Home /News /business /આને કહેવાય Real બાસમતી, તો શું હજુ સુધી દુકાનદાર તમને છેતરતો હતો?
આને કહેવાય Real બાસમતી, તો શું હજુ સુધી દુકાનદાર તમને છેતરતો હતો?
શું ખરેખર તંમે બાસમતી જ ખાઓ છો?
FSSAI એ દેશમાં વેચાનારા બધા જ બાસમતી ચોખાના રૂપ-રંગ અને સુગંધને લઈને એક ધોરણ તૈયાર કર્યુ છે. જે 1 ઓગસ્ટ, 2023થી લાગૂ થશે. આમાં બ્રાઉન બાસમતી ચોખા, મિલ્ડ બાસમતી ચોખા, ઉસના ભૂરા બાસમતી અને મિલ્ડ ઉસના બાસમતી ચોખા સામેલ છે.
નવી દિલ્હી- આપણા દેશમાં બાસમતી ચોખાનો ક્રેજ ઘણો જ વધ્યો છે. તે મઘ્ય વર્ગીય પરિવારોના સ્ટાન્ડર્ડનો ભાગ છે. પરંતુ, હંમેશા આપણે અસલી બાસમતી ચોખાની ઓળખ કરી શકતા નથી અને દુકાનદાર પણ આપણને છેતરી જાય છો. હવે આવું નહિ થાય, કારણ કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ગ્રાહકોએ અસલી બાસમતી ચોખાની ઓળક કરવા માટે ખાસ રીત અપનાવી છે. FSSAI એ પહેલી વાર બાસમતી ધોરણ આપ્યુ છે.
FSSAI એ દેશમાં વેચાનારા બધા જ બાસમતી ચોખાના રૂપ-રંગ અને સુગંધને લઈને એક ધોરણ તૈયાર કર્યુ છે. જે 1 ઓગસ્ટ, 2023થી લાગૂ થશે. આમાં બ્રાઉન બાસમતી ચોખા, મિલ્ડ બાસમતી ચોખા, ઉસના ભૂરા બાસમતી અને મિલ્ડ ઉસના બાસમતી ચોખા સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે, FSSAI એ પહેલી વાર બાસમતી ચોખાના સ્વાદ અને સુગંધને લઇને સ્પષ્ટ વ્યાખ્યા આપી છે અને હવે કોઈ પણ ગ્રાહક માટે તેની ઓળખ કરવી સરળ થઈ જશે. દુકાનદાર પણ ચોખામાં ભેળસેળ કરીને ચોખાને વેચી શકશે નહિ.
આ કિસ્સા સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, બાસમતી ચોખાની સાથે ભેળસેળના સૌથી વધારે કિસ્સાઓ સામે આવે છે. તેના પર રોક લગાવવા માટે FSSAI ક્વાલિટી પેરામીટર બનાવી રહ્યુ છે. સૌથી વધારે કિસ્સાઓ બિન-બાસમતી ચોખાની ભેળસેળને લઈને આવે છે. કારણ કે તેની કિંમત બિન-બાસમતીથી વધારે હોય છે. જેથી દુકાનદાર તેમાં ભેળસેળ કરીને ઊંચી કિંમતે વેચી શકે છે. બાસમતી માત્ર ભારતમાં જ નહિ દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે.
રંગ-રૂપ અને સુગંધ સાથે ચેડા સહન કરી શકતા નથી
FSSAI જણાવ્યુ કે, બાસમતી ચોખામાં પ્રાકૃતિક સુગંધ અને ગુણ હોવા જોઈએ. તેના કુદરતી સ્વાદ સાથે ચેડા સહન કરવામાં આવશે નહિ. સાથે જ આમાં કોઈ કૃત્રિમ રંગ કે સુગંધની સાથે પોલિસવાળા તત્વ પણ ન હોવા જોઈએ. માનકોમાં ચોખાના આકાસ, ગુણવત્તા અને ઓળખ નિર્ધારિત કરવામાં આવી છે. તેના ઉપરાંત ચોખાના દાણાનો આકાર, તેની લંબાઈ, ભેજની મહત્તમ શ્રેણી, એમીલોઝ સામગ્રી, યૂરિક એસિડ અને આમાં ટૂકડા ચોખાની મિલાવટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે, FSSAI એ નિયમનકારી ધોરણો સૂચિત કરી દીધા છે. જલ્દીથી ટ્રેડર્સ, એક્સપોર્ટર અને સરકારી વિભાગો સાથે વાતચીત કરીને સંપૂર્ણ ધોરણ તૈયાર કર્યુ છે. તેને સાર્વજનિક કર્યા પછી સામાન્ય ગ્રાહકો માટે બાસમતીની ઓળક કરવી સરળ બની જશે.
દેશમાં કેટલું ઉત્પાદન
ભારતમાં દર વર્ષે લગભગ 90 લાખ ટન બાસમતી ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં 40 લાખ ટન નિકાસ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021-22માં પણ ભારતે 40 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી,જેનાથી લગભગ 28 હજાર કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. ગત વર્ષની સાથે સરખામણી કરીને તો એપ્રિલ-નવેમ્બર દરમિયાન આ વર્ષે બાસમતી ચોખાની નિકાસ 39 ટકા વધીને લગભગ 23 હજાર કરોડ રૂપિયા થઈ. જે ગત વર્ષે લગભઘ 19 હજાર કરોડ હતી.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર