Railwayની ખાસ સુવિધા: હવે ટિકિટ કેન્સલ કર્યા વગર પેસેન્જરનું નામ બદલી શકાશે

હવે તમે ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ પણ પેસેન્જરનું નામ બદલી શકો છો. જાણો કેવી રીતે ટિકિટમાં પેસેન્જરનું નામ બદલવું

News18 Gujarati
Updated: February 12, 2019, 12:24 PM IST
Railwayની ખાસ સુવિધા: હવે ટિકિટ કેન્સલ કર્યા વગર પેસેન્જરનું નામ બદલી શકાશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 12, 2019, 12:24 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી: IRCTCના માધ્યમથી ઑનલાઇન રેલવેની ટિકિટ બુક કરવી ખૂબ જ સરળ છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો રેલવેની મુસાફરી કરતા હોવાથી હવે રેલવેની મોટાભાગની સુવિધાઓ ઑનલાઇન ઉપલબ્ધ છે. રેલેવ દ્વારા હવે આ પ્રકારની જ એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે તમે ટિકિટ બુક કર્યા બાદ પણ ટિકિટ કેન્સલ કર્યા સિવાય પેસેન્જરનું નામ બદલી શકો છો. જોકે, તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આ સેવાનો ઉપયગો એક વ્યક્તિ એક જ વાર કરી શકશે અને નવી ટિકિટ તમે તમારા બ્લડ રિલેશન ધરાવતા ફેમિલિ મેમ્બરના નામે જ ટ્રાન્સફર કરી શકશો. જાણો કેવી રીતે તમે રેલેવે ટિકિટમાં નામ બદલશો.

આવી રીતે નામ બદલો
જો તમારા નામમાં સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે નીચેના સ્ટેપ અનુસરીને નામ બદલી શકો છો.
-સૌથી પહેલા ટિકિટની પ્રિન્ટઆઉટ કાઢવી

-તમારા નજીકના રેલવે સ્ટેશન પર આ પ્રિન્ટ આઉટ લઈને જવું
-જે વ્યક્તિને ટિકિટ ટ્રાન્સફર કરવી છે તેણે સાથે ઑરિજનલ આઈ ડી પ્રૂફ રાખવું
કાઉન્ટર ઑફિસર પાસે નામ બદલવાનું કહેવું, એક ફોર્મ ભરીને તમે નામ બદલી શકો છો.
Loading...

ફેમિલિ મેમ્બરને ટ્રાન્સફર કરી શકશે
IRCTCના નવા નિયમો મુજબ, હવે તમે તમારા ફેમિલી મેમ્બરના નામે ટિકિટ ટ્રાન્સફર કરી છો. તમારે નામ બદલવા માટે નજીકના સ્ટેશને ટિકિટ લઈ અને રિઝર્વેશન ડેસ્ક પર તમારું આઈ.ડી. પ્રૂફ દર્શાવવાનું રહેશે. તમે જે વ્યક્તિના નામે ટિકિટ ચેન્જ કરાવવા માંગો છો તેમની સાથે બ્લડ રિલેશનનું પ્રૂફ દેખાડીને તમે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકો છો.
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...