આ પ્રકારે ઓનલાઈન બુક કરો તમારો LPG રસોઈ ગેસ સિલિન્ડર, મળશે 50 રૂપિયા સસ્તો, જાણીલો રીત

પ્રતિકાત્મક તસવીર

હવે તમે ઘરે બેઠા સસ્તામાં ગેસ સિલિન્ડર બુકિંગ કરાવી શકશો. જીહાં, અમેઝોન પે દ્વારા ગેસ સિલિન્ડર બુકિંગ કરાવો છો તો, તમને 50 રૂપિયાની કેશબેક મળશે

 • Share this:
  નવી દિલ્હી: જો તમે પણ ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ કરાવો છો તો, તમારી પાસે સારો મોકો છે. હવે તમે ઘરે બેઠા સસ્તામાં ગેસ સિલિન્ડર (Gas Cylinder) બુકિંગ કરાવી શકશો. જીહાં, અમેઝોન પે દ્વારા ગેસ સિલિન્ડર બુકિંગ કરાવો છો તો, તમને 50 રૂપિયાની કેશબેક (Cashback) મળશે. તમને જણાવી દઈએ કે, આ કેશબેક તમને પ્રથમ બુકિંગ પર જ મળશે. તો જોઈએ કેવી રીતે સસ્તામાં ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે.

  Indaneએ ટ્વીટ કરી આપી જાણકારી

  સરકારી તેલ કંપની ઈન્ડેનએ ટ્વીટ કરી આ મામલે ગ્રાહકોને જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું કે, રસોઈ ગેસ ગ્રાહકો હવે અમેઝોન પે દ્વારા એલપીજી સિલિન્ડર બુકિંગ કરાવી શકશે અને ઈન્ડેન રિફિલ માટે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે. આ સાથે કંપનીએ કહ્યું કે, અમેઝોન પે દ્વારા પ્રથમ વખત બુકિંગ કરાવવા પર અને પેમેન્ટ કરવા પર ગ્રાહકને 50 રૂપિયા કેશબેક આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે, આ કેશબેક માત્ર એક વાર આપવામાં આવશે.

  ઈન્ડેને રિફિલ બુકિંગ માટે જાહેર કર્યો આ નવો નંબર

  ઈન્ડેને રસોઈ ગેસ ઉપભોક્તા (ગ્રાહકો) માટે ગેસ સિલિન્ડર બુકિંગ માટે નવો નંબર જાહેર કર્યો છે. એલપીજી ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ગેસ બુકિંગ કરાવવા માટે નવો નંબર મોકલ્યો છે. તેના દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો.

  ઈન્ડીયન ઓઈલે જણાવ્યું છે કે, પહેલા રસોઈ ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે અલગ-અલગ સર્કલ માટે અલગ નંબરો હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક જ નંબર જાહેર કર્યો છે. તેનો મતલબ દેશભરના ગ્રાહકો હવે આ એક જ નંબર પર ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે. એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 પર કોલ કરી અથવા એસએમએસ દ્વારા ગેસની બોટલ બુક કરાવી શકાશે.

  1 - ગેસ સિલિન્ડરના બુકિંગ માટે આપવો પડશે OTP

  1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરીની પુરી પ્રોસેસ બદલવાની છે. હવે ગેસ બુકિંગ બાદ ગ્રાહકોના મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવશે ત્યારે આ OTP તમારે ડિલિવરી બોય સાથે શેર કરવો પડશે. એક વખત આ કોડની સિસ્ટમ સાથે મેળવ્યા બાદ જ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી મલશે.

  2. 1 નવેમ્બરથી પહેલા અપડેટ કરાવી લો પોતાનો મોબાઈલ નંબર

  તમને જણાવી દઈએ કે, નવી સિલિન્ડર ડિલિવરી પોલીસીમાં એવા કસ્ટમર્સની મુશ્કેલી વધી જશે, જેમનું એડ્રેસ ખોટું છે અને મોબાઈલ નંબર ખોટો છે, તો આ કારણે આવા લોકોની ગેસ સિલિન્ડર ડિલિવરી રોકાઈ શકે છે. ઓઈલ કંપનીઓ તરફતી તમામ ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે, તે પોતાનું નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ કરાવી લે. જેથી તમને સિલિન્ડરની ડિલિવરી મેળવવા કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે. જોકે, આ નિયમ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે લાગુ નહીં થાય.

  3. Indane ગેસે બદલ્યો બુકિંગ નંબર

  જો તમે ઈન્ડેન ગ્રાહક છો તો, હવે તમે જુના નંબર પર ગેસ બુકિંગ નહીં કરાવી શકો. ઈન્ડેને પોતાના એલપીજી ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ગેસ બુકિંગ કરાવવા માટે નવો નંબર મોકલ્યો છે. તેના દ્વારા તમે ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકશો. ઈન્ડીયન ઓઈલે જણાવ્યું કે, પહેલા રસોઈ ગેસ બુકિંગ માટે દેશના અલગ-અલગ સર્કલ માટે અલગ-અલગ મોબાઈલ નંબર હતો. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક જ નંબર જાહેર કર્યો છે, તેનો મતલબ એ છે કે, હવે ઈન્ડેન ગેસ સિલિન્ડરના દેશભરના ગ્રાહકોએ એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 પર કોલ અથવા એસએમએસ મોકલવાનો રહેશે.

  4. બદલાશે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત

  તમને જણાવી દઈએ કે, દેશની સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે. એવામાં 1 નવેમ્બરે ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર પણ થઈ શકે છે. ઓક્ટોબરમાં ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો.
  Published by:kiran mehta
  First published: