મોંઘવારીનો માર : અમદાવાદમાં સબસિડી વગરના LPG સિલિન્ડર પર 145 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો

News18 Gujarati
Updated: February 12, 2020, 11:25 AM IST
મોંઘવારીનો માર : અમદાવાદમાં સબસિડી વગરના LPG સિલિન્ડર પર 145 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો
અમદાવાદમાં સબસિડી વગરના રાંધણ ગેસનો ભાવ 145 રૂપિયા વધીને 852 રૂપિયાએ પહોંચ્યો, આપના શહેરના ભાવ અહીં ચેક કરો

અમદાવાદમાં સબસિડી વગરના રાંધણ ગેસનો ભાવ 145 રૂપિયા વધીને 852 રૂપિયાએ પહોંચ્યો, આપના શહેરના ભાવ અહીં ચેક કરો

  • Share this:
નવી દિલ્હી/અમદાવાદ : દેશની સૌથી મોટી ઑઇલ માર્કેીટંગ કંપની ઇન્ડેન (LPG Gas Cylinder Price)એ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે. ઇન્ડિયન ઑઇલ (IOC)ની વેબસાઇટ પર જાહેર થયેલા ભાવ મુજબ, સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 150 રૂપિયાનો વધારો થયો છે. તમામ મહાનગરોમાં સબસિડી વગરના 14 કિલોના રાંણસ ગેસ સિલિન્ડરના ભાવમાં 144.50 રૂપિયાથી 149 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જે 12 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયો છે. નોંધનીય છે કે આ પહેલા 1 જાન્યુઆરી 2020ના રોજ રાંધણ ગેસના ભાવ વધારવામાં આવ્યા હતા. દર મહિને સબસિડી અને માર્કેટ રેટમાં ફેરફાર થાય છે પરંતુ ફેબ્રુઆરીના શરૂઆતમાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે રાંધણ ગેસના કુલ 27.6 કરોડથી વધુ વપરાશકર્તા છે. તેમાંથી લગભગ બે કરોડને સબસિડી નથી મળતી.

અમદાવાદમાં ઇન્ડેન સબ્સિડી વગરના ભાવ 11 ફેબ્રુઆરી સુધી 707 રૂપિયા હતો જે વધીને 12 ફેબ્રુઆરીએ 852 રૂપિયા થઈ ગયો છે. આમ, અમદાવાદમાં રાંધણ ગેસ વપરાશકર્તાઓના માટે 145 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે.

દેશના ચાર મહાનગરોમાં રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ (How to check LPG Gas Cylinder Rate)- IOCની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં હવે 14 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડર 858.50 રૂપિયામાં મળશે. દિલ્હીમાં 144.50 રૂપિયા ભાવ વધારવામાં આવ્યો છે.

બીજી તરફ, કોલકાતાના ગ્રાહકોને 149 રૂપિયા વધુ ચૂકવીને 896.00 રૂપિયા ભાવે સિલિન્ડર મળશે. મુંબઈમાં 145 રૂપિયાના વધારાની સાથે નવો ભાવ 829.50 રૂપિયા થઈ ગયો છે.

દેશના દક્ષિણ રાજ્ય ચેન્નઈ શહેરમાં તેનો ભાવ 147 રૂપિયાના વધારા સાથે 881 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
રાંધણ ગેસના ભાવ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

સરેરાશ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક દર અને વિદેશી મુદ્રાના એક્સચેન્જ રેટના હિસાબથી એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે. આ કારણે LPG સિલિન્ડરની સબસિડીની રકમમાં પણ દર મહિને ફેરફાર થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે તો સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે ભાવ નીચે આવે છે તો સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે. ટેક્સ નિયમો મુજબ રાંધણ ગેસ પર માલ અને સેવાકર (જીએસટી)ની ગણતરી ઇંધનના બજાર મૂલ્ય પર જ નક્કી કરવામાં આવે છે.

આવી રીતે ચેક કરો આપના શહેરમાં રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ

IOCની વેબસાઇટ પર જઈને https://indane.co.in/tarrifs_price.php પર ક્લિક કરો. ત્યાં આપને Show All Marketનું ટેબ દેખાશે. તેની પર તમે જ્યારે ક્લિક કરશો તો રાંધણ ગેસ સિલિન્ડરના ભાવોની યાદી દેખાશે. તમારું શહેરનું નામ લખીને પણ ભાવ સર્ચ કરી શકો છો.

આ પણ વાંચો, 16 માર્ચથી SBI, ICICI અને HDFC બેંકના ATMમાંથી પૈસા કાઢવાના નિયમો બદલાશે, જાણો તમામ વિગત
First published: February 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading