નવા વર્ષે LPG સિલિન્ડરના ભાવમાં વધારો, આટલો મોંઘો થયો રસોઈ ગેસ

પ્રતિકાત્મક તસવીર

પહેલી જાન્યુઆરી 2020થી રસોઈ ગેસ (LPG Cylinder)ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ગત નવા વર્ષે સરકારે ભાવમાં મોટો ઘટાડો કરીને દેશવાસીઓને ભેટ આપી હતી.

 • Share this:
  નવી દિલ્હી : નવા વર્ષે તમારા ખિસ્સા પર ગેસ સિલિન્ડરના ભાવનો વધારેનો બોજ પડશે. પહેલી જાન્યુઆરી 2020થી રસોઈ ગેસ સિલિન્ડર (LPG Cylinder)ના ભાવમાં વધારો થયો છે. સતત ચોથા મહિને રસોઈ ગેસના ભાવમાં વધારો થયો છે, જેના કારણે આમ આદમીને ઝટકો લાગ્યો છે. દેશના મુખ્ય શહેરોમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે 19 રૂપિયા જેટલો વધારો થયો છે.

  હવે સિલિન્ડર માટે આટલી કિંમત ચુકવવી પડશે

  દિલ્હીમાં આજથી 14.2 કિલો સબસીડી વગરના ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોએ 714.00 રૂપિયા ચુકવવા પડશે. કોલકાતામાં ભાવ 747 રૂપિયા છે. જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 14.2 કિલો સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ ક્રમશ: 684.50 અને 734.00 રૂપિયા છે. જ્યારે 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1241 રૂપિયા થઈ છે. કોલકાતામાં આ કિંમત 1308, મુંબઈમાં 1190 અને ચેન્નાઈમાં ભાવ 1363 રૂપિયા થયો છે.

  અમદાવાદમાં સબસીડી વગરના 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરનો ભાવ 707 રૂપિયા થયો છે. જ્યારે સુરતમાં આ ભાવ 696.50 થયો છે, વડોદરામાં સબસીડી વગરના સિલિન્ડર માટે 717 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે રાજકોટમાં સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ 696.50 રૂપિયા થયો છે.

  ડિસેમ્બરમાં આટલી કિંમત હતી

  ડિસેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબસીડી વગરના ગેસ સિલિન્ડર માટે 695 રૂપિયા ચુકવવા પડતા હતા. જ્યારે કોલકાતામાં 725.50, મુંબઈમાં 665 અને ચેન્નાઇમાં 714 રૂપિયા ચુકવવા પડતા હતા.

  નોંધનીય છે કે સરકારે ગત નવા વર્ષે મોદી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને દેશવાસીઓને ભેટ આપી હતી. સરકારે સબસીડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં 120.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: