Business Opportunity: ખાલી 35 હજાર રૂપિયામાં શરૂ કરો પોતાનો વેપાર, કરો લાખોની કમાણી!

સુકન્યા સમૃદ્ધિ યોજના - આ યોજના ફક્ત 10 વર્ષ સુધીની પુત્રી માટે છે અને તે ખૂબ લોકપ્રિય છે. 1 એપ્રિલ 2021થી નવા વ્યાજ દરો લાગુ થશે. હાલમાં તેના પર 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં, વ્યક્તિ તેની બે પુત્રી માટે ખાતું ખોલી શકે છે. 21 વર્ષની ઉંમરે પુત્રીઓ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. આ યોજનામાં, રકમ 9 વર્ષ અને 4 મહિનામાં બમણી થઇ જાય છે.

તમે ઇચ્છો તો મુદ્રા લોનની મદદથી આ વેપાર શરૂ કરી શકો છો. હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ વેપાર શરૂ કરવા માટે કેટલા રૂપિયા લાગે છે અને કેટલા રૂપિયાની કમાણી તમે કરી શકો છો.

  • Share this:
    જો તમે કોઇ વેપાર શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે અમે તમને એક તેવા બિઝનેસ વિષે જણાવી રહ્યા છે જેના દ્વારા તમે સારી કમાણી કરી શકો છો. હાલ ખરીફ 2020-21 માટે ડાંગરની ખરીદી ચાલી રહી છે. આ સીઝનમાં તમે રાઇસ પ્રોસેસિંગ યુનિટ લગાવીને સારી કમાણી કરી શકો છો. આ વેપારની શરૂઆત કરવામાં સરકાર પણ તમારી મદદ કરશે. તમે ઇચ્છો તો મુદ્રા લોનની મદદથી આ વેપાર શરૂ કરી શકો છો. હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ વેપાર શરૂ કરવા માટે કેટલા રૂપિયા લાગે છે અને કેટલા રૂપિયાની કમાણી તમે કરી શકો છો.

    ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી કમીશનની તરફથી અનેક પ્રોજેક્ટ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોફાઇલના આધાર પર તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી લોન માટે એપ્લાય કરી શકો છો. આ રિપોર્ટ મુજબ જો તમે રાઇસ મિલ જેને પૈડી પ્રોસેસિંગ યુનિટ પણ કહેવાય છે તેને શરૂ કરવા માંગો છો તો તમારે લગભગ 1000 વર્ગ ફૂડના શેડને ભાડા પર લેવું પડશે.

    આ પછી તમારે પૈડી ક્લીનર વિથ ડસ્ટ બાઉલર, પૈડા સેપરેટર, પૈડી દિયૂસ્કર, રાઇસ પોલિશર, બ્રાન પ્રોસેસિંગ સિસ્ટમ, એસપ્રિરટર ખરીદવું પડશે. અંદાજીત આ તમામ પર લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. આ સિવાય વર્કિંગ કેપિટલની તરીકે લગભગ 50 હજાર રૂપિયા રાખવા પડશે. આમ તમે 3.50 લાખ રૂપિયામાં રાઇસ મિસ શરૂ કરી શકો છો.

    આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે 3.50 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ સિવાય જો તમારી પાસે વેપારમાં રોકાણ કરવા માટે આટલા પૈસા નથી તો તમે મુદ્રા લોન લઇ શકો છો. સરકાર આમાં તમને 90 ટકાની લોનની સુવિધા આપે છે. આમ તમે ખાલી 35,000 રૂપિયા લગાવીને આ વેપાર શરૂ કરી શકો છો.

    વધુ વાંચો : "તું મારી સાથે આ રીતે સેક્સ નહિ કરે તો હું બીજા લગ્ન કરી લઈશ", વિકૃત પતિ સામે મહિલાએ નોંધાવી ફરિયાદ

    લોન માટે શું કરવું?
    જો તમે સરકારથી ફાઇનેંશિયલ સપોર્ટ લેવા માંગો છો તો તમે વડાપ્રધાન ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ લોન માટે પણ એપ્લાય કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમે 90 ટકા સુધીની લોન આપવામાં આવશે. લોન માટે ઓનલાઇન એપ્લાય કરી શકાય છે. આ નીચેની લિંક પર ક્લિક કરો. https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp

    કેટલી થશે કમાણી?
    આ પ્રોજે્ટ હેઠળ તમે લગભગ 370 ક્વિટલ રાઇસ પ્રોસેસિંગ કરી શકો છો. જેનું કોસ્ટ ઓફ પ્રોડક્શન લગભગ 4.45 લાખ રૂપિયા થશે. જો તમે બધા માલ આગળ વેચી લો છો તો તમારી સેલ્સ લગભગ 5.54 લાખ રૂપિયાની થશે. એટલે કે તમે લગભગ 1.10 લાખ રૂપિયા સુધી કમાઇ શકો છો.

    તો રીતે તમે પણ આ વેપાર કરીને સારી કમાણી કરી શકો છો.
    Published by:Chaitali Shukla
    First published: