Home /News /business /

IPO Updates: હવે વોટ્સએપથી જ ભરો આઈપીઓ, ખાસ સુવિધા લોંચ, જાણો તમામ વિગત

IPO Updates: હવે વોટ્સએપથી જ ભરો આઈપીઓ, ખાસ સુવિધા લોંચ, જાણો તમામ વિગત

આઈપીઓ

File IPO using WhatsApp: એવા ગ્રાહકો જેમની પાસે UPI આઈડી છે અને કોઈ પણ UPI-Enabled મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, તેઓ અમારી સેવાનો લાભ ઉઠાવી શકે છે.

    નવી દિલ્હી: ભારતની એક ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ કંપની જિયોજિત ફાઇનાન્સિયલે (Geojit Financial Services) બુધવારે જાહેરાત કરી છે કે તેમના રોકાણકારો માટે વોટ્સએપ (WhatsApp)ના માધ્યમથી આઈપીઓમાં રોકાણ કરવાની સુવિધા શરૂ કરી છે. પોતાની આ સુવિધા મારફતે જિયોજિત ફાઇનાન્સિયલે વોટ્સએપથી આઈપીઓ અંગે એન્ડ-ટુ-એન્ડ (End-to-End) સપોર્ટ આપવાની શરૂઆત કરી છે. જેના માધ્યમથી કોઈ પણ રોકાણકાર આઈપીઓમાં રોકાણ કરવા માટે પોતાની એપ્લિકેશન ફાઇલ કરી શકે છે. આ સુવિધાથી આઈપીઓ ભરવાનું કામ ખૂબ જ સરળ બની જશે. આ માટે યૂઝર્સે વોટ્સએપના ચેટ વિન્ડોના બહાર નીકળવાની પણ જરૂર નથી.

    આ સર્વિસિસમાં એક મહત્ત્વના ફીચર અંતર્ગત તમને એક એમ્બેડેડ ઑપ્શન મળે છે, જેને e-IPO કહેવામાં આવે છે. e-IPOના માધ્યમથી કોઈ રોકાણકાર સરળતાથી આઈપીઓની પ્રોસેસ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો જિયોજિતનો કોઈ ગ્રાહક કોઈ પણ આઈપીઓમાં વોટ્સએપના ચેટ વિન્ડોના માધ્યમથી કોઈ પણ એપને ખોલ્યા વગર અને લોગીન કર્યા વગર આઈપીઓ ભરી શકશે અને આ માટે અરજી કરી શકશે.

    અન્ય સેવા પણ મળશે

    જિયોજિત ટેક્નોલૉજી તરફથી વિકસિત આ વોટ્સએપ ચેનલમાં જિયોજિતના ગ્રાહકોને સરળતાથી ટ્રેડિંગ કરવા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પણ સુવિધા મળશે. જેમાં બજાર સંબધિત અન્ય જાણકારી પણ ઉપલબ્ધ હશે. આ ચેનલને વિકસિત કરવા માટે જિયોજિત ટેક્નોલોજીએ સુરક્ષા માપદંડોનું ખાસ ધ્યાન રાખ્યું છે.

    આ પણ વાંચો: Russia Ukraine યુદ્ધ વચ્ચે ટળી શકે છે LIC IPO

    આઈપીઓની પ્રક્રિયા ખૂબ સરળ બનશે

    જિયોજિતના ચીફ ડિજિટલ ઑફિસર Jayadev M. Vasantham નું કહેવું છે કે આઈપીઓ સેવા લોંચનો અમારો આ પ્રયાસ અમારા એ પ્રયાસનો હિસ્સો છે જે અંતર્ગત અમે અમારા ગ્રાહકોને ખૂબ જ સરળ અને શાનદાર સેવા આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમારી વોટ્સએપ ઇન્ટીગ્રેટેડ IPO સર્વિસ આઈપીઓ માટે એપ્લીકેશન પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી દે છે. જેના માધ્યમથી અમુક જ મિનિટોમાં વોટ્સએપ ચેટ વિન્ડોને બંધ કર્યાં વગર સરળતાથી આઈપીઓ માટે રોકાણ કરી શકાય છે.



    આ પણ વાંચો: માર્ચમાં LICની સાથે આ 6 મોટી કંપનીઓના IPO પણ થઈ શકે છે લોન્ચ

    તેમણે વધુમાં જણાવ્યુ કે, એવા ગ્રાહકો જેમની પાસે UPI આઈડી છે અને કોઈ પણ UPI-Enabled મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, તેઓ અમારી સેવાનો લાભ ઉઠાવી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, LIC IPO, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन