બજેટ પહેલા લોકોને રાહત, 30 રુપિયા સસ્તો થયો સબસિડી વગરનો LPG સિલિન્ડર

30 રુપિયા સસ્તો થયો સબસિડી વગરનો LPG સિલિન્ડર

સરકારી પેટ્રોલિયમ ઓઈલ વિતરણ કંપનીઓએ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક મહિનામાં સતત ત્રીજી વખત ઘટાડો કર્યો

 • Share this:
  મોદી સરકાર શુક્રવારે વચગાળાનું બજેટ રજુ કરવા જઈ રહી છે. આ પહેલા લોકોને ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટી રાહત મળી છે. ઘરેલું રસોઈ ગેસના સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં ગુરુવારે 1.46 રુપિયાનો ઘટાડો થયો છે. જ્યારે સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 30 રુપિયાનો ઘટાડો થયો છે.

  સરકારી પેટ્રોલિયમ ઓઈલ વિતરણ કંપનીઓએ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક મહિનામાં સતત ત્રીજી વખત ઘટાડો કર્યો છે. તેનું મુખ્ય કારણે ઇંધણ પર કરનો ભાર ઓછા થવાનું છે.

  આ પણ વાંચો - 'One Nation, One Tax' નો પ્રારંભ તો મહારાજા સયાજીરાવ 135 વર્ષ પહેલાં કરી ચુક્યા હતા !

  દેશની સૌથી મોટી રસોઈ ગેસ કંપની ઇન્ડિયન ઓઈલે એક નિવેદનમાં કહ્યું હતું કે ગુરુવારે મધરાત્રીથી દિલ્હીમાં સબિસિડીવાળા 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 493.53 રુપિયા હશે. જે હાલ 494.99 રુપિયા છે.

  બીજી તરફ સબસિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 30 રુપિયા ઘટીને હવે 659 રુપિયા કરવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: