હવે પાસપોર્ટ-પાનકાર્ડ માટે ધક્કા ખાવાનું થશે બંધ, રાશનની દુકાનેથી થશે અરજી

હવે તમે તમારી નજીકની રેશનની દુકાનમાં લાઈટ બિલ પણ જમા કરાવી શકશો.

કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે (Food Ministry) રાશનની દુકાનોની આવક વધારવા માટે CSC ઇ-ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કર્યું છે. આ દુકાનોમાં વીજળી અને પાણીના બિલ પણ જમા કરાવી શકાય છે.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને વધારે સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તમે તમારી પાડોશમાં રહેલી કરિયાણાની એટલે કે રાશનની દુકાનને (ration shop)કોમન સર્વિસ સેન્ટર(Common Service Center)માં બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ જે ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ આવે છે, તેણે CSC ઇ-ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ (CSC) સાથે જોડાણ કર્યું છે. તેનાથી રેશનની દુકાનોની આવકમાં વધારો થશે. રાશન લેવા ઉપરાંત, લોકો આ દુકાનો દ્વારા પાન કાર્ડ અને પાસપોર્ટ માટે પણ અરજી કરી શકશે. એટલું જ નહીં અહીં વીજળી અને પાણીના બિલ પણ જમા કરાવી શકાય છે.

    ખાદ્ય મંત્રાલય દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સીએસસી સેવાઓનો ઈચ્છુક સસ્તા ભાવની દુકાન માલિકો દ્વારા પુરવઠો રાશનની દુકાનો માટે વ્યવસાયની તક અને આવકમાં વધારો કરશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાશનની દુકાનોને CSC સેવા કેન્દ્રો તરીકે વિકસાવી શકાય છે. આવા CSC કેન્દ્રોને તેમની સુવિધા મુજબ વધારાની સેવાઓ પસંદ કરવાનું કહેવામાં આવશે.

    રાશનની દુકાન ધરાવતા CSC કેન્દ્રો બિલ ચુકવણી, પાન અરજી, પાસપોર્ટ અરજી, ચૂંટણી પંચ સંબંધિત સેવાઓ આપી શકે છે. એમઓયુ પર ડેપ્યુટી સેક્રેટરી (પીડી) જ્યોત્સના ગુપ્તા અને સીએસસીના વાઇસ પ્રેસિડેન્ટ સાર્થિક સચદેવે હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડે અને CSCના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ કુમાર ત્યાગી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ, કેન્દ્ર રાશનની દુકાનો દ્વારા એકથી ત્રણ રૂપિયા પ્રતિ કિલોના દરે પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપે છે. આ કાયદા હેઠળ 80 કરોડથી વધુ લોકોને સીધો લાભ મળે છે.

    આ પણ વાંચો: Tata Motorsના કોમર્શિયલ વાહનોના આ તારીખથી વધશે ભાવ, જાણો કેટલી થશે કિંમત

    જાહેર વિતરણ વ્યવસ્થા અને મફત રાશનની વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે તેમને મદદ કરશે. મહત્વનું છે કે, 1 જૂન, 2020થી દેશમાં રેશનકાર્ડ પોર્ટેબિલિટી સેવા 'વન નેશન-વન રેશન કાર્ડ' શરૂ થઈ છે. આ યોજનામાં, તમે કોઈપણ રાજ્યમાં રહીને રાશન ખરીદી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો, તમારે ગમે હોવ તમારે ત્યાં ખાદ્ય પદાર્થોની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ રાશનની દુકાને જઈને તમારા રાશન કાર્ડની મદદથી મતે અનાજ મેળવી શકો છો.

    ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:kuldipsinh barot
    First published: