નોકરીની વાત: આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં 7.5 કરોડ Jobs મળશે, શરૂ કરો આ તૈયારી

નોકરી કી બાત

અર્થવ્યવસ્થા ઝડપથી સુધરી રહી છે. આ સાથે ફરી કંપનીઓમાં ભરતી શરૂ થઈ રહી છે. એટલે કે રોજગારની નવી તકો ખુલી રહી છે.

 • Share this:
  નવી દિલ્હી : અર્થવ્યવસ્થા ઝડપથી સુધરી રહી છે. આ સાથે ફરી કંપનીઓમાં ભરતી શરૂ થઈ રહી છે. એટલે કે રોજગારની નવી તકો ખુલી રહી છે. યુવા વાચકો માટે, ન્યૂઝ 18એ દેશના ટોચના એચઆર લીડર સાથે એક વિશેષ સીરિઝ "નૌકરી ની વાત" શરૂ કરી છે. આ વખતે સ્કિલ્સ સોફ્ટ ઈન્ડીયાના મેનેજિંગ ડિરેક્ટર કમલ દત્તા પાસેથી જાણો કે, સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા ડિઝિટલ ટેક્નોલોજીમાં નોકરીઓના અવસર અને તેની તૈયારી.

  દત્તા કહે છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાર્ષિક ફ્યુચર ઓફ જોબના અહેવાલ મુજબ ઓટોમેશન, રોબોટિક્સ અને એઆઈ મોટા પાયે 7.5 કરોડ નોકરીઓની જગ્યા લેશે. ડેટા એનાલિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, એઆઈ અને એમએલ સ્પેશિયાલિસ્ટ, પ્રોસેસ ઓટોમેશન સ્પેશિયાલિસ્ટ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્પેશિયાલિસ્ટ, ઇન્ફર્મેશન સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ અને ડિજિટલ ટેકનોલોજીમાં આ નોકરીઓ મળશે.

  પ્રશ્ન: કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનારા લોકોએ શું કરવું જોઈએ?

  જવાબ: દુર્ભાગ્ય એ છે કે, બધા વર્ટિકલ અને તમામ સ્તરે કાર્યરત પ્રોફેશનલ્સને તેમની નોકરી ગુમાવવી પડી છે. મારી અંગત સલાહ એ છે કે, ગભરાશો નહીં, તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો, નેટવર્કિંગ માટે સમયનો સારો ઉપયોગ કરવો, પ્રોફેશનલ સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટમાં સુધારો કરવો, ઉદ્યોગના લીડર્સ પાસેથી માર્ગદર્શન મેળવવું. તમારા સીવીને શાનદાર બનાવવા માટે તમારી સ્કિલશેટમાં સુધારો કરો. અંતે, તેઓએ અધીરા ન થવું જોઈએ અને યોગ્ય તકની રાહ જોવી જોઈએ, જે તેઓને ચોક્કસ મળશે.

  પ્રશ્ન: શું તેમણે નવી કુશળતા (સ્કિલ) વિકસાવવી અને વધારવા જરૂરી છે? જો હા, તો તેઓ તે કેવી રીતે કરી શકે?

  જવાબ: આગામી 2-3 વર્ષમાં ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રે મોટા હાયરીંગ થવાની છે અને આપણે ત્યાં પ્રતિભાની અછત હશે. આને કારણે, ટેલેન્ટ માટે ખુબ માંગ હશે. ઉમેદવારને સ્કિલ ડેવલપમેન્ટ પર કામ કરવું ખુબ ફાયદાકારક રહેશે. જ્યારે લેક્ચર્સ વાંચીને અથવા જોઈને બૌદ્ધિક પ્રવૃત્તિ તરીકે શીખવાની વાત આવે છે, ત્યારે ઇન્ટરનેટ એ એક ખજાનો છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો, તમારો સ્માર્ટફોન તમારી વૃદ્ધિ માટે ઉત્તમ ડિજિટલ ટૂલ હોઈ શકે છે. પુસ્તકો, વિડિઓઝ, પોડકાસ્ટ, ઓનલાઇન અભ્યાસક્રમો માટે દેરક વ્યક્તિઓ માટે ઘણા સંસાધનો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, મને લાગે છે કે વ્યક્તિએ વધુ શાનદાર ટેકનિકલ કુશળતા વિકસિત કરવી જોઈએ, સાથે સોફ્ટ સ્કિલ પણ વિકસાવવી જોઈએ, જે નોકરી મેળવવા અને તેને જાળવવા માટે બંને મહત્વપૂર્ણ હોઈ શકે છે.

  પ્રશ્ન: મહામારી પછી ઘણા બધા અભ્યાસક્રમો ઓનલાઇન ઉપલબ્ધ છે. જો કોઈ આ કોર્સ કરે છે, તો શું કંપનીઓ તેમને નોકરી પર લેશે?

  જવાબ: કંપનીઓ હંમેશાં એવા વ્યક્તિઓની શોધમાં હોય છે જે વર્તમાન સ્કિલ, નોલેજ અને ઉદ્યોગ વિશેના અપડેટ્સ હોય છે. મને લાગે છે કે કોઈએ કુશળતા શીખવા માટે ફક્ત ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં, પરંતુ તેમને ગિગની જેમ ઉપયોગ કરવાથી અને સતત શીખવાની નવા રીતો પણ શોધવી જોઈએ, નહીં તો તે ફક્ત પુસ્તકીયું જ્ઞાન બની રહે છે.

  સવાલ: જ્યારે માર્કેટ ધીરે ધીરે ખુલી રહ્યું છે ત્યારે યુવાનોએ નોકરીની શોધ ક્યાં અને કેવી રીતે કરવી જોઈએ?

  જવાબ: નોકરી શોધવા માટે પહેલાથી જ અનેક પ્લેટફોર્મ છે. મહત્વનું છે કે, શું નોકરીદાતાઓ જે શોધી રહ્યા છે તે પોતાનામાં વિકસિત છે, સંદેશાવ્યવહાર, એક્ઝિક્યુટિવ, લેખન ક્ષમતાઓ જેવી નરમ કુશળતા (સ્કીલ)ની પસંદગી ખૂબ મહત્વપૂર્ણ છે.

  પ્રશ્ન: કોવિડ -19 પછી જોબ આપવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર થયા છે?

  જવાબ: મહામારી દરમિયાન પ્લેસમેન્ટ ડિજિટલ પર સ્થાનાંતરિત થયા. એચઆર વ્યવસાયિકો ઝૂમ જેવા ઉપકરણોનો ઉપયોગ કરીને ઓનલાઇન ઇન્ટરવ્યુ કરી રહ્યા છે અને પરંપરાગત ઓન-બોર્ડિંગ પ્રક્રિયાને વર્ચ્યુઅલાઈઝ કરવામાં આવી છે. તો હા, નવા ઉમેદવારોનો ઉપયોગ એઆઈ અને બિગ ડેટા સાથે કરવામાં આવશે, જેથી પસંદીગાના ઉમેદવારને પસંદ કરી શકાય, પરંતુ મૂળભૂત રીતે પદ્ધતી એવી જ રહેશે.

  સવાલ: આ મુશ્કેલ સમયમાં ઇન્ટરવ્યૂની તૈયારી કેવી રીતે કરવી?

  જવાબ: ઉદ્યોગ સાથે સંબંધિત વિશિષ્ટ કુશળતા (સ્કીલ) મેળવવા માટે ઉમેદવારે પોતાને અપ-સ્કીલિંગ રાખવું પડશે અને ફરીથી સ્કીલિંગ કરવું પડશે. આ માટે, વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરો. તમે તેમની પાસેથી પ્રમાણપત્ર પણ મેળવી શકો છો. ઇન્ટરવ્યૂની તૈયારીમાં કંપનીના લક્ષ્યો પર હોમવર્ક કરવું, તેના વિશે વેબ પર વાંચવું અને તે માટેની તૈયારી સહિત માર્ગદર્શકો અથવા અનુભવીની મદદ લેવી પડશે.

  સવાલ: હાલના સંજોગોમાં કેવા પ્રકારની કારકિર્દી અપનાવી શકાય છે?

  જવાબ: હાલની કેટલીક નોકરીઓ આગામી પાંચ વર્ષમાં ટ્રેન્ડની બહાર રહેશે. ટેક્નોલોજીમાં સુધારણાને કારણે, કંપનીઓ તેમનું કાર્યબળ ઓછું કરવા જશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વાર્ષિક ફ્યુચર ઓફ જોબના અહેવાલ મુજબ, ઓટોમેશન, રોબોટિક્સ અને એઆઈ મોટાપાયે 7.5 કરોડ નોકરીઓની જગ્યા લઈ લેશે. ડેટા એનાલિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, એઆઈ અને એમએલ નિષ્ણાત, પ્રોસેસ ઓટોમેશન નિષ્ણાત, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન નિષ્ણાત, સુચના સુરક્ષા નિષ્ણાત અને ડિજિટલ ટેકનોલોજી સંબંધિત નોકરીઓની માંગ રહેશે. ફંક્શનલ રોલ, માર્કેટિંગ અને સેલ્સની ભૂમિકાઓ અને અન્ય કાર્યકારી ભૂમિકાઓની પણ માંગ રહેશે.

  પ્રશ્ન: આર્ટિફિશિયલ ઈન્ટેલીજેન્સ અને બિગ ડેટાને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં કયા ફેરફારો જોઇ શકાય છે?

  જવાબ: મહામારી પહેલા પણ એઆઈ, એમએલ અને ડેટા એનાલિટિક્સ હતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેને અપનાવવાની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. બિગ ડેટા દરેક વસ્તુને બદલી નાખે છે અને દરેક વ્યવસાય હવે એક સોફ્ટવેર બની રહ્યો છે.

  સવાલ: તમારી કંપનીની ભરતી પ્રક્રિયા વિશે કહો?

  જવાબ: નોકરી મેળવવા ઈચ્છતા લોકો https://www.skillsoft.com/about/careers પર અમારો સંપર્ક કરી શકે છે.

  પ્રશ્ન: તમારી કંપની અને આ ક્ષેત્રમાં વૃદ્ધિની સંભાવનાઓ શું છે?

  જવાબ: સ્કિલ્સોફ્ટમાં અમારૂ માનવું છે કે, દરેકમાં આકર્ષક બનવાની ક્ષમતા છે. અમે બધા "મેકિંગ વર્ક મેટર!" પર કામ કરી રહ્યા છીએ. ઈમર્સિવ લર્નિંગના માધ્યમથી, અમે તમને અજેય બનાવીએ છીએ.

  તમામ રાજ્ય બોર્ડની પરીક્ષાઓ / સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તેની તૈયારી અને નોકરીઓ / કારકિર્દીથી સંબંધિત Job Alert, દરેક સમાચારો માટે ફોલો કરો - https://hindi.news18.com/news/career/
  Published by:kiran mehta
  First published: