FD સાથે જોડાયેલા આ ફોર્મ અંગે SBIએ નિયમમાં કર્યો ફેરફાર

SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે જોડાયેલ એક નિયમ બદલ્યો છે, જેનાથી ગ્રાહકોને લાભ થશે

News18 Gujarati
Updated: April 30, 2019, 4:52 PM IST
FD સાથે જોડાયેલા આ ફોર્મ અંગે SBIએ નિયમમાં કર્યો ફેરફાર
SBIએ નિયમમાં કર્યો ફેરફાર
News18 Gujarati
Updated: April 30, 2019, 4:52 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: જો તમે દેશની કોઇપણ બેંકમાં એફડી કરાવી છે તો તમને જણાવી દઇએ કે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ ગ્રાહકોની સુવિદ્યા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે જોડાયેલ એક નિયમ બદલ્યો છે, જેનાથી ગ્રાહકોને લાભ થશે. SBIએ તેના ગ્રાહકો માટે નવી સુવિદ્યા શરૂ કરી છે, જે હેઠળ હવે કોઇપણ ગ્રાહક ફોર્મ 15G/15H હોમ બ્રાન્ચ ઉપરાંત કોઇપણ બ્રાન્ચમાં જમા કરાવી શકે છે. જણાવી દઇએ કે, બેંકમાં FD કરાવવા પર વ્યાજ પર ટેક્સ એટલે કે TDS (Tax Deducted at Source) કપાય છે. TDSની કપાત ત્યારે જ થાય છે જ્યારે FD અને બચત ખાતાથી વાર્ષિક 40 હજાર રૂપિયા સુધીનો વ્યાજ મળે છે. પહેલાં ટીડીએસની લિમિટ વાર્ષિક 10 હજાર રૂપિયા હતી.

TDSની લિમિટ 40 હજાર રૂપિયા- આ વર્ષના અંતરિમ બજેટમાં કહેવામાં આવ્યું કે, બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ પર મળનાર વ્યાજ પર લાગનાર TDSની મર્યાદા 10 હજારથી વધારીને 40 હજાર રૂપિયા કરાઇ છે.


ફોર્મ 15G અને ફોર્મ 15H શું છે- ટેક્સ એક્સપર્ટ જણાવે છે કે, ફોર્મ 15G અને ફોર્મ 15H એક ફોર્મ છે. જે તમે તમારી બેંકમાં જમા કરાવી શકો છો. જો તમારી આવક પર કોઇ કરની જવાબદારી નથી તો ટીડીએસ તમારી આવકમાંથી કપાતું નથી. આ ફોર્મ દર વર્ષે જમા કરી શકાય છે. આથી દર વર્ષે તમારે એ તપાસવાનું રહેશે કે તમે આ ફોર્મ ભરવા પાત્ર છો કે નહીં.


આ પણ વાંચો: ટેક્સ ચોરી રોકવા માટે સરકારે GST નિયમમાં કર્યા ફેરફાર
જેલની સજાની જોગવાઇ- ફોર્મ 15Gમાં ખોટું ડિક્લેરેશન પર ઇનકમ ટેક્સ એક્ટની કલમ 277 હેઠળ દંડ લાગી શકે છે. ટેક્સ એક્સપર્ટ જણાવે છે કે, આ ફોર્મમાં ખોટી માહિતી આપતાં ત્રણ મહિનાથી લઇને બે વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. દંડ અલગથી થશે. જો 25 લાખથી વધુની ટેક્સ ચોરીનો મામલો હોય તો સાત વર્ષ સુધીની જેલ અને દંડ થઇ શકે છે.
First published: April 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...