Home /News /business /કેન્દ્ર સરકારે રાઉન્ડઅપ પર લગાવ્યો પ્રતિબંધ, હવે ખેડૂતો નહિ કરી શકે ગ્લાયફોસેટનો ઉપયોગ
કેન્દ્ર સરકારે રાઉન્ડઅપ પર લગાવ્યો પ્રતિબંધ, હવે ખેડૂતો નહિ કરી શકે ગ્લાયફોસેટનો ઉપયોગ
ગ્લાયફોસેટ પર પ્રતિબંધ માટે સરકારે સૂચના જાહેર કરી
Glyphosate Ban : ગ્લાયફોસેટ પર પ્રતિબંધ માટે સરકારે સૂચના પણ જાહેર કરી છે. ભારતમાં કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રમાં તેના પર પહેલીવાર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. સરકારના પ્રતિબંધના નિર્ણયને જ્યાં દેશના નાગરિકોના સ્વાસ્થ્ય માટે એક સારી ખબર છે, જ્યારે ગ્લાયફોસેટ બનાવનારી કંપનીઓ પર તેનો ઘણી ખરાબ અસર થશે.
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં વિવાદનું કેન્દ્ર બનેલા વીડ કિલર ગ્લાયફોસેટ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. ખેડૂતોની વચ્ચે રાઉન્ડઅપના નામથી પ્રખ્ચાત આ હર્બિસાઈડથી કેન્સર થવાનું જોખમ બતાવવામાં આવ્યુ છે. પાકોમાં નીંદણને દૂર કરવા માટે તેનો ઘણો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. તે સસ્તુ અને પ્રભાવી રસાયણ છે. આ જ કારણે ગ્લાયઈફોસેટનું વધારે પ્રમાણમાં વેચાણ થાય છે. ગ્લાયફોસેટ પર પ્રતિબંધની ખબરથી આજે સમીટોમો કેમિકલ્સના શેર ઈન્ટ્રાડેમાં 9 ટકા ઘટાડો થયો છે. સુમીટોમો ગ્યાઈફોસેટ બનાવનારી દેશની મુખ્ય કંપની છે.
ગ્લાયફોસેટ પર પ્રતિબંધ માટે સરકારે સૂચના પણ જાહેર કરી છે. ભારતમાં કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રમાં તેના પર પહેલીવાર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. સરકારના પ્રતિબંધના નિર્ણયને જ્યાં દેશના નાગરિકોના સ્વાસ્થ્ય માટે એક સારી ખબર છે, જ્યારે ગ્લાયફોસેટ બનાવનારી કંપનીઓ પર તેનો ઘણી ખરાબ અસર થશે. સીએમબીલી-આવાઝના યતિન મોતાનું કહેવુ છે કે, ગ્લાયફોસેટ પર પ્રતિબંધથી સુમીટોમો કેમિકલ્સ કંપનીની આવક પર 20 ટકા સુધી અસર થશે.
ગ્લાયફોસેટ અક અસરકારક અને બહુ જ સસ્તું વીડ કિલર છે. જેથી વ્યાપક પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે 1974માં રાઉન્ડઅપ બ્રાંડ નામ હેઠળ ગ્લાયફોસેટને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવ્યુ, ત્યારે તેને બહુ જ સુરક્ષિત માનવામાં આવતુ હતું. પરંતુ. ગત કેટલાક વર્ષોમાં તે ચર્ચાનો વિષય બનેલું છે. 2018માં અમેરિકાના એક માળીને કેન્સર થવા પર તેને બનાવનારી કંપની મોન્સેન્ટોને 29 કરોડ ડોલરોનું નુકસાન ચૂકવવું પડ્યુ હતું. જો કે, કંપનીનું કહેવુ હતુ કે, ગ્લાયફોસેટથી કેન્સર થતું નથી.
2018 સુધી ગ્લાઈપોસેટ બનાવનારી કંપની મોન્સેન્ટો પર આ રસાયણથી સંબંધિત 1,25,000 કેસો સામે આવ્યા. જર્મન કંપની બેયરે 2018માં રાઉન્ડઅપની શોધ કરનારી કંપની મોન્સેન્ટોને ખરીદી તો તેને આ મુકદ્દમા પણ વારસામાં મળ્યા. જો કે, બેયરે ઘણા મુકદ્દમાનું સમાધાન કરી દીધું છે.
સુમીટોમોના શેર ઘટ્યા
બજાણ નિષ્ણાતોનું કહેવુ છે કે, સુમીટોમો કેમિકલ્સની આવકમાં લગભગ 20 ટકા હિસ્સો ગ્લાયફોસેટનો છે. એટલા માટે આજે પ્રતિબંધની ખબર સામે આવતા જ શેરોમાં ભારે ઘટાડો થયો છે. ઈન્ટ્રાડેમાં 473.75 થી નીચા સ્તરે ઘટ્યા બાદ, સુમીટોમોના શેર આજે 4.46 ટકા ગબડીને 506.36 રૂપિયા પર બંધ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર