Home /News /business /

Bitcoin છોડો હવે UPI છે નવા યુગમાં કમાણીનું સાધન, આ રીતે રોકાણ કરીને તિજોરી ભરી શકો છો

Bitcoin છોડો હવે UPI છે નવા યુગમાં કમાણીનું સાધન, આ રીતે રોકાણ કરીને તિજોરી ભરી શકો છો

upi સેવા આપતી કંપનીઓના શેરમાં આગામી સમયમાં લાખો કમાવવાની શક્યતા રહેલી છે.

UPI is Next Big Stock Idea: બિટકોઈનને આજના જમાનામાં તગડી કમાણીનું સાધન માનવામા આવે છે. જોકે હવે તેને ટક્કર દેવા માટે આવી ગયું છે UPI, ઈન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમમાં રોકાણ અમેરિકન સ્ટોક્સમાં રોકાણ માગે છે.આજે દરેક ઘરમાં યુપીઆઈનો ઉપયોગ થાય છે અને તેમાં રોકાણ તગડી કમાણીનું સાધન બની શકે છે.

વધુ જુઓ ...
બિટકોઇન (Bitcoin) નાણાંકીય સાધન તરીકે ગણવામાં આવતું હતું અને તેને હજુ પણ ગણવામાં આવે છે. 13 વર્ષ પછી બિટકોઇનના વિશ્વભરમાં બે અબજની વસ્તીમાંથી અંદાજિત 100-120 મિલિયન વપરાશકર્તાઓ (Bitcoin Users in World) છે. તો બીજી તરફ ભારત સહિત વિશ્વભરમાં ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સના રોકાણ કરવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ભારતમાં દરેક ઘરમાં સરેરાશ યુપીઆઈના લગભગ બે યુઝર્સ (UPI Users in india) છે.

Hot Stocks: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ સ્ટોક્સ પર દાવ રમો

વિશ્વ લેવલે UPIનો દબદબો

NPCIના જૂન 2022 ના ડેટા અનુસાર, વાર્ષિક ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય 1.5 ટ્રિલિયન ડોલર છે. વ્યવહારોની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે UPI પ્લેટફોર્મ પર 70 અબજથી વધુ વ્યવહારો થાય છે. તેને વિશ્વભરના 30થી વધુ દેશોમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. યુપીઆઈ ભારતીય કંપની નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા વિકસાવવામાં અને સંચાલિત કરવામાં આવે છે, જે મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડની પહેલને અનુસરે છે.

UPI દ્વારા યુઝર્સને કોઇ જ પ્રકારનો ખર્ચ થતો નથી અને તે એક રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે. તે તરત જ બેંક ખાતામાંથી 1 રૂપિયા જેટલી ઓછી રકમ કાપી લે છે અને તેને બીજામાં જમા કરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં 100 ટકાથી વધુ કમ્પાઉન્ડેડ એન્યુઅલાઇઝ્ડ ગ્રોથ રેટ (CAGR)ના દરે વૃદ્ધિ પામતા આ પ્લેટફોર્મને એસીઆઇ વર્લ્ડવાઇડ દ્વારા રિયલ-ટાઇમ પેમેન્ટમાં વર્લ્ડ લીડરનો દરજ્જો અપાયો છે. અને વિશ્વને ભવિષ્ય કેવું છે તે જોવા માટે ભારત તરફ આકર્ષિત કર્યુ છે. તમે 70 થી વધુ એપ્લિકેશનો પર યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો. જેમાં દરરોજ નવી લોન્ચ કરવામાં આવે છે. જો કે, ત્રણ એપ્લિકેશન્સ લગભગ 95 ટકા બજાર હિસ્સા સાથે લેન્ડસ્કેપ પર પ્રભુત્વ ધરાવે છે.

અમસ્તા જ નથી કહેતા શેરબજારમાં ધીરજ રાખો તો છપ્પરફાડ કમાણી થઈ શકે, આ શેરે 1 લાખના 1.40 કરોડ કર્યા

ફોનપે લગભગ 50 ટકા બજાર હિસ્સા સાથેનો સૌથી મોટો છે. લગભગ 35 ટકા બજાર હિસ્સા સાથે જીપે બીજા ક્રમની સૌથી મોટી કંપની છે. પેટીએમ લગભગ 10 ટકા માર્કેટ શેર સાથે ત્રીજા નંબરની સૌથી મોટી કંપની છે.

બાકીની અગ્રણી એપ્લિકેશનો ભારતીય ખાનગી બેંકો, કેટલીક સરકારી માલિકીની બેંકો, એમેઝોન પે અને કેટલીક ફિનટેક કંપનીઓની છે. અન્ય એક રસપ્રદ પ્લેટફોર્મ છે વોટ્સએપ પેમેન્ટ્સ. આ ટોપ 3ની તુલનામાં વોટ્સએપ પેમેન્ટમાં ઘણા ઓછા યુઝર્સ છે, પરંતુ તેને વધુમાં વધુ 100 મિલિયન રજિસ્ટર્ડ યુઝર બેઝની મંજૂરી આપવામાં આવી છે. જો કે, ભારતમાં મુખ્ય વોટ્સએપ પ્લેટફોર્મનો કુલ યુઝર બેઝ લગભગ 500 મિલિયન છે.

ફોનપેની માલિકી ફ્લિપકાર્ટની છે. ગૂગલ પે તરીકે પણ ઓળખાતી જીપેની માલિકી અમેરિકા સ્થિત આલ્ફાબેટ ઇન્કની છે. પેટીએમ, ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટેડ છે. પરંતુ વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવે ઇન્ક. તેની આંતરરાષ્ટ્રીય હોલ્ડિંગ કંપની બીએચ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા પેટીએમમાં પણ શેર ધરાવે છે. એમેઝોન પેની માલિકી Amazon.com, ઇન્ક.ની છે. વોટ્સએપ પેમેન્ટની માલિકી મેટા પ્લેટફોર્મ્સ, ઇન્ક.ની છે.

જોકે, અમેરિકા સ્થિત આ કંપનીઓ વિવિધ આંતરરાષ્ટ્રીય અને ભારતીય પેટાકંપનીઓ મારફતે યુપીઆઈ પેમેન્ટ પ્લેટફોર્મની માલિકી ધરાવે છે. વળી, હાલ યુપીઆઈ પેમેન્ટથી સીધી આવક નથી થઈ રહી. જો કે, પ્રમોશન દ્વારા મુદ્રીકરણ થાય છે, પરંતુ તેમના મુખ્ય આવકના પ્રવાહની તુલનામાં તે નજીવી છે.

નાના રોકાણકાર માટે રાકેશ ઝુનઝુનવાલાના અત્યંત મહત્વના ગુરુમંત્ર, આટલી વાતો ગાંઠે બાંધી લો કયારેય પસ્તાવાનો વારો નહીં આવે

ગ્રાહકના ડેટા ઉભી કરે છે આવક

ભારતમાં આ પ્લેટફોર્મને યુઝના મોટા પાયે વ્યાપને જોતાં કોઈએ તેમની તુલના અન્ય તેવા પ્લેટફોર્મ સાથે કરવી જોઈએ, જે સબ્સ્ક્રિપ્શન ફીમાંથી કોઈ સીધી આવક પેદા કરતા નથી, છતા ભારતમાં એક વિશાળ યુઝર્સ બેઝ ધરાવે છે. ગૂગલ સર્ચ એન્જિન, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા પ્લેટફોર્મને જોઇએ, આમાં મોટી સંખ્યામાં એવા યુઝર્સ છે જે પ્લેટફોર્મનો ઉપયોગ મફતમાં કરે છે.

તેના પ્લેટફોર્મના "ફ્રી" ઉપયોગ છતાં ગૂગલ ઇન્ડિયાએ નાણાંકીય વર્ષ 2021માં લગભગ 14,000 કરોડ રૂપિયાની કુલ જાહેરાત કરી હતી. એ જ રીતે ફેસબુક ઇન્ડિયાએ નાણાંકીય વર્ષ 2021માં લગભગ 9,000 કરોડ રૂપિયાની કુલ જાહેરાત આવક નોંધાવી હતી. આ ઉદાહરણો દર્શાવે છે કે "ફ્રી" પ્લેટફોર્મ હજી પણ ઘણી આવક પેદા કરી શકે છે.

આની પાછળ છે ડેટા. દર વર્ષે 50-100 અબજ ટ્રાન્ઝેક્શન સાથે અડધા અબજથી વધુ લોકો દ્વારા એક ટ્રિલિયન ડોલરથી વધુની લેવડદેવડ સાથે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એન્ટિટી માટે એક કલ્પનાઓનું વિશ્વ છે. ભારત સરકારે ભારતીય નાગરિકોને સલામતી પૂરી પાડવા માટે ડેટાની ગોપનીયતા અને ભારતીય અધિકારક્ષેત્રની અંદર સંગ્રહ કરવા અંગેના કેટલાક વધુ કાયદાઓ, નિયમો ઘડ્યા છે અને તેને ઔપચારિક સ્વરૂપ આપી રહી છે.

ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શનના ડેટાના આ મોટા સ્રોતમાંથી મુદ્રીકરણની આજે કલ્પના કરી શકાતી નથી. આ ઉત્પાદનો અને સેવાઓ પર ખૂબ કસ્ટમાઇઝ્ડ ઓફર્સના રૂપમાં યુઝર્સ માટે મૂલ્ય ઉમેરી શકે છે. વપરાશકર્તાઓમાં જેટલું મૂલ્ય-ઉમેરો થાય છે, તેટલી જ પ્લેટફોર્મની માલિકી ધરાવતી કંપની માટે વધુ મુદ્રીકરણ થાય છે.

Business Idea: નોકરીનું ટેન્શન જ પૂરું કરી દેશે આ બિઝનેસ, મહિને લાખ રુપિયા તો આરામથી કમાઈ લેશો

UPI વેવથી જબરજસ્ત આવક કેવી રીતે મેળવવી

રસપ્રદ બાબત એ છે કે ઉપરોક્ત મોટાભાગની કંપનીઓ, જે યુએસ સ્ટોક એક્સચેંજમાં લીસ્ટેડ છે. તેઓ મજબૂત આવક અને રોકડ પ્રવાહ ધરાવે છે, અને હાલમાં તેમના આંતરિક મૂલ્યોમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. તેમના મુખ્ય ધંધાઓ પોતે જ તેમનાં આંતરિક મૂલ્યોને વાજબી ઠરાવવા માટે પૂરતા છે, જે અમારા અંદાજ પ્રમાણે તેમનાં બજારમૂલ્ય કરતાં ઘણું વધારે છે.

ફોનપે અને જીપેના 85 ટકા શેરને કારણે યુપીઆઈનું એક્સપોઝર લેવાનું યુ.એસ. શેરો તરફ વધુ વજન હોય તેવું લાગે છે. જે લોકો ભારતીય શેરોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, તેમના માટે ફિનટેક, ડિજિટલ પેમેન્ટ્સ અને બેંકિંગ પર એક નાની વાત છે, જે એપ્લિકેશન્સ ઉપરાંત અન્ય ચેનલો જેવી કે આરટીજીએસ, એનઇએફટી, આઇએમપીએસ વગેરે સહિત વ્યાપક ડિજિટલ પેમેન્ટ સ્પેસનું એક્સપોઝર પ્રદાન કરે છે. આ બાસ્કેટમાં ભારતીય ખાનગી બેંકો, પીએસયુ બેંકો, અન્ય નાણાકીય સેવાઓ અને તકનીકી શેરોનો સમાવેશ થાય છે.

(Disclaimer: આ અહેવાલના લેખક વિકાસ ગુપ્તા OmniScience Capitalના સીઈઓ અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ છે. આ લેખ ચેમણે અમારી સહયોગી વેબસાઈટ મનીકંટ્રોલ માટે લખ્યો છે. અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment tips, Share market, Stock market Tips, Upi

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन