નવી દિલ્હીઃ નવા વર્ષમા; તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો, તેના માટે આપની પાસે માત્ર 5 અને 10 રૂપિયાના સિક્કા હોવા જોઈએ. આપને આ એન્ટિક સિક્કા (Antic Coins)ની તસવીરો વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ લોકો આપના સિક્કા માટે બોલી લગાવશે (Coins Online Auction) અને આપ ઈચ્છો તેને સિક્કા વેચીને લાખોની કમાણી કરી શકો છો. આવો આપને જણાવીએ કે કયા કયા 5-10 રૂપિયાવાળા સિક્કા જોઈશે એન તમે કેવી રીતે કમાણી કરી શકો છો...
કયા સિક્કા બનવશે લખપતિ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈન્ડિયામાર્ટની વેબસાઇટ પર જૂના સિક્કા અને નોટોની હરાજી થઈ રહી છે. જો તમે જૂની વસ્તુઓને એકત્ર કરવાનો શોધ ધરાવો છો તો આપનો આ શો લખપતિ પણ બનાવી શકે છે. તેના માટે આપને 10 કે 5 રૂપિયાવાળા આ સિક્કા જોઇશે, જેની પર વૈષ્ણો દેવી માતાની ઇમેજ બનેલી હોય.
માતા વૈષ્ણો દેવીના 5 અને 10 રૂપિયાના સિક્કાની ખૂબ છે ડિમાન્ડ
પૈસા કમાવાની આ રીત હાલના દિવસોમાં ઇ-કોમર્સ (e-commerce) વેબસાઇટ ઉપર પણ ટ્રેન્ડ કરી રહી છે. જો આપની પાસે માતા વૈષ્ણો દેવી (Mata Vaishno Devi)ના 5 અને 10ના સિક્કા છે તો આપે તેને વેચીને પૈસા કમાવી શકો છો. નોંધનીય છે કે સિક્કો વર્ષ 2002માં ઇસ્યૂ કરવામાં આવ્યો હતો. માતા રાનીની તસવીર હોવાના કારણે લોકો આ સિક્કાઓને ઘણા લકી માને છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી લોકો આ પ્રકારના સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
આ સિક્કાઓને હરાજીમાં વેચીને તમે 10 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે આ સિક્કાની બોલી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો.
ક્યાં વેચી શકાય છે આ સિક્કા?
નોંધનીય છે કે, ઈન્ડિયામાર્ટ પર આ સિક્કાઓને ઘરે બેઠા સારા ભાવે વેચી શકાય છે. અન્ય પ્લેટફોર્સ્આ ઉપર પણ આ સિક્કાઓના સારા ભાવ મળશે. આ કંપનીની સાઇટ પર જઈને તમે આ સિક્કા સેલ કરી શકો છો. તેના બદલામાં આપને લાખો રૂપિયા મળી શકે છે.