હવે બૅન્ક ઑફ મહારાષ્ટ્રના સીઇઓની બૅન્ક-કૌભાંડને લઈ ધરપકડ

 • Share this:
  પુણેની આર્થિક અપરાધ શાખાએ બેંક ઓફ મહારાષ્ટ્રના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રવીન્દ્ર મરાઠેને DSK ગ્રુપને આપેલા રૂ.3000 કરોડના કેસમાં ધરપકડ કરી છે. બૅન્કથી લોન લીધા બાદ કંપની હવે એને પરત કરવાની સ્થિતિમાં નથી, એટલે  ડિફૉલ્ટ કેસના મામલામાં આર્થિક અપરાધ શાખાએ આ પગલું ભર્યું છે.

  મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ઉપરાંત બેન્ક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર. કે. ગુપ્તા અને બેન્કના પૂર્વ સીએમડી સુશીલ મુહનોતની પણ ધરપકડ કરવામાં આવી છે. આર્થિક અપરાધ શાખાનો આરોપ છે કે બેન્કના ધરપકડ કરાયેલા અધિકારીઓની મિલીભગતને કારણે કંપનીને આસાનાથી લોનની મોટી રકમ આપવામાં આવી હતી. ધરપકડ કરાયેલા બૅન્કના અધિકારીઓ વિરુદ્ધ બેઇમાની, ક્રિમિનલ કોન્સપિરેસી અને બ્રેચ ઓફ ટ્રસ્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  નોંધનીય છે કે પુણે આધારિત રિયલ એસ્ટેટનો ધંધો ડીએસ કુલકર્ણી અને તેની પત્ની હેમંતી કુલકર્ણીની 2018માં 4000 રોકાણકારો પાસેથી રૂ.1154 કરોડની ઠગાઈ કરવાના મામલામાં ધરરપકડ કરવામાં આવી હતી. આ સિવાય બંને પર બેંક લોનરૂપે રૂ.2892 કરોડ ખોટી રીતે લઈ લેવાનો આરોપ છે.

  હવે આર્થિક અપરાધ શાખાનો દાવો છે કે ડીએસ કુલકર્ણી અને હેમંતીએ બૅંકના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી રોકાણકારોનાં નાણાંને લોનરૂપે કાઢી અને ખોટાં ટ્રાન્જેક્શન કરી બૅંકને નુકસાન પહોંચાડવાનું કાર્ય કર્યું છે.

  નોંધનીય છે કે ગયા મહિને જ મહારાષ્ટ્ર સરકારે ડીએસ કુલકર્ણી અને તેની પત્ની હેમંતીને 124 સંપત્તિ, 276 બૅંકો ખાતાં અને 46 ગાડીને જપ્ત કરવાની નોટિસ આપી હતી.
  Published by:Sanjay Joshi
  First published: