Home /News /business /ટ્રાફિકના નિયમો તોડવા પર હવે પોલીસ ફોટો ખેંચી ચલન નહીં મોકલી શકે, જાણીલો - નવા નિયમો

ટ્રાફિકના નિયમો તોડવા પર હવે પોલીસ ફોટો ખેંચી ચલન નહીં મોકલી શકે, જાણીલો - નવા નિયમો

નવા ટ્રાફિક નિયમ

વાહન ચાલકો હવે નીયમ તોડી કોર્ટમાં પણ દલીલો કરી બચી નહી શકો, પાક્કા પુરાવા સાથે પોલીસ વસુલશે દંડ. જોઈલો - ગુજરાતના કયા કયા શહેરમાં ત્રીજી આંખ કરાવશે નિયમોનું જબરદસ્ત પાલન

નવી દિલ્હી : ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસ વાહનના ડ્રાઈવરને માત્ર ફોટો ખેંચીને ચલણ મોકલી શકશે નહીં. માર્ગ પરિવહન મંત્રાલયે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પોલીસે ટ્રાફિકના નિયમો તોડનાર વાહનચાલકના ચલન માટે ફૂટેજ એટલે કે રેકોર્ડિંગ ફરજિયાત બનાવવું પડશે. આ માટે, પરિવહન વિભાગ અને રાજ્ય પોલીસ ચાર રસ્તાઓ, અન્ય રસ્તાઓ અને રાજમાર્ગો પર ડિજિટલ ઉપકરણો સ્થાપિત કરશે. માર્ગ પરિવહન મંત્રાલયે દેશના 132 શહેરોની ઓળખ કરી છે, જ્યાં ટ્રાફિક નિયમોનું સખત રીતે ડિજિટલ સાધનો લગાવીને પાલન કરવામાં આવશે.

હાલમાં, ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોની ઘણી શ્રેણીઓના ઉલ્લંઘન માટે કેમેરામાંથી ફોટો લઈને ચલણ મોકલે છે. આમાં ઘણી વખત ટ્રાફિકના નિયમો તોડતા વાહનોના માલિક પોલીસને ખોટો સાબિત કરવાનો પ્રયાસ કરે છે. અને નિયમ નથી તોડ્યો તેમ કહી દલીલો કરે છે, આમ પોલીસ અને કોર્ટનો સમય વેડફાય છે. પરંતુ નવી સૂચના પછી, પોલીસે ટ્રાફિક નિયમોની અમુક કેટેગરી તોડવા માટે ફૂટેજ એટલે કે વીડિયો લેવો પડશે. જેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે. આ રીતે વીડિયો ફૂટેજમાં જ બધુ સ્પષ્ટ થઈ જશે. જેના કારણે વાહન માલિક પોતાને નિર્દોષ સાબિત કરી શકશે નહીં. માર્ગ પરિવહન મંત્રાલયે રાજ્યોને ઇલેક્ટ્રોનિક મોનીટરીંગ અને માર્ગ સલામતીના અમલ અંગે સૂચના જારી કરી છે. આ અંતર્ગત, મુખ્ય ચાર રસ્તાઓ, રાજમાર્ગો, રસ્તાઓ, રેડલાઇટ અને ટ્રાફિક કર્મીના શરીર પર કેમેરા લગાવવામાં આવશે. બસ એન્ડ કાર ઓપરેટર્સ કન્ફેડેરશન ઓફ ઇન્ડિયા (CMVR) ના ચેરમેન ગુરમીત સિંહ તનેજા કહે છે કે, માર્ગ પરિવહન મંત્રાલયનો આ ફેરફાર ખૂબ જ અસરકારક રહેશે, તેનાથી પોલીસ અને કોર્ટ બંનેનો સમય બચશે.

આ રાજ્યોના 132 શહેરોમાં ડિજિટલ ઉપકરણ લગાવવામાં આવશે

ઉત્તર પ્રદેશમાં કાનપુર, લખનૌ, ગાઝિયાબાદ, વારાણસી સહિત 17 શહેરો, મધ્ય પ્રદેશના ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન સહિત 7 શહેરો, રાજસ્થાનના જયપુર, ઉદયપુર, કોટા સહિત 5 શહેરો, મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, કોલ્હાપુર, નાગપુર સહિત 19 શહેરો, ઝારખંડના રાંચી, જમશેદપુર સહિત 3 શહેરો, ગુજરાતમાં સુરત, અમદાવાદ સહિત 4 શહેરો, બિહારમાં પટના, ગયા સહિત 3 શહેર સિવાય દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, ઓરિસ્સા, મેઘાલય, નાગાલેન્ડ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 132 શહેરોમાં ડિજિટલ ઉપકરણો લગાવવામાં આવશે.

આ પણ વાંચો15 થી 20 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો 4 લાખની કમાણી, જાણો કેવી રીતે શરૂ કરાય?

આ પ્રકારના ટ્રાફિક નિયમો તોડવા માટે રેકોર્ડિંગ ફરજિયાત

  • ઓવર સ્પીડીંગ

  •  ખોટી જગ્યાએ કાર પાર્કિંગ

  • ડ્રાઇવર દ્વારા નિયમોનું ઉલ્લંઘન અથવા પાછળની સીટ પર સવાર દ્વારા નિયમનું ઉલ્લંઘન

  • હેલ્મેટ પહેર્યું ન હોય તો

  • ડ્રાઈવ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ

  • રેડ લાઈટ પછી ઝિબ્રાક્રોસિંગ ઓળંગી નિયમ તોડવો

  • ઓવરલોડિંગ

  • સીટ બેલ્ટ પહેર્યો ન હોય તો

  • માલ-વાહક વાહનમાં સવારી ભરવી

  • નંબર પ્લેટ ખામીયુક્ત અથવા છુપાયેલી હોય તો

  • વાહનની બોડી પહોંળી કેલાંબી કરેલી હોય.. અથવા વાહનમાં વધારે ઊંચાઈ પર માલ લોડ કરવા પર

First published:

Tags: Ahmedabad Traffic Fines, New traffic rules, Traffic Fine, Traffic problem

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો