Home /News /business /હવે કેનેડામાં મળી શકે છે એક્સપ્રેસ એન્ટ્રી, આ 16 વ્યવસાયમાં સીધી જ મળી જશે નોકરી

હવે કેનેડામાં મળી શકે છે એક્સપ્રેસ એન્ટ્રી, આ 16 વ્યવસાયમાં સીધી જ મળી જશે નોકરી

કેનેડામાં મળશે સીધી નોકરી

કેનેડાની સરકારે કહ્યુ છે કે, તેઓ તે વસાહતીઓનું સ્વાગત કરવા માટે કામ કરી રહ્યા છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે શ્રમની અછતને દૂર કરવા માટે જરૂરી કૌશલ્યો લાવે છે.

  નવી દિલ્હીઃ કેનેડાની સરકારે કહ્યુ છે કે, તેઓ તે વસાહતીઓનું સ્વાગત કરવા માટે કામ કરી રહ્યા છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે શ્રમની અછતને દૂર કરવા માટે જરૂરી કૌશલ્યો લાવે છે.

  NOC 2021ના અમલીકરણની જાહેરાત


  કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા મંત્રી શોન ફ્રેજરે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ હેઠળ મેનેજ્ડ ઈમીગ્રેશન પ્રોગ્રામ્સ માટે નેશનલ ઓક્યુપેશનલ ક્લાસિફિકેશન 2021ના અમલીકરણની જાહેરાત કરી છે. નવી એનઓસી શ્રેણીઓનો ઉપયોગ કરવાથી કેનેડાને સ્વાસ્થ્ય, નિર્માણ અને પરિવહન જેવા ઉચ્ચ માંગવાળા ક્ષેત્રોમાં વૈશ્વિક પ્રતિભા મેળવવા માટે મદદ મળશે.

  નર્સ સહયોગી, લાંબગાળા માટે સંભાળ સહાયક, હોસ્પિટલ એટેન્ડન્ટ્સ, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય શિક્ષક સહાયક અને પરિવહન ટ્રક ચાલક હવે એક્સપ્રેસ એન્ટ્રીમાં સામેલ 16 વ્યવસાયોમાંના થોડા ઉદાહરણ છે.

  કેનેડાના શ્રમ બજારમાં બધી જ નોકરીઓને ટ્રેક કરવા અને વર્ગીકૃત કરવા માટે એનઓસી શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે અને અર્થવ્યવસ્તઆ અને કાર્યની પ્રકૃતિમાં ફેરફારને પ્રતિબંબિત કરવા માટે અપડેટ કરવામાં આવે છે. એનઓસી સિસ્ટમમાં ફેરફાર અસ્થાયી કર્મચારીઓ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કાયમી રહેઠાણનો માર્ગ વિસ્તારવા માટે મંત્રીની પ્રતિબદ્ધતાનુ સમર્થન કરે છે, કારણ કે એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ વધારે નોકરીઓ મેનેજ્ડ કાર્યક્રમો માટે લાયક બનશે.

  આ પણ વાંચોઃ જલ્દી કરો! રૂ.67,200નું Daikin 1.5 Ton Split AC મળી રહ્યુ છે માત્ર 18 હજારમાં, બચ્યો છે થોડો જ સ્ટોક

  ‘મજૂરોની અછતને પહોંચી વળવા માટે અમે અમારી પાસે ઉપલબ્ધ બધા જ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છીએ, વિશેષ રૂપથી સ્વાસ્થ્ય સંભાળ, નિર્માણ અને પરિવહન જેવા મુખ્ય ક્ષેત્રોમાં. આ પરિવર્તનોથી તે લોકોને મદદ મળશે જેમને આ સેવાઓની જરૂર છે, અને તેઓ નોકરીદાતાઓને વધુ મજબૂત વર્કફોર્સ પ્રદાન કરીને તેમનું સમર્થન કરશે, જેના પર અમે અમારી અર્થવ્યવસ્થાને એક સમૃદ્ધ ભવિષ્ય તરફ લઈ જવા માટે આધાર રાખી શકીએ છીએ. ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી શોન ફ્રેજરે કહ્યુ કે, ‘આ ઈનડિમાન્ડ વર્કસ માટે કેનેડામાં કાયમી રહેઠાણ માટે વિસ્તારિત માર્ગોની જાહેરાત કરતા હું રોમાંચિત છું.’


  નીચેના 16 વ્યવસાયોમાં કાર્ય અનુભવ ધરાવતા વિદેશી નાગરિકો હવે એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા અરજી કરવા પાત્ર છે:

  ડેન્ટલ આસિસ્ટન્ટ અને ડેન્ટલ લેબોરેટરી આસિસ્ટન્ટ

  નર્સ સહાયક અને દર્દી સેવા સહાયક

  ફાર્મસી ટેકનિકલ આસિસ્ટન્ટ અને ફાર્મસી આસિસ્ટન્ટ

  પ્રાથમિક તેમજ માધ્યમિક વિદ્યાલય શિક્ષક સહાયક

  શેરિફ અને બેલિફ

  સુધારાત્મક સેવા અધિકારી

  નાયબ કાયદા અમલીકરણ અને અન્ય નિયમનકારી અધિકારીઓ

  એસ્થેટિશિયન, ઈલેક્ટ્રોલોજિસ્ટ અને સંબંધિત વ્યવસાય

  રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઈન્સ્ટોલર અને સર્વિસર

  પેસ્ટ કંટ્રોલર અને ફ્યિર્મિગેટર

  આ પણ વાંચોઃ હવે WhatsApp યૂઝર્સને મળશે નવી સુવિધા, ડેસ્કટૉપ વર્ઝન માટે રજૂ કરવામાં આવ્યુ આ ફીચર્સ

  અન્ય રિપોર્રસ અને સેવાદાર

  ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર

  બસ ડ્રાઈવર, સબવે ઓપરેટરો અને ટ્રાન્ઝિટ ઓપરેટરો

  હેવી મશીન ઓપરેટર

  એયરક્રાફ્ટ એસેમ્બલર અને એરક્રાફ્ટ એસેમ્બલી ઈન્સ્પેક્ટર


  એનઓસી કેનેડામાં વ્યવસાયો માટે રાષ્ટ્રીય સંદર્ભ છે. તે એક વ્યવસ્થિત વર્ગીકરણ સંરચના પ્રદાન કરે છે જે શ્રમ બજારની જાણકારી અને રોજગારી સાથે સંબંધિત કાર્યક્રમ વહીવટ માટે, વ્યાવસાયિક ડેટા એકત્રિત કરવા, વિશ્લેષણ કરવા અને પ્રસારિત કરવા માટે કેનેડામાં વ્યવસાયિક પ્રવૃતિની સમગ્ર શ્રેણીનું વર્ગીકરણ કરે છે. વ્યવસાયિક જાણકારી શ્રમ બજાર અને કરિયર ઈન્ટેલિજન્સ, કોશલ્ય વિકાસ, વ્યવસાયિક પૂર્વાનુમાન. શ્રમ પુરવઠો અને માંગ વિશ્લેષણ, રોજગાર ઈક્વિટી અને ઘણા અન્ય કાર્યક્રમો અને સેવાઓનું સમર્થન કરે છે. ઈમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા કેનેડા તેના અસ્થાયી અને સ્થાયી નિવાસના કાર્યક્રમો માટે વ્યવસાયિક પાત્રતા માપદંડ નિર્ધારિત કરવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે એનઓસીનો ઉપયોગ કરે છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Canada, Job and Career

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन