Home /News /business /Twitter Charges: શું હવે મફતમાં નહીં વાપરી શકાય ટ્વિટર? એલન મસ્કે આપ્યો મોટો સંકેત

Twitter Charges: શું હવે મફતમાં નહીં વાપરી શકાય ટ્વિટર? એલન મસ્કે આપ્યો મોટો સંકેત

એલન મસ્ક

Twitter to collect charges: 44 બિલિયન યૂએસ ડોલરમાં મસ્કે ટ્વિટરને પોતાના નામે કરી લીધું છે. આ હિસાબથી મસ્કને ટ્વિટરના દરેક શેર માટે $54.20 (રૂ. 4148) ચૂકવવા પડશે.

twitterનવી દિલ્હી: ટેસ્લાના સીઈઓ એલન મસ્કે (Tesla CEO Elon Musk) કહ્યું છે કે Twitter Inc વેપારી અને સરકારી વપરાશકર્તાઓ માટે થોડી ફી વસૂલ (twitter may charge a slight fee) કરી શકે છે. મસ્કે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "ટ્વિટર હંમેશા કેઝ્યુઅલ વપરાશકર્તાઓ માટે ફ્રી રહેશે. પરંતુ વ્યવસાયિક/સરકારી વપરાશકર્તાઓ માટે કદાચ થોડો ખર્ચ લાગી શકે છે." મસ્ક ગત મહિનાથી ટ્વિટરમાં અનેક ફેરફારો કરવાની ચર્ચાઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે. તાજેતરમાં જ કંપનીને તેમના કાર્ટમાં ઉમેર્યા પછી મસ્કે કહ્યું કે, તે પ્લેટફોર્મને નવી સુવિધાઓ સાથે આગળ વધવા માંગે છે.

એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ટ્વિટરે એલન મસ્કને 44 બિલિયન યૂએસ ડોલરમાં કંપનીના વેચાણની પુષ્ટિ કરી હતી. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે (Parag Agrawal) તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે "ટ્વિટરનો એક હેતુ અને સુસંગતતા છે, જે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. અમારી ટીમ પર ખૂબ ગર્વ છે અને તે કાર્યો જ પ્રેરણા છે જેનાથી વધુ મહત્વપૂર્ણ કંઇ નથી."


એલમ મસ્કે ટ્વિટર કંપની ખરીદી


ઉલ્લેખનીય છે કે, 44 બિલિયન યૂએસ ડોલરમાં મસ્કે ટ્વિટરને પોતાના નામે કરી લીધું છે. આ હિસાબથી મસ્કને ટ્વિટરના દરેક શેર માટે $54.20 (રૂ. 4148) ચૂકવવા પડશે. ટ્વિટરના સ્વતંત્ર બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલરે સોમવારે બપોરે 12 વાગ્યા પછી એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથેના સોદા વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચો: આજે (04 મે) આ 20 શેરમાં કરો મોટી કમાણી

આ ડીલથી ટેસ્લાના CEOને 217 મિલિયન યૂઝર્સ સાથે કંપનીની માલિકી મળી છે. ટ્વિટર એટલાન્ટિકની બંને બાજુએ રાજકીય અને મીડિયા એજન્ડાને આકાર આપવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે. જ્યારે મસ્કે સોદા માટે ફંડિંગ પેકેજની પુષ્ટિ કરી અને શેરધારકો દ્વારા તેને ઉષ્માભર્યો આવકાર મળ્યો ત્યારે ટ્રાન્ઝેક્શનને સ્વીકારવામાં ટ્વિટરની પ્રારંભિક અનિચ્છા થોડી ઓછી થઈ ગઈ હતી.

આ પણ વાંચો: એલઆઈસીનો આઈપીઓ ખુલ્યો: રોકાણ પહેલા જાણો 10 મહત્ત્વની વાત

એલન મસ્કની જાહેરાત


એલન મસ્કે સોદાની જાહેરાત કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વાણીની સ્વતંત્રતા એ કાર્યકારી લોકશાહીનો પાયાનો પાયો છે અને ટ્વિટરએ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે, જ્યાં માનવતાના ભાવિ માટે મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા થાય છે. હું ટ્વિટરને નવી સુવિધાઓ સાથે ઉત્પાદનને વધારીને, વિશ્વાસ વધારવા, સ્પામ બૉટ્સને હરાવવા અને તમામ માનવોને પ્રમાણિત કરવા માટે ઍલ્ગોરિધમ્સને ઓપન સોર્સ બનાવીને પહેલા કરતાં વધુ સારું બનાવવા માંગું છું."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Elon musk, Tweet, Twitter

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन