Home /News /business /

હવે WhatsAppથી ભરો કોઈ પણ IPO, ફટાફટ ખુલી જશે ડીમેટ એકાઉન્ટ, Upstoxની ખાસ સેવા લૉંચ

હવે WhatsAppથી ભરો કોઈ પણ IPO, ફટાફટ ખુલી જશે ડીમેટ એકાઉન્ટ, Upstoxની ખાસ સેવા લૉંચ

અપસ્ટૉક્સની વોટ્સએપ બેઝ્ડ સેવા શરૂ.

Upstox WhatsApp based services: ટ્રે઼ડિંગ પ્લેટફોર્મ Upstox તરફથી રોકાણકારો માટે વોટ્સએફ આધારિત બે સેવા લોંચ કરવામાં આવી, જેમાં વોટ્સએપ ચેટ વિન્ડોમાંથી બહાર નીકળ્યા વગર જ કોઈ પણ આઈપીઓ ભરી શકાશે.

    મુંબઈ: હવે તમે વોટ્સએપ (WhatsApp)થી ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો છો અને વોટ્સએપના માધ્યમથી જ આઈપીઓ (IPO) પણ ભરી શકો છો. ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટૉક્સ (Upstox) તરફથી રોકાણકારો માટે વોટ્સએપ આધારિક સેવાઓ લૉંચ કરવામાં આવી છે. Upstox તરફથી કહેવામાં આવ્યું છે કે, તે IPO માટે અરજી કરવાની પ્રક્રિયામાં શરૂઆતથી અંત સુધી વોટ્સએપના માધ્યમથી સેવા આપે છે. સાથે જ ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.

    Upstox તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેના પ્લેટફોર્મથી ફક્ત ઓક્ટોબર મહિનામાં 10 લાખ ગ્રાહકો જોડાયા છે. તેના કુલ યૂઝર્સની સંખ્યા 70 લાખને પાર પહોંચી છે. કંપનીએ જણાવ્યું કે તેનો ટાર્ગેટ 2022ના અંત સુધીમાં પોતાના ગ્રાહકોની સંખ્યા વધારીને 1 કરોડ સુધી લઈ જવાનો છે.

    IPO માટે વોટ્સએપના ચેટ વિન્ડોમાંથી બહાર નહીં નીકળવું પડે

    Upstoxના કહેવા પ્રમાણે નવા અને જૂના બંને ગ્રાહકોને વોટ્સએપ આધારિત સેવા મળશે. કંપનીનું કહેવું છે કે આ સેવા કસ્ટમર્સને પોતાના WhatsApp ચેટ વિન્ડોમાંથી બહાર નીકળ્યા વગર કોઈ પણ IPOને સબ્સક્રાઇબ કરવા માટે સક્ષમ બનાવે છે. Upstoxને આશા છે કે આ સેવાના કારણે તેના પ્લેટફોર્મથી આઈપીઓ અરજીની સંખ્યામાં પાંચ ગણો વધારો થઈ શકે છે.

    મળશે તમામ સવાલોના જવાબ

    ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને પણ WhatsAppના માધ્યમથી સરળ અને સુલભ બનાવવામાં આવી છે. Upstoxનું કહેવું છે કે વોટ્સએપના માધ્યમથી ડીમેટ એકાઉન્ટ ખોલતા ફક્ત એક મિનિટ લાગશે. કંપનીએ જણાવ્યું કે, 'Upstox Resources' અને 'Get Support' જેવી ટેબ ગ્રાહકોને એક ક્લિકમાં અવાન નવાર પૂછવમાં આવતા સવાલ સાથે જોડાયેલી તમામ જાણકારી આપશે.

    Upstoxના સ્થાપક Shrini Viswanath એ જણાવ્યું કે, "આ નું ફીચર્સ નવા ગ્રાહકોને જોડવાનું કામ કરશે અને રોકાણકારોને એક સરળ અને સુલભ અનુભવ પ્રદાન કરશે. છેલ્લા થોડા દિવસોથી આઈપીઓ માર્કેટમાં જે ચહલપહલ થઈ રહી છે તેને અમે અમારી કંપની સાથે વધારેમાં વધારે રોકાણકારોને જોડવાના તક તરીકે જોઈ રહ્યા છીએ."

    અપસ્ટૉક્સ તરફથી એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી કે WhatsApp કોઈ ડ દસ્તાવેજ અપલોડ નહીં કરવામાં આવે, ન તો ચેટમાં અટેચમેન્ટ તરીકે કોઈ દસ્તાવેજ મોકલવામાં આવશે.

    Upstox પર WhatsAppના માધ્યમથી કેવી રીતે ટ્રાન્ઝેક્શન કરશો?

    આ માટે યૂઝર્સે Upstoxના નંબર 9321261098ને પોતાની ફોનબુકમાં સેવ કરવો પડશે. જે બાદમાં તેના પર 'Hi' લખીને મોકલવાનું રહેશે.

    આ પણ વાંચો: Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO ભરવો કે નહીં? બે દિવસમાં ગ્રે માર્કેટ પ્રીમિયમમાં જોરદાર ઉછાળો

    WhatsAppથી IPOમાં રોકાણ:

    સ્ટેપ 1: સૌથી પહેલા Upstoxના નંબર 9321261098 પર 'Hi' લખીને મોકલો.

    સ્ટેપ 2: જે બાદમાં તમારી સમક્ષ અમુક વિકલ્પ આવશે. જેમાંથી ‘IPO Application’ પર ક્લિક કરો.

    સ્ટેપ 3: જે બાદમાં રજિસ્ટર્ડ નંબર દાખલ કરો. OTP જનરેટ કરીને તેને દાખલ કરો.

    સ્ટેપ 4: ‘Apply for IPO’ પર ક્લિક કરો.

    સ્ટેપ 5: જે આઈપીઓ ભરવો હોય તેની પસંદગી કરો.

    આ પણ વાંચો: આનંદ રાઠી વેલ્થનો આઈપીઓ આજે ખુલ્યો: જાણો પ્રાઇસ બેન્ડથી લઈને અન્ય તમામ વિગત 

    Upstox પર WhatsAppથી ડીમેટ ખાતું ખોલાવવું:

    સ્ટેપ 1: સૌથી પહેલા Upstoxના નંબર 9321261098 પર 'Hi' લખીને મોકલો.

    સ્ટેપ 2: જે બાદમાં તમારી સમક્ષ અમુક વિકલ્પ આવશે. જેમાંથી ‘Open an Account’ પર ક્લિક કરો.

    સ્ટેપ 3: મોબાઇલ નંબર નાખો. OTP દાખલ કરો.

    સ્ટેપ 4: ઈમેલ-એડ્રેસ દાખલ કરો. OTP દાખલ કરો.

    સ્ટેપ 5: જન્મ તારીખ દાખલ કરો.

    સ્ટેપ 6. PAN કાર્ડની વિગત દાખલ કરો. જે બાદમાં તમારી પાસે એક લિંક આવશે જે Upstoxના પેજ પર લઈ જશે. અહીં અમુક સામાન્ય ઔપચારિકતા પૂર્ણ કરવાની રહેશે. બાદમાં તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, Demat, Investment, IPO, Whatsapp

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन