ફક્ત ત્રણ રૂપિયા ખર્ચ કરીને તમારા બૅંક ખાતાને સાઇબર ફ્રૉડથી બચાવો, જાણો સ્કિમ વિશે

News18 Gujarati
Updated: December 7, 2019, 8:56 AM IST
ફક્ત ત્રણ રૂપિયા ખર્ચ કરીને તમારા બૅંક ખાતાને સાઇબર ફ્રૉડથી બચાવો, જાણો સ્કિમ વિશે
પ્રતિકાત્મક તસવીર

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (NCRB)ના એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2016માં દેશમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં 6.3 ટકાનો વધારો થયો હતો.

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ટેક્નોલોજી (Technology)માં સતત બદલાવ થઈ રહ્યો છે. આ જ કારણે સાઇબર ક્રાઇમ (Cyber Crime)નું જોખમ પણ સતત વધી રહ્યું છે. આ જ કારણે લોકોને સાઇબર સુરક્ષાની પણ જરૂર પડે છે. જો તમે પણ તમારા પૈસાના સુરક્ષિત (Secure your Money) રાખવા માંગો છો તો તમે પણ વીમા પોલીસી લઈ શકો છો. એચડીએફસી ઇર્ગોએ એક સાઇબર સિક્યોરિટી પોલીસી લોંચ કરી છે. જેમાં 50 હજાર રૂપિયાનો વીમો (Insurance Policy) દરરોજ ત્રણ રૂપિયા ખર્ચ કરીને લઈ શકાય છે.

આવા જોખમ સામે રક્ષણ મળશે :

આ પોલીસી અનેક સાઇબર જોખમ સામે સુરક્ષા આપે છે. જેમાં ખોટી રીતે કરવામાં આવેલા ઑનલાઇન ટ્રાન્ઝેક્શન, ફિશિંગ અને ઇમેલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન, આઇડેન્ટિટી ચોરી (ઓળખ ચોરી) અને સાઇબર બુલિંગ સામેલ છે. એચડીએફસી ઇર્ગોની આ સાઇબર વીમા પોલીસી સામાન્ય લોકો અને તેના પરિવારને સાઇબર ફ્રૉડ, ડિજિટલ ધમકી કે સાઇબર અટેકથી થતા નાણાકીય અને પ્રતિષ્ઠા નુકસાન સામે રક્ષણ આપે છે.

એચડીએફસી ઇર્ગોના એમડીનું માનવું છે કે ઑનલાઇન બિઝનેસના કેસમાં ભારત દુનિયાનું બીજું સૌથી મોટું બજાર છે. આથી અહીં સાઇબર ઇન્શ્યોરન્સ બિઝનેસ ક્ષેત્રે ખૂબ સંભાવના રહેલી છે. સાઇબર જોખમ અને છેતરપિંડીની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે, આથી તેની વ્યવસ્થા ખૂબ પડકારભર્યું કામ છે.



આ વસ્તુઓ કવર થશે :એચડીએફસી ઇર્ગોના સાઇબર વીમામાં ઑનલાઇન છેતરપિંડી અને ફ્રૉડના લગભગ તમામ મામલા કવર કરવામાં આવે છે. આખા પરિવારની સાઇબર સુરક્ષા માટે પણ પોલીસી ખરીદી શકાય છે. હકીકતમાં આ પોલીસીમાં તમે તમારા પતિ/પત્ની અને બે બાળકો કવર થઈ શકે છે. પોલીસીમાં તમામ ડિવાઇસ અને લોકેશન સામેલ છે. એચડીએફસી ઇર્ગો સાઇબર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કોઈ પણ પ્રકારની સાઇબર છેતરપિંડીની સ્થિતિમાં કાયદાકીય ખર્ચ કાયદાકીય સલાહની પણ વ્યવસ્થા છે.

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (NCRB)ના એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2016માં દેશમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં 6.3 ટકાનો વધારો થયો હતો. વર્ષ 2015માં દેશમાં સાઇબર ફ્રૉડના 11,592 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2016માં આ પ્રકારના કેસોની સંખ્યા વધીને 12,317 પર પહોંચી હતી.
First published: December 7, 2019, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading