Home /News /business /માત્ર 59 મિનિટમાં મળશે રૂ.1 કરોડની લોન; બીજી નવેમ્બરથી જ, જાણો કેવી રીતે?

માત્ર 59 મિનિટમાં મળશે રૂ.1 કરોડની લોન; બીજી નવેમ્બરથી જ, જાણો કેવી રીતે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

‘સીએનબીસી-અવાજ’ને પ્રાપ્ત થયેલી 'એક્સક્લુઝિવ' માહિતી અનુસાર, બીજી નવેમ્બરથી વડાપ્રધાન આ યોજનાની જાહેરાત કરશે.

    ન્યૂઝ18 ગુજરાતી : હવે માત્ર એક કલાક કરતા ઓછા સમયમાં તમને રૂ. 1 કરોડ સુધીની લોન મળી શકશે. મોદી સરકાર નાના-મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરવા જય રહી છે. ‘સીએનબીસી-અવાજ’ને પ્રાપ્ત થયેલી 'એક્સક્લુઝિવ' માહિતી અનુસાર, બીજી નવેમ્બરથી વડાપ્રધાન આ યોજનાની જાહેરાત કરશે. આ યોજના અંતર્ગત નાના કારોબારીઓ માટે એક કરોડ રૂપિયાની લોન હવે આસાનીથી પ્રાપ્ત થશે. આ સાથે જ આ વ્યવસાયકારો માટે મોટું બજાર ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ છે.

    સુમાહિતગાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ યોજના મુજબ- 1. એમએસએમઇ માટે સસ્તા વ્યાજ ડરથી લોન મળશે, 2. વ્યાજમાં મળનારી છૂટ વધારશે, 3. એમએસએમઇ ના ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહન અપાશે, 4. નાના-મધ્યમ ઉદ્યોગકારોના યુનિટો ઉપર સબસીડી લોન વધારાશે, 5. નાના-મધ્યમ ઉદ્યોગકારોને હાથો-હાથ લોન અપાશે.

    જોકે, આ યોજના લાગુ કરતા પૂર્વે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડશે.

    એમએસએમઇ ઉપર સરકારનું વધારે ધ્યાન એટલા માટે છે કે આ ક્ષેત્ર જ સૌથી વધુ રોજગારી આપી રહ્યું છે. આ ક્ષેત્રમાંથી તમામ પ્રકારની નોકરશાહી દૂર કરી તેનો વિકાસ કરવા તરફ સરકાર વધારે ચિંતિત છે.

    આ પણ વાંચોઃ RBI વિવાદ પર બોલ્યા નાણામંત્રી, સરકાર આગળ પણ આપતી રહેશે સલાહ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Loan, MSME, ઉદ્યોગ, પીએમ મોદી, સરકાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन