ચીનને ‘નફરત’ની નજરથી જોઈ રહી છે દુનિયા, ભારત માટે આ આર્થિક તક છે : નીતિન ગડકરી

News18 Gujarati
Updated: April 27, 2020, 4:30 PM IST
ચીનને ‘નફરત’ની નજરથી જોઈ રહી છે દુનિયા, ભારત માટે આ આર્થિક તક છે : નીતિન ગડકરી
નીતિન ગડકરી

વીડિયો કોન્ફરન્સ દ્વારા વિદેશમાં રહેતા ભારતીય છાત્રોને સંબોધિત કરતા નીતિન ગડકરીએ આ વાત કહી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari)કહ્યું કે કોરોના વાયરસની મહામારી (Coronavirus Pandemic)ને ભારતે અવસરના રુપમાં જોવી જોઈએ. આ એવી ક્ષણ છે જ્યારે વિદેશી રોકાણને (Foreign Investment)મોટા સ્તર પર ભારતમાં લાવી શકાય. વીડિયો કોન્ફરન્સ દ્વારા વિદેશમાં રહેતા ભારતીય છાત્રોને સંબોધિત કરતા નીતિન ગડકરીએ આ વાત કહી હતી.

MSME અને પરિવહન મંત્રી ગડકરીએ કહ્યું હતું કે દુનિયાભરમાં ચીનને નફરતની નજરથી જોવામાં આવી રહ્યું છે. શું આપણા માટે સંભવ છે કે આપણે આને પોતાના માટે એક અવસરમાં ફેરવીએ? જાપાન દ્વારા ચીનમાંથી પોતાના બિઝનેસને બહાર કરવા માટે જાહેર કરેલા રાહત પેકેજનો ઉલ્લેખ કરતા કહ્યું કે મને લાગે છે કે આપણે આની ઉપર વિચાર કરવો જોઈએ અને અમે આની ઉપર ધ્યાન પણ આપીશું. ભારતમાં આવવા માટે આપણે રસ્તો યોગ્ય કરીશું. વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે આપણે બધા પ્રકારની મંજૂરી આપીશું અને જરુરી પગલાં ભરીશું.

આ પણ વાંચો - પુત્રી ઝીવા સાથે બાઇક રાઇડ પર નીકળ્યો ધોની, વાયરલ થયો વીડિયો

જ્યારે તેમને એ પુછવામાં આવ્યું તે જો એ ખબર પડે કે ચીને કોરોના વાયરસ વિશે જરુરી જાણકારી જાણી જોઈને છુપાવી છે તો ભારત તે માટે શું પગલાં ભરશે ? તેના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે આ વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રી સાથે સંબંધિત એક સંવેદનશીલ વિષય છે. આવામાં યોગ્ય રહેશે કે તે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપે.

ગડકરીએ કહ્યું કે બધા સરકારી વિભાગ અને ખાસ કરીને વિત્ત મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક કોવિડ-19 વિશે ઇકોનોમિક વોરની નીતિ બનાવી રહ્યું છે. જેનાથી પ્રધાનમંત્રીના 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીવાળા સપનાને પૂરા કરવામાં મદદ મળશે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ ખર્ચ કરીશું.
Published by: Ashish Goyal
First published: April 27, 2020, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading