Home /News /business /Union Budget 2023: બજેટમાં સરકારે 'દેખો અપના દેશ' યોજના હેઠળ કરી વિશેષ છૂટની જાહેરાત
Union Budget 2023: બજેટમાં સરકારે 'દેખો અપના દેશ' યોજના હેઠળ કરી વિશેષ છૂટની જાહેરાત
Union Budget 2023: બજેટમાં સરકારે 'દેખો અપના દેશ' યોજના હેઠળ કરી વિશેષ છૂટની જાહેરાત
Union Budget 2023: કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષમાં દેશમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે 'દેખો અપના દેશ' યોજનાને રજૂ કરી હતી. જે અંતર્ગત લોકોને અલગ અલ લાભ મળશે.
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) આજે 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ (Union Budget 2023) જાહેર કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ બજેટ ભાષણમાં દેશના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેની યોજના રજૂ કરી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષ સુધી ટ્રાવેલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ વર્ષે બજેટમાં પ્રવાસનના પ્રોત્સાહન આપવાના હેતુથી ‘દેખો અપના દેશ’ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના વિશે કેન્દ્રીય મંત્રીએ જાણકારી આપતાં જણાવ્યું છે કે, દેશમાં 50 સ્થળને પડકારજનક બાબતો સાથે સંપૂર્ણ પેકેજરૂપે વિકસિત કરવા માટે પસંદગી કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, ‘લોકોને ભારતનો સમૃદ્ધ વારસો અને જીવંત સંસ્કૃતિ વિશે જાગૃત કરવા માટે યોજના ‘દેખો અપના દેશ’ (Dekho Apna desh Scheme) યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ’ મધ્યમ વર્ગના લોકો વિદેશ યાત્રાની જગ્યાએ ભારતની યાત્રા કરે તે માટે પ્રેરિત કરવામાં આવશે. આ નવી પ્રવાસન યોજનાથી પ્રવાસન ઉદ્યોગમાં રોજગારની સંભાવનાઓમાં વૃદ્ધિ થશે અને ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે.
યોજના ‘દેખો અપના દેશ’
ભારતીય પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ પર્યટકોને આકર્ષિત કરવા માટે લગભગ 50 સ્થળોને વિકસિત કરવામાં આવશે અને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ યોજના હેઠળ યાત્રિકોને સસ્તા દરે હોટેલ બુકિંગ, યાત્રા અને પ્રવેશ ફી સહિત અન્ય લાભ આપવામાં આવશે. જે સ્થળની મુલાકાત વધુ લેવામાં ન આવતી હોય તે સ્થળની મુલાકાત લેવામાં આવે તે માટે યોજના ‘દેખો અપના દેશ’ અંતર્ગત નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવશે.
જે માટે એક વિશેષ વેબસાઈટ સ્થાપવામાં આવશે અને ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. ઉપરાંત એક જિલ્લો- એક ઉત્પાદન (One District- One Product)ને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પ્રવાસન સ્થળોએ યૂનિટી મોલ પણ સ્થાપિત કરવામાં આવશે. આ યૂનિટી મોલમાં હસ્તશિલ્પના ઉત્પાદન રજૂ કરવામાં આવશે.
વિશેષ એપ્લિકેશન
પ્રવાસન સ્થળને પ્રોત્સાહન આપવા માટે એક એપ્લિકેશન બનાવવામાં આવશે. આ એપ્લિકેશનમાં તમામ પ્રકારની જાણકારી ઉપલબ્ધ હશે. દેખો અપના દેશ યોજના હેઠળ દેશના આંતરિક પ્રવાસન પ્રવાસન સ્થળને પ્રોત્સાહન આપવામાં આવશે. સ્વદેશ દર્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર