Home /News /business /આ 6 બાબતોનું રાખશો ધ્યાન તો આપમેળે વધી જશે CIBIL Score, બેંક પણ તરત જ આપી દેશે લોન

આ 6 બાબતોનું રાખશો ધ્યાન તો આપમેળે વધી જશે CIBIL Score, બેંક પણ તરત જ આપી દેશે લોન

CIBIL Score સુધારવાની કરવાની રીતો

CIBIL Score: બિઝનેસ કરો છો કે રોજગાર, ક્યારેક તો લોનની જરૂર પડી જ જાય છે. પરંતુ લોન ત્યારે જ મળે છે જ્યારે કોઈ વ્યક્તિનો સિબિલ સ્કોર સારો હોય. કોઈ પણ બેંક લોન આપતા પહેલા સિબિલ સ્કોર ચેક કરે છે અને જો તે બરાબર નથી તો અરજી નકારી દે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ બિઝનેસ કરો છો કે રોજગાર, ક્યારેક તો લોનની જરૂર પડી જ જાય છે. પરંતુ લોન ત્યારે જ મળે છે જ્યારે કોઈ વ્યક્તિનો સિબિલ સ્કોર સારો હોય. કોઈ પણ બેંક લોન આપતા પહેલા સિબિલ સ્કોર ચેક કરે છે અને જો તે બરાબર નથી તો અરજી નકારી દે છે.

CIBIL Score બરાબર કરવાની રીતો


1. જો તમે ઈચ્છો છો કે, તમારો સિબિલ સ્કોર બરાબર થઈ જાય તો હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે પણ લોન લો તે સમયસર તેની ચૂકવણી કરી દો. ઈએમઆઈ ભરવામાં વાર ન કરો.

2. તમારે તમારા ક્રેડિટ રિપોર્ટની તપાસ કરવી જોઈએ. ઘણી વાર એવું થાય છે કે, તમે તો તમારી તરફથી લોન ભરી દો છો અને તેને બંધ કરી દીધી છે, પરંતુ કેટલાક વહીવટી કારણોને લીધે લોન એક્ટિવ દેખાઈ રહી છે. તમારા ક્રેડિટ સ્કોરને તે અસર કરી શકે છે. એટલા માટે ક્રેડિટ રિપોર્ટની તપાસ કરો.

આ પણ વાંચોઃ વિશ્વનો નંબર-1 શેર, રોકાણકારોને આપ્યુ 1600 ટકા વળતર; હજુ પણ 42 ટકા કમાણી કરાવી શકે

3. સિબિલ સ્કોરમાં સુધારો કરવા માંગો છો તો, તમારા ક્રેડિટ બિલની સમયસર ચૂકવણી કરી દો. કોઈ લોન બાકી ન રાખો. આ કરવાથી તમારો સિબિલ સ્કોર સુધરી જશે.

4. સિબિલ સ્કોર બરાબર કરવા માટે લોન ગેરેન્ટર બનવાનું ટાળો. આ ઉપરાંત જોઈન્ટ એકાઉન્ટ પણ ન ખોલાવો. આવી સ્થિતિમાં જો અન્ય પાર્ટી ડિફોલ્ટ કરે છે તો તમારા સિબિલ સ્કોરને તે અસર કરી શકે છે.

આ પણ વાંચોઃ ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને બચાવ્યા 35000 કરોડ, શું ભારત ચાલુ રાખશે ડિસ્કાઉન્ટ પર ખરીદી?

5. સિબિલ સ્કોર બરાબર કરવા માંગો છો તો, આ વાતનું ધ્યાન રાખો કે, એક સમય વધારે લોન ન લો. જો તમે કોઈ ઘણી લોન એક સાથે લેશો તો તેની ચૂકવણી કરવામાં વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમા સિબિલ સ્કોર પર ઘટવાની શક્યતા રહે છે.


6. જો તમે તમારો સિબિલ સ્કોર ઠીક કરવા માંગો છો તો, જ્યારે પણ લોન લો તો લાંબાગાળા માટે લો. આમ કરવા પર EMIની રકમમાં પણ ઘટાડો થશે અને તમે તેની ચૂકવણી પણ સરળતાથી કરી શકશો. જ્યારે પણ તમે પેમેન્ટ કરશો ત્યારે સિબિલ સ્કોર તેની મતે જ વધી જશે.
First published:

Tags: Bank loan, Business news, Loans

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો