નવી દિલ્હી : કોરોના વાયરસનો કહેર (Covid-19 pandemic) દેશ અને દુનિયામાં વધી રહ્યો છે. તેનાથી બચવા માટે અલગ-અલગ ઉપાય કરવામાં આવી રહ્યા છે. કોરોના કાળમાં ઓટો રિક્ષાની સવારી સુરક્ષિત કરવા માટે ઉબર અને બજાજે હાથ મિલાવ્યો છે. બંને કંપનીઓ દેશમાં 1 લાખ રિક્ષામાં ડ્રાઇવરની સીટ પાછળ સુરક્ષા પાર્ટિશન ઇન્સ્ટોલ કરવા માટે રિક્ષા ડ્રાઇવર્સ સાથે ભાગીદારી કરી રહી છે. આ સુરક્ષા પાર્ટિશન ડ્રાઇવર અને મુસાફર વચ્ચે સંપર્કને બાધિત કરીને સુરક્ષાત્મક બેરિયરનું કામ કરશે અને સામાજિક દૂરીનું પાલન કરવામાં મદદ કરશે. તેનાથી ડ્રાઇવર અને મુસાફર બંને માટે યાત્રા સુરક્ષિત થઈ શકશે.
સુરક્ષા કિટ્સમાં ફેસ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર્સ અને વ્હીકલ ડિસઇન્ફેક્ટ્સે 20 શહેરોમાં 1 લાખ રિક્ષા ચાલકોને આપવામાં આવશે. આ શહેરોમાં નવી દિલ્હી, મુંબઈ, પૂણે, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, મૈસુર વગેરે સામેલ છે. ઉબર પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રાઇવરને ઉબર એપ દ્વારા સ્પેશલાઇજ્ડ ટ્રેનિંગ મોડ્યૂલ્સ પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. જેમાં પીપીઈનો યોગ્ય ઉપયોગ અને તેમના વાહન માટે સેનિટાઇઝેશન પ્રોટોકોલ વિશે બતાવવામાં આવશે.
સમરદીપ સુબંધ, પ્રેસિડેન્ટ ઇન્ટ્રા સિટી બિઝનેસ બજાજ ઓટોએ કહ્યું કે દેશમાં સામાન્ય જીનજીવન થઈ રહ્યું છે. તે સમયે બજાજ ઓટોમાં અમે પોતોના ડ્રાઇવર્સ પાર્ટનર્સ લોકોને સુરક્ષિત રાઇડ આપવામાં મદદ કરવા માંગીએ છીએ. જેથી અમે દરેક મોડલના વાહન માટે 1 લાખથી વધારે ડ્રાઇવર્સ પાર્ટનર સુધી જઈને તેમના વાહનમાં સુરક્ષા પાર્ટિશન લગાવી રહ્યા છીએ તથા તેને ડિસઇન્ફેક્શન કિટ્સ આપી રહ્યા છીએ. સુરક્ષા અને હાઇજીનના સર્વોચ્ચ સ્તર બનાવી રાખવા માટે ઉબરે વિસ્તૃત સુરક્ષા ઉપાય પ્રસ્તુત કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર