ખુશખબરી! હવે 10 વાગે નહીં, આ સમયે ખુલશે બધી સરકારી બેન્કો

News18 Gujarati
Updated: August 12, 2019, 10:43 AM IST
ખુશખબરી! હવે 10 વાગે નહીં, આ સમયે ખુલશે બધી સરકારી બેન્કો
ખુશખબરી! હવે 10 કલાકે નહીં, આ સમયે ખુલશે બધી સરકારી બેન્કો

બેન્ક ખુલવાનો નવો સમય સપ્ટેમ્બરમાં અમલમાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

  • Share this:
બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર છે. સામાન્ય રીતે સરકારી બેન્કો(PSU Banks)માં કામ કરવાનો સમય 10 વાગ્યા પછી જ શરુ થાય છે. આવા સમયે વિત્ત મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને નિર્ણય કર્યો છે કે બધા સરકારી અને શ્રેત્રીય ગ્રામણી બેન્ક (RRB)સવારે 9 કલાકે ખુલી જાય. દેશભરની બેન્કોના ખુલવાનો સમય એક સરખો કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય વિત્ત મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને વીડિયો કોન્ફરન્સ દ્વારા જૂનમાં બેઠક કરી હતી. આ બેઠકમાં નક્કી થયું હતું કે બેન્કની શાખાઓ ગ્રાહકોની સુવિધા પ્રમાણે ખોલવી જોઈએ. જેમાં બેન્ક શાખાના ખુલવાના સમયમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી હતી.

IBAએ 24 જૂને ગ્રાહક સુવિધા પર ગઠિત ઉપસમિતિની બેઠકમાં બેન્ક ખુલવાના ત્રણ વિકલ્પ આપ્યા હતા. પ્રથમ- સવારે 9 કલાકેથી બપોરે 3 કલાક સુધી, બીજો - સવારે 10 થી સાંજે 4 સુધી અને ત્રીજો - સવારે 11 થી સાંજે 5 કલાક સુધી. IBA એ બેન્કોને કહ્યું છે કે 31 ઓગસ્ટ સુધી જિલ્લા સ્તરીય ગ્રાહક સમન્વય સમિતિની બેઠક કરીને સમય નક્કી કરી લે અને તેની સૂચના સ્થાનિક સમાચાર પત્રમાં પણ આપે.


આ પણ વાંચો - આપને ઘર ખરીદવામાં મદદ કરશે મ્યુચ્યુઅલ ફંડ, નહીં રહે EMIનું ટેન્શન

સપ્ટેમ્બરથી લાગુ થઈ શકે છે નવો સમય
ગ્રાહક મોડા સમય સુધી બેન્કિંગ સેવા ઇચ્છે છે ત્યાં પહેલાની જેમ સવારે 10 કે 11 કલાકે બેન્ક ખોલવાનો વિકલ્પ રહેશે. આ નિર્ણય સરકારી બેન્કો અને ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો (RRB)પર લાગુ થશે. આ મામલા સાથે જોડાયેલ અધિકારીનું કહેવું છે કે બેન્ક ખુલવાનો નવો સમય સપ્ટેમ્બરમાં અમલમાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
First published: August 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...