હવે ATM દ્વારા રુ.10,000થી વધારે કૅશ ઉપાડવા પર આપવો પડશે OTP

પ્રતિકાત્મક તસવીર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તમામ બેંકોને આરબીઆઈના આદેશનું પાલન કરવું પડશે. આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે એટીએમ છેતરપિંડી બંધ કરવી પડશે. એટીએમ છેતરપિંડી સવારે 11 થી સવારે 6 વાગ્યા સુધી વધારે થાય છે.

 • Share this:
  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તમામ બેંકોને આરબીઆઈના આદેશનું પાલન કરવું પડશે. આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે એટીએમ છેતરપિંડી બંધ કરવી પડશે. એટીએમ છેતરપિંડી સવારે 11 થી સવારે 6 વાગ્યા સુધી વધારે થાય છે.

  આરબીઆઈના આદેશ બાદ બેંકોએ એટીએમ છેતરપિંડી રોકવા પગલાં ભરવાનું શરૂ કર્યું છે. કૅનરા બેંકે કાર્ડમાંથી એટીએમ દ્વારા 10,000 રૂપિયાથી વધુ ઉપાડવા પર પિન નંબર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આપવું ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એ થયો કે જો કૅનરા બેંકનો કોઈપણ ગ્રાહક એટીએમમાંથી 10,000 રૂપિયાથી વધુ ઉપાડશે, તો તેણે એટીએમ પિન નંબર સાથે ઓટીપી પણ ભરવો પડશે.

  કૅનરા બેંકે કાર્ડમાંથી એટીએમ દ્વારા 10,000 રૂપિયાથી વધુ ઉપાડવા પર પિન નંબર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આપવું ફરજિયાત બનાવ્યું છે.


  આ પણ વાંચો: ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

  સુત્રોના જણાવ્યા અનુસાર હવે અન્ય બેંકો પણ કૅનેરા બેંકને અનુસરી શકે છે અને એટીએમમાંથી 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડવા માટે ઓટીપી ફરજિયાત બનાવી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તમામ બેંકોને આરબીઆઈના આદેશનું પાલન કરવું પડશે. આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે એટીએમ છેતરપિંડી બંધ કરવી પડશે. એટીએમ છેતરપિંડી સવારે 11 થી સવારે 6 વાગ્યા સુધી વધુ છે.

  સુત્રોના જણાવ્યા અનુસાર હવે અન્ય બેંકો પણ કૅનેરા બેંકને અનુસરી શકે છે.


  દિલ્હી SLBC એ પણ આપ્યા હતા સૂચનો

  આ પહેલા એટીએમ છેતરપિંડીને રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ કેટલાક પગલાં સૂચવ્યા હતા. સમિતિએ 2 એટીએમ ટ્રાન્ઝેક્શન વચ્ચે 6 થી 12 કલાકનો સમય સૂચવ્યો હતો.

  દેશભરમાં વધી રહ્યા છે એટીએમ ફ્રોડના કિસ્સા

  વર્ષ 2018-19 દરમિયાન દિલ્હીમાં એટીએમ છેતરપિંડીના 179 કેસ નોંધાયા હતા. દિલ્હી, મહારાષ્ટ્રથી 233 એટીએમ છેતરપિંડીના કેસમાં વિદેશી નાગરિકો મોટી સંખ્યામાં સામેલ છે.
  Published by:Bhoomi Koyani
  First published: