હવે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે, સરકારે બદલ્યા નિયમ

News18 Gujarati
Updated: November 16, 2019, 8:20 PM IST
હવે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે, સરકારે બદલ્યા નિયમ
પ્રતિકાત્મક તસવીર

આ મહિને છ નવેમ્બરે નાણા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન રજૂ કર્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સેસે (CBDT) ઇનકમ ટેક્સ એક્ટ 1962માં ફેરફાર કરીને નવો નિયમ બનાવ્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ તમારી પાસે જો પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન (PAN Card) નથી તો ચિંતા ન કરો. જ્યાં જ્યાં પાન નંબરની જરૂર પડે છે ત્યાં આધાર નંબર પણ આપી શકો છો. સરકારે આ અંગેની જાહેરાત પહેલા જ કરી હતી પરંતુ હવે લાગું કરી દીધો છે.

કારણ કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે (Income tax) નોટિફિકેશન રજૂ કર્યું છે. આ મહિને છ નવેમ્બરે નાણા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન રજૂ કર્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સેસે (CBDT) ઇનકમ ટેક્સ એક્ટ 1962માં ફેરફાર કરીને નવો નિયમ બનાવ્યો છે.

આ પણ વાંચોઃ-કરણ જોહરે હૉલિવૂડની આ હસીના માટે રાખી પાર્ટી, બોલિવૂડ ઉમટ્યું

નાણામંત્રીએ સામાન્ય બજેટમાં જાહેરાત કરી હતી
કેન્દ્ર સરકારે ઈનકમ ટેક્સ ફૉર્મ્સના (Income Tax Forms) સેટમાં ફેરફાર કર્યા છે. આ સાથે સરકારે એ પણ સુનિશ્વિત કર્યું છે કે, નિયમમાં ફેરફાર કર્યા બાદ કોઈપણ વ્યક્તિ ઉપર કોઈ ખરાબ અસર ન થાય. 1 સપ્ટેમ્બર 2019 બાદ ઈનકમ ટેક્સ માટે તમે પાન નંબરની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરી શકશો. આ પહેલા સામાન્ય બજેટ 2019માં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)જાહેરાતકરી હતી કે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો (Aadhaar Card) ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચોઃ-સિમ્બાનાં રોલ માટે આજીજી કરતી હતી સારા, રોહિત શેટ્ટીએ કર્યો ખુલાસોઈનકમ ટેક્સ ભરતી વખતે આધાર નંબરથી પણ કામ થઈ જશે
સરકારના આ પગલાનો મતલેબ થાય છે કે, જો કોઈની પાસે પાન કાર્ડ નથી તો તે પાન પાર્ડની જગ્યાએ પોતાનું આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશે. સામાન્ય ટેક્સપેયર્સ માટે પાન કાર્ડ વગર પણ તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઈનકમ ટેક્સ રિટર્ન ભરી શકે છે. જ્યાં પાન કાર્ડ ફરજિયાત હોવાનું જણાવ્યું હશે ત્યાં આધાર કાર્ડથી કામ થઈ જશે.

આ પણ વાંચોઃ-શું પાર્ટનર સામે ખોલવા જોઈએ પોતાના ભૂતકાળના રહસ્યો?

દેવડદેવડમાં પણ આધાર કાર્ડથી કામબની જશે
ઉલ્લેખનીય છે કે, એક નાણાકિય વર્ષણાં વ્યક્તિની કમાણી ટેક્સ છૂટના દાયરામાં આવતી નથી. તેમને ઈનકમ ટેક્સ ભરવું અનિવાર્ય બનશે. આ નિયમ લાગુ થયા બાદ પાન કાર્ડની જગ્યાએ આધારકાર્ડનો ઉપયોગ કરી શકાશે.
First published: November 16, 2019, 8:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading