વિદેશમાં રહેવાનું સપનું છે તો, આ દેશોમાં મળી રહ્યું છે માત્ર 100 રૂપિયામાં ઘર

News18 Gujarati
Updated: August 1, 2019, 10:22 PM IST
વિદેશમાં રહેવાનું સપનું છે તો, આ દેશોમાં મળી રહ્યું છે માત્ર 100 રૂપિયામાં ઘર
એક ભારતીય સૌથી પહેલા બન્યો એક પાઉન્ડના ઘરનો માલિક

એક ભારતીય સૌથી પહેલા બન્યો એક પાઉન્ડના ઘરનો માલિક

  • Share this:
થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે, ઈટલીમાં તમે માત્ર એક ડોલરમાં મકાન ખરીદી શકો છો, સાથે નોકરી પણ મેળવી શકો છો. હવે કઈંક આવા જ સમાચાર ઈંગ્લેન્ડથી પણ સામે આવી રહ્યા છે, જ્યાં સો-સો રૂપિયામાં જુના ખાલી પડેલા મકાનના માલિક બની રહ્યા છે. બસ આ મકાનનું રિનોવેશન તમારે કરાવવાનું રહેશે.

હાલના સમયમાં આ પ્રકારના સમાચાર બ્રિટનના સમાચારપત્રો, વેબસાઈટો અને ટીવી પર છવાયેલા છે. બ્રિટનના ઘણા ઔદ્યોગિક કસ્બાઓ અથવા ખનિજકર્મીઓ માટે વસાવવામાં આવેલી કોલોનિઓ એકદમ ખાલી થઈ ગઈ છે. જોકે, તેની હાલત જર્જરિત છે પરંતુ, ત્યાં ફરી લોકોને વસાવવા માટે નવી સ્કીમ લાવવામાં આવી છે.

આજ પ્રકારની એક વસતી ઈંગ્લેન્ડના લિવરપૂલમાં છે. અહીંની કેટલીએ સ્ટ્રીટ્સ એકદમ ખાલી પડી છે. આ સ્ટ્રીસ્ટના મકાન માત્ર એક પાઉન્ડ એટલે કે, માત્ર 100 રૂપિયામાં વેચાણ મળી રહ્યા છે. આને બ્રિટનની સૌથી સસ્તી સ્ટ્રીટ માનવામાં આવે છે. અહીં હાુસ કાઉન્સિલે ઈચ્છુક લોકો સાથે કરાર કર્યા છે. લિવરપૂલની જ કેંસ સ્ટ્રીટમાં એક ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર જયલાલે માત્ર એક પાઉન્ડમાં આ પ્રકારના ઘરને ખરીદ્યું છે. જેને રિનોવેટ કરાવી એક આલીશાન બનાવી દીધુ છે.

એક ભારતીય સૌથી પહેલા બન્યો એક પાઉન્ડના ઘરનો માલિક
લિવરપૂલમાં જ્યારે ટેક્સી ડ્રાઈવર જયલાલ મેડે રેડિયો પર સાંભળ્યું કે, અહીં કેટલાક ઘર એક પાઉન્ડમાં મળી રહ્યા છે તો તેણે તૂરંત લિવરપુલ હાઉસ કાઉન્સિલનો સંપર્ક કર્યો. તેણે તમામ ઔપચારિકતા પૂરી કરી, જે જરૂરી છે. તે માત્ર એક પાઉન્ડમાં ઘરનો માલિક બની ગયો.

તેમણે કહ્યું કે, મને જે ઘર એલોટ કરવામાં આવ્યું તે એક જુનુ હતું. પરંતુ, તેમાં થોડા હજાર પાઉન્ડ લગાવી મે તેને રિનોવેટ કરાવ્યું. હવે તે શાનદાર થ્રી બેડ રૂમ ડુપ્લેક્સ બની ગયું છે.ફ્રાંસીસ શહેરમાં એક યૂરોમાં વેચાય છે ઘર
આ સ્કીમને જોતા ઉત્તરી ફ્રાંસના શહેર રૂબૈમાં પણ એક યૂરોમાં ઘર ખરીદવાની સ્કીમ ચાલી રહી છે. આ શહેર પણ ઔદ્યોગિક રૂપે વેરાન થઈ ગયું છે. જેથી તેને ફરી વસાવવા માટેની કોશિસ કરવામાં આવી રહી છે. ફ્રાંસમાં આવા લગભગ વેચવામાં આવી રહ્યા છે. જેની પ્રાઈઝ એક યૂરો રાખવામાં આવી છે.
First published: August 1, 2019, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading