Home /News /business /મોંઘવારીનો માર! LPG Cylinder થયો ફરી મોંઘો, જાણો આપના શહેરના નવા ભાવ

મોંઘવારીનો માર! LPG Cylinder થયો ફરી મોંઘો, જાણો આપના શહેરના નવા ભાવ

સામાન્ય જનતાને મોટો આંચકો! સસ્બિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસના બાટલાના ભાવમાં 15 રૂપિયાનો વધારો

સામાન્ય જનતાને મોટો આંચકો! સસ્બિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસના બાટલાના ભાવમાં 15 રૂપિયાનો વધારો

નવી દિલ્હી. સામાન્ય જનતાને આજે ફરી જોરદાર આંચકો લાગ્યો છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં (LPG Gas Cylinder Price) ફરી એકવાર વધારો કરી દીધો છે. ઓઇલ કંપનીઓએ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.

નોંધનીય છે કે, મહિનાના પહેલા દિવસે સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 43 રૂપિયાનો વધારો કર્યો હતા. ત્યારબાદ પહેલી ઓક્ટબરથી દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.50 રૂપિયા થઈ ગઈ હતી.

દેશના ચાર મહાનગરોમાં રાંધણ ગેસ કેટલો મોંઘો થયો?

>> દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ વધીને 899.50 રૂપિયા થઈ ગયો છે.
>> કોલકાતામાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 911 રૂપિયાથી વધીને 926 રૂપિયા થયો છે.
>> મુંબઈમાં 844.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થયો છે.
>> ચેન્નઇમાં સિલિન્ડરનો ભાવ 900.50 રૂપિયાથી વધીને 915.50 રૂપિયા થયો છે.



1 સપ્ટેમ્બરે 25 રૂપિયા વધ્યો હતો ભાવ

નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનાના પ્રારંભમાં જ સરકારી ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો હતો. સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1 સપ્ટેમ્બરે 25 રૂપિયા વધારાઈ હતી. ગત મહિને 15 દિવસમાં જ સબ્સિડી વગરના LPG Cylinder 50 રૂપિયો મોંઘો થયો હતો.

1000
રૂપિયા થઈ શકે છે સિલિન્ડરની કિંમત

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં (Internal Assessment) સંકેત મળી રહ્યા છે કે એલપીજી સિલિન્ડર માટે ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર 1000 રૂપિયા ચૂકવવા પડી શકે ેછ. જોકે, તેની પર સરકારનો શું વિચાર છે તે હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થયું.

આ પણ વાંચો, Petrol Diesel Price Today: બુધવારે ફરી મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

આવી રીતે ચેક કરો LPG Cylinderની કિંમત

રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે આપને સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દરેક મહિને નવા રેટ્સ જાહેર કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર તમે પોતાના શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો.

આ પણ વાંચો, અન્નદાતાઓ માટે ખુશખબર! આ દિવસે આવશે 10મા હપ્તાની રકમ, આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા

વોટ્સએપના માધ્યમથી રિફિલ કરાવી શકાય છે ગેસ સિલિન્ડર

ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને  7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.
First published:

Tags: Business news, Latest News, LPG cylinder, LPG Price