હવે આ નંબરો પર કરો આ રીતે HP, Bharat, Indane Gas Cylinderનું બુકિંગ, આજે જ મોબાઈલમાં કરી લો સેવ

હવે આ નંબરો પર કરો આ રીતે HP, Bharat, Indane Gas Cylinderનું બુકિંગ, આજે જ મોબાઈલમાં કરી લો સેવ
પ્રતિકાત્મક તસવીર

હવે તમે ઘરેથી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) બુક કરાવી શકો છો. આ માટે તમારે ક્યાંય પણ જવું નહીં પડે અથવા પરેશાન નહીં થવું પડે.

 • Share this:
  નવી દિલ્હી: ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે સારા સમાચાર છે, હવે તમે ઘરેથી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) બુક કરાવી શકો છો. આ માટે તમારે ક્યાંય પણ જવું નહીં પડે અથવા પરેશાન નહીં થવું પડે. સરકારી ઓઈલ કંપનીઓ એલપીજી રિફિલ કરવા માટે ગ્રાહકોને વોટ્સએપ (WhatsApp) અને SMS સુવિધા આપી રહી છે. ભારત ગેસ સિલિન્ડર (Bharat Gas Cylinder), ભારતની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓમાંની એક ઇન્ડિયન ગેસ સિલિન્ડર (Indane Gas Cylinder), અને એચપી ગેસ(HP Gas Cylinder) ના ગ્રાહકો ઘરે બેઠા સિલિન્ડર મેળવવા માટે સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકે છે.

  એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવાની આ પાંચ અલગ અલગ રીતો છે-


  1 ગેસ એજન્સી અથવા ડિસ્ટ્રીબ્યુટર સાથે વાત કરીને.
  2 મોબાઇલ નંબર પર કોલ કરીને
  3 વેબસાઇટ https://iocl.com/Products/Indanegas.aspx ની મુલાકાત લઈને ઓનલાઇન બુકિંગ
  4 કંપનીના વોટ્સએપ નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલીને
  5 ઇન્ડેનની એપ્લિકેશન ડાઉનલોડ કરીને

  ભારત ગેસના ગ્રાહકોએ આ રીતે સિલિન્ડર બુક કરાવવું જોઈએ
  >> ભારત ગેસ બુક કરવા માટે, તમારે તમારા મોબાઇલમાં 1800224344 (Bharat Gas Whatsapp Booking number) સેવ કરવો પડશે.
  >> નંબર સેવ કર્યા પછી, તમારે વોટ્સએપ પર જવું પડશે. આ પછી, સાચવેલ ભારત ગેસ એટલે કે ભારત પેટ્રોલિયમ સ્માર્ટ લાઇન નંબર ખોલો.
  >> આ પછી, હાય, વોટ્સઅપ પર Hii, Hello લખીને મોકલો તરત જ એક પ્રત્યુત્તર આવશે, જેનું એજન્સી દ્વારા વોટ્સએપ પર સ્વાગત કરવામાં આવશે.
  >> જ્યારે પણ તમારે સિલિન્ડર બુક કરાવવું હોય, ત્યારે Book વોટ્સ એપ પર લખીને Book લખીને મોકલો. તમે બુક લખીને મોકલો કે તરત જ તમને ઓર્ડરની વિગતો મળી જશે અને કયા દિવસે સિલિન્ડર પહોંચાડાશે, તે વોટ્સએપ પર પણ આવશે.

  અહીં છે દેશનું સૌથી મોટું સેકન્ડ હેન્ડ Car માર્કેટ, 50,000 wagon r, કેમ સસ્તી કાર મળે છે?

  અહીં છે દેશનું સૌથી મોટું સેકન્ડ હેન્ડ Car માર્કેટ, 50,000 wagon r, કેમ સસ્તી કાર મળે છે?

  ઇન્ડેન ગેસ ગ્રાહકો આ રીતે સિલિન્ડર બુક કરે છે
  >> ઇન્ડેન ગેસના ગ્રાહકો 7588888824  (Indane Gas Whatsapp Booking number) નંબર પર બુક કરાવી શકશે.
  >> વપરાશકર્તાઓ તેમના મોબાઇલમાં આ નંબર 7588888824 સેવ કરી લો.
  >> તે પછી વોટ્સઅપ એપ ખોલો. સાચવેલો નંબર ખોલો અને Book લખીને મોકલો અથવા તમારા રજિસ્ટર કરેલા નંબર પરથી Book અથવા REFILL# લખીને મોકલો.
  >> તમે REFILL# લખીને મોકલો કે તરત જ ઓર્ડર પૂર્ણ થઈ જશે.
  >> જ્યારે જવાબમાં સિલિન્ડર બુકિંગ ક્યારે પહોંચાડવામાં આવશે, તેની તારીખ પણ લખેલી આવશે.

  Car-બાઇક ચાલકો માટે Big News! વાહન રજિસ્ટ્રેશનના નિયમમાં થશે ફેરફાર, શું થશેફાયદો?

  Car-બાઇક ચાલકો માટે Big News! વાહન રજિસ્ટ્રેશનના નિયમમાં થશે ફેરફાર, શું થશેફાયદો?

  HP ગ્રાહકો આ રીતે સિલિન્ડર બુક કરાવી શકે છે-
  >> એચપી ગ્રાહકો તેમના મોબાઇલમાં આ નંબર 9222201122 (HP Gas Cylinder Whatsapp Booking number 9222201122 ) સેવ કરી લે.
  >> આ નંબર સેવ કર્યા પછી, વોટ્સ એપ ખોલો અને સેવ કરેલો નંબર ખોલો.
  >> સેવ કરેલા એચપી ગેસ સિલિન્ડર નંબર પર Book લખો અને મોકલો.
  >> તમે તમારા નોંધાયેલા નંબરમાંથી એચપી ગેસના આ નંબર પર Book મોકલતાની સાથે જ વિગતો વોટ્સએપ પર મોકલવામાં આવશે.
  >> તેમાં સિલિન્ડરની ડિલીવરી તારીખ સહિત સંપૂર્ણ વિગતો લખવામાં આવશે.

  નોંધાયેલ નંબર મેળવો
  તમને જણાવી દઇએ કે, એજ નંબર સાથે તમે ગેસ સિલિન્ડર બુક કરી શકો છો, જે નંબર તમારે એજન્સીમાં રજિસ્ટર થયેલ છે. તમે ગેસ સિલિન્ડર રજીસ્ટર કર્યા વિના બુક કરી શકતા નથી.
  Published by:kiran mehta
  First published:December 01, 2020, 16:23 pm