દુનિયાની પહેલી 'સોલર ટ્રેન' બનશે દિલ્હીની મેટ્રો

DMRCને મધ્ય પ્રદેશ રીવા સોલર પાવર પ્રોજેક્ટ પ્લાન્ટમાંથી 27 MW વિજળી મળી

News18 Gujarati
Updated: April 22, 2019, 6:03 PM IST
દુનિયાની પહેલી 'સોલર ટ્રેન' બનશે દિલ્હીની મેટ્રો
દુનિયાની પહેલી સોલર ટ્રેન બનશે દિલ્હીની મેટ્રો
News18 Gujarati
Updated: April 22, 2019, 6:03 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન (DMRC) દુનિયાનું પહેલું એવું રેલ નેટવર્ક બનવા જઇ રહ્યું છે, જે સંપૂર્ણ રીતે સોલર એનર્જી પર ચાલશે. DMRCને મધ્ય પ્રદેશ રીવા સોલર પાવર પ્રોજેક્ટ પ્લાન્ટમાંથી 27 MW વિજળી મળી. આવું પહેલીવાર છે કે ડીએમઆરસીને કોઇ ઓફ સાઇટ સોર્સથી વિજળી મળી છે. અત્યાર સુધી સોલર એનર્જીનો ઉપયોગ માત્ર મેટ્રોના AC અને લાઇટ્સ માટે કરાતો હતો. જ્યારે હવે સોલર પાવરનો ઉપયોગ મેટ્રોના ઑપરેટિંગ માટે પણ કરાશે.

ડીએમઆરસી તેની જરૂરીયાતની 60 ટકા વિજળીનો ઉપયોગ સોલર એનર્જી દ્વારા કરે છે. પરંતુ 2021 સુધી ડીએમઆરસી તેની તમામ જરૂરીયાત માટે સોલર એનર્જીનો ઉપયોગ કરશે. આ સાથે જ ડીએમઆરસી 41 કરોડ સુધીનો ખર્ચ બચાવી શકશે. હાલમાં જ ડીએમઆરસીને મધ્ય પ્રદેશના રીવા પાવર પ્લાન્ટથી 27 MW વિજળી પ્રાપ્ત થઇ છે, પરંતુ ટૂંક સમયમાં જ તે વધીને 99 MW સુધી થઇ જશે.

આ પણ વાંચો: કાર ચાલક સાવધાન! અકસ્માત થવા પર આપવું પડશે વળતર, નહીં તો ગાડી થશે હરાજી

1 વર્ષમાં મળશે 345 MU વિજળી

ડીએમઆરસીના નિવેદન પ્રમાણે, ડીએમઆરસીને રીવા પાવર પ્લાન્ટથી 1 વર્ષમાં 345 મિલિયન યુનિટ વિજળી મળશે. વર્ષ 2018-19માં દિલ્હી મેટ્રો દ્વારા 1092 MU વિજળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રીવા ઉપરાંત ડીએમઆરસી પોતાની રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ પ્લાન્ટ દ્વારા 28 MW વિજળી બનાવે છે. આ તમામ સોલર પ્લાન્ટ દિલ્હી મેટ્રો સ્ટેશન, ડીપો અને કોલોનીમાં લાગેલા છે.

ડીએમઆરસીના અધિકારીએ જણાવ્યું કે, આ નવી પહેલની શરૂઆત કરવા માટે ડીએમઆરસીના MD મંગુ સિંહે ગુરુવારે જેએલએન સ્ટેડિયમ સ્ટેશનથી કેન્દ્રીય સચિવાલય સ્ટેશન સુધી સોલર એનર્જી દ્વારા ચલનારી મેટ્રો ટ્રેનમાં સફર કર્યું.
First published: April 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...