રિવાજો, બેન્ડ અને જાન તથા ઘોડાગાડીને પરવાનગી નહીં હોય. વેન્યૂની બહાર રસ્તા પર કાર પાર્ક કરવાની પરવાનગી પણ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી લગ્ન સમારોહ અને રસ્તા પર કાર પાર્કિંગને લીધે દિલ્હીના ઘણા વિસ્તારોમાં જબરદસ્ત ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાય છે.

    આ પણ વાંચો: ભારતને સપોર્ટ કરનારા ટ્રમ્પના બદલાયા સૂર, સાધ્યું નિશાન

    લોકોએ આ અંગે ફીડબેક આપવાના છે

    દિલ્હી સરકારે આ ડ્રાફ્ટ પોલિસી તેની વેબસાઇટ પર નાંખી છે. 18 માર્ચ પહેલાં દિલ્હીના લોકોએ આ અંગે ફીડબેક આપવાના છે. આ પોલિસી નોટિફિકેશન દ્વારા સરકાર તે ગેસ્ટહાઉસ, બેંક્વેટ હોલને બંધ કરવા માગે છે જે સામાજિક કાર્યક્રમો માટે જરૂરી નિયમોનું પાલન નથી કરતાં. ડ્રાફ્ટ પોલિસી અનુસાર, લગ્નના આયોજકોને 7 દિવસ પહેલાં અર્બન લોકલ બોડીઝ પાસેથી મંજૂરી લેવી પડશે. આ પરવાનગી ત્યારે જ મળશે જ્યારે મહેમાનોની સંખ્યા અને તમામ નિયમોના પાલનની માહિતી આપવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Guests, Permission

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन