Home /News /business /સસ્તામાં મળી રહ્યુ છે ઘર, જલ્દીથી ખરીદી લો; નહિ મળે ક્યારેય આવી તક

સસ્તામાં મળી રહ્યુ છે ઘર, જલ્દીથી ખરીદી લો; નહિ મળે ક્યારેય આવી તક

New Year Home

જો તમે સસ્તુ ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યો છો તો બેંક ઓફ બરોડા તમારા માટે ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમને સસ્તામાં ઘર ખરીદવાની તક મળી રહી છે. BOB સંપત્તિની નીલામી કરવા જઈ રહી છે. જાણકારી અનુસાર, 28 ડિસેમ્બર 2022થી ઓક્શન શરૂ થશે.

વધુ જુઓ ...
  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ જો તમે સસ્તુ ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યો છો તો બેંક ઓફ બરોડા તમારા માટે ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમને સસ્તામાં ઘર ખરીદવાની તક મળી રહી છે. BOB સંપત્તિની નીલામી કરવા જઈ રહી છે. જાણકારી અનુસાર, 28 ડિસેમ્બર 2022થી ઓક્શન શરૂ થશે. આ તે મિલકત છે જે ડિફોલ્ટ લિસ્ટમાં આવી ચૂંકી છે. IBAPI (Indian Banks Auctions Mortgaged Properties Information) ની તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે.

બેંક ઓફ બરોડા પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહી છે. આમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રિયલ, એગ્રીકલ્ચર પ્રોપર્ટી સામેલ છે.

આ પણ વાંચોઃ આ 5 બિઝનેસ તમને ઘરે બેઠા જ બનાવી દેશે લખપતિ, દર મહિને થશે મોટી કમાણી

ક્યારે થશે હરાજી?


બેંક ઓફ બરોડાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. બેંકે ટ્વીટમાં લખ્યુ છે કે, 28 ડિસેમ્બર, 2022ના રોજ મેગા ઈ ઓક્શન કરવામાં આવશે. આમાં આવાસીય અને વાણીજ્યિક સંપત્તિની ઈ-હરાજી કરવામાં આવશે. તમે અહીં વાજબી કિંમતો પ્રોપર્ટી ખરીદી શકો છો.

ક્યાં કરવું પડશે રજિસ્ટ્રેશન?


બેંક ઓફ બરોડાના મેગા ઈ-ઓક્શન માટે કેટલાક ઈચ્છિક બિડરે e Bkray પોર્ટલ https://ibapi.in/ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. આ પોર્ટલ પર ‘બિડર્સ રજિસ્ટ્રેશન’પર ક્લિક કરીને મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા રજિસ્ટ્રેશન કરવું પડશે.

આ પણ વાંચોઃ 2023માં આ શેર કરશે રૂપિયાનો વરસાદ, જલ્દીથી ચેક કરો યાદી અને લગાવી દો રૂપિયા

KYC દસ્તાવેજની જરૂર પડશે


બિડરે જરૂરી કેવાયસી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. કેવાયસી દસ્તાવેજ ઈ-હરાજી સેવા પ્રોવાઈડર દ્વારા વેરિફાઈ કરવામાં આવશે. આમાં 2 કાર્યકારી દિવસોનો સમય લાગી શકે છે.


વધારે જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો


પ્રોપર્ટીની હરાજી વિશે વધારે જાણકારી માટે તમે આ લિંક https://ibapi.in/https://www.bankofbaroda.in/e auction.htm?utm_source=SM&utm_medium=Post&utm_campaign=MegaAuction_km પર જઈ શકો છો.
First published:

Tags: Auction, Bank of baroda, Business news, Buy home