નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી વધી 0.58% થઈ, ડુંગળીની કિંમતો 172.30% વધી

News18 Gujarati
Updated: December 16, 2019, 3:47 PM IST
નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી વધી 0.58% થઈ, ડુંગળીની કિંમતો 172.30% વધી
ડુંગળી સહિત અન્ય શાકભાજીઓના ભાવમાં વધારાના કારણે નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધી ગયા

ડુંગળી સહિત અન્ય શાકભાજીઓના ભાવમાં વધારાના કારણે નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધી ગયા.

  • Share this:
નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારીમાં વધારો નોંધાયો છે. નવેમ્બરમાં જથ્થાબંદ મોંઘવારી ઓક્ટોબરના 0.16 ટકાથી વધી 0.58 ટકા પર આવી ગઈ છે. ડુંગળી સહિત અન્ય શાકભાજીઓના ભાવમાં વધારાના કારણે નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધી ગયા. તમને જણાવી દઈએ કે, નવેમ્બરમાં ખુદરા મોંઘવારી 4.62 ટકાથી વધી 5.54 ટકા રહી.

ખાવા-પીવાની વસ્તુની જથ્થાબંધ મોંઘવારી વધીને 9.02%
મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં ખાવા-પીવાની ચીજ-વસ્તુઓની જથ્થાબંધ મોંઘવારી વધી 9.02 ટકા રહી છે. મહીને દર મહિને આધાર પર નવેમ્બરમાં પ્રાઈમરી આર્ટિકલ્સની જથ્થાબંધ મોંઘવારી દર 6.41 ટકાથી વધી 7.68 ટકા રહી છે.

મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની જથ્થાબંધ મોંઘવારી દર ગત મહિનાના -0.84 ટકા પર અકબંધ રહી. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં ફ્યૂલ એન્ડ પાવરની જથ્થાબંધ મોઘવારી દર -8.27 ટકાથી ઘટી -7.32 ટકા રહી છે. મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં નોન-ફૂડ સર્વિંસ જથ્થાબંધ મોઘવારી દર 2.35 ટકાથી ઘટી 1.93 ટકા રહી છે.

શાકભાજીની જથ્થાબંધ મોઘવારી વધી 45.32%>> મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં શાકભાજીની જથ્થાબંધ મોઘવારી દર 38.91 ટકાથી વધી 45.32 ટકા રહી છે.

- મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં ઈંડા, માંસ-માછલી જથ્થાબંધ મોઘવારી દર 7.61 ટકાથી વધી 8.15 ટકા રહી છે.- મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં દાળની જથ્થાબંધ મોઘવારી દર 16.57 ટકાથી વધી 16.59 ટકા રહી છે.

- મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં બટાકા જથ્થાબંધ મોઘવારી દર -19.60 ટકાથી વધી - 8.51 ટકા રહી છે.

- મહિના દર મહિનાના આધાર પર નવેમ્બરમાં ડુંગળી જથ્થાબંધ મોઘવારી દર 119.84 ટકાથી વધી 172.30 ટકા રહી છે.
First published: December 16, 2019
વધુ વાંચો
अगली ख़बर