પૈસા ચુકવ્યા વગર રેલવેમાં બુક કરો ટિકિટ, જાણો IRCTCની ખાસ ઓફર

News18 Gujarati
Updated: April 19, 2019, 10:08 AM IST
પૈસા ચુકવ્યા વગર રેલવેમાં બુક કરો ટિકિટ, જાણો IRCTCની ખાસ ઓફર
પ્રતિકાત્મક તસવીર

આવું કરવા માટે અર્થશાસ્ત્ર પ્રાઇવેટ લિમિટેડનો પાયલટ પ્રોજેક્ટ ઇ-પે લેટર (ePayLater) તમારી મદદ કરી શકે છે.

  • Share this:
જો તમે ટ્રેન ટિકિટ બુક કરવા માંગો છો અને તમારી પાસે પૈસા નથી તો શું કરશો? આવી સ્થિતિમાં તમે ટિકિટ બુક નહીં કરાવી શકો. જોકે, તમારે આવું કરવાની જરૂર નથી. પૈસા ન હોવા પર પણ તમે રેલ ટિકિટ બુક કરાવી શકો છો. તમે 14 દિવસ પછી પૈસાની ચૂકવણી કરી શકો છો. આવું કરવા માટે અર્થશાસ્ત્ર પ્રાઇવેટ લિમિટેડનો પાયલટ પ્રોજેક્ટ ઇ-પે લેટર (ePayLater) તમારી મદદ કરી શકે છે. આ પ્રોજેક્ટને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને (IRCTC)એ રજૂ કર્યો છે. તો જાણીએ શું છે આ પ્રોજેક્ટ...

શું છે ePayLater?

આ સ્કિમ અંતર્ગત કોઈ પણ ગ્રાહક IRCTCની વેબસાઇટ પર કોઈ પણ પેમેન્ટ કર્યા વગર ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકે છે અને ચૂકવણી 14 દિવસ પછી કરી શકે છે. આ સેવાનો લાભ લેનાર મુસાફરોએ ચૂકવણી કરતી વખતે 3.5 ટકા સર્વિસ ચાર્જ ચુકવવો પડશે. જો તમે 14 દિવસની અંદર જ ચૂકવણી કરી દો છો તો તમારે કોઈ ચાર્જ ચુકવવો પડશે નહીં. જો તમે સમયસર ચૂકવણી કરો છો તો તમારો ક્રેડિટ સ્કોર પણ વધી શકે છે.

આ સેવાનો લાભ તમે IRCTCના એકાઉન્ટથી લઈ શકો છો. એક વાત નોંધી લો કે તમે જે ટિકિટ લો છો તેની કિંમત તમારી ક્રેડિટ લિમિટથી વધારે ન હોવી જોઈએ અને યોગ્ય સમયે ચૂકવણી થવી જોઈએ. જો તમે ચૂકવણી કરવામાં મોડું કરો છો તો તમારી ક્રેટિડ ઘટી જશે અને જે બાદમાં તમે આ સુવિધાનો લાભ પણ નહીં લઈ શકો.આ માટે શું કરવાનું રહેશે?આ સ્કિમનો લાભ લેવા માટે તમારે સૌપ્રથમ IRCTCમાં એકાઉન્ટ ખોલવું પડશે. જો તમારું એકાઉન્ટ છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. જે બાદમાં તમારે જે ટ્રેનની ટિકિટ લેવી છે તે પસંદ કરવી પડશે. અંતે તમારે ટિકિટ બુક કરવા માટે ઓપ્શન ક્લિક કરવાનું રહેશે. છેલ્લે પેમેન્ટનો વિકલ્પ આવશે ત્યારે તમને ક્રેડિટ, ડેબિટ, BHIM App, નેટ બેન્કિંગ સહિત ePayLaterનો પણ વિકલ્પ જોવા મળશે.

ક્લિક કર્યા બાદ આ સુવિધાનો લાભ લેવા માટે તમારે ePayLater પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ માટે તમારે www.epaylater.in પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ તમને બિલ પેમેન્ટનો વિકલ્પ મળશે. જેને પસંદ કર્યા પછી તમે પેમેન્ટ કર્યા વગર જ ટિકિટ બુક કરાવી શકો છો.

જો તમે ટિકિટ બુક કર્યાના 154 દિવસમાં પેમેન્ટ નથી કરતા તો ટિકિટની કિંમત પર તમારે વ્યાજ ચુકવવું પડશે. તેમ છતાં તમે ટિકિટના પૈસા નથી ચુકવતા તો તમારું આઈઆરસીટીસીનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.
First published: April 19, 2019, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading