નવી દિલ્હી : મારૂતિ સુઝુકી (Maruti Suzuki)ની જૂની કારોને વેચવાનો વેપાર કરનારું એકમ 'ટ્રૂ વેલ્યૂ' (True Value)એ કાર માલિકો માટે પોતાનું વાહન વેચવાની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે, આ પહેલનો ઉદ્દેશ્ય True Valueની ગુણવત્તાવાળી જૂની કારોનું ખરીદ-વેચાણ માટે એક ગંતવ્ય ઉપલબ્ધ કરાવવાનું છે. ટ્રૂ વેલ્યૂ સર્ટિફાઇડ (True Value Certified) કારો પર એક વર્ષ સુધીની વૉરન્ટી અને 3 મફત સર્વિસ ગ્રાહકોને આપવામાં આવે છે.
મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના કાર્યકારી નિદેશક શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, તેના દ્વારા ગ્રાહક ડિજિટલ રીતે ઘરે બેઠાં જ પોતાની કારનું મૂલ્યાંકન કરી શકશે. દેશના 280 શહેરોમાં મારૂતિ સુઝુકી ટ્રૂ વેલ્યૂના 570 શોરૂમ છે. કંપનીએ 2019-20માં 4 લાખથી વધુ કારો વેચી. તેના વેચાણમાં 3.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ પ્રાઇસિંગ સિસ્ટમ પારદર્શિતા સુનિશ્ચિત કરશે અને કાર માલિકને તેની કાર માટે તાત્કાલીક પેમેન્ટ મેળવવાની સુવિધા પણ આપશે.
True Value કારોનું મૂલ્યાંકન અને તેને સર્ટિફાઇડ કરવા માટે ઇન્ટેલિજન્સ ડિજિટલ ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાથી મળનારી માહિતીથી ગ્રાહકને કાર વિશે સારી રીતે જાણવામાં મદદ મળે છે. True Value દ્વારા સર્ટિફાઇડ કારો 376 ચેક પૉઇન્ટ્સથી થઈને પસાર થાય છે.