Car-બાઇક ચાલકો માટે Big News! વાહન રજિસ્ટ્રેશન-ટ્રાન્સફરના નિયમમાં થશે ફેરફાર, પરિવારને મળશે ફાયદો

Car-બાઇક ચાલકો માટે Big News! વાહન રજિસ્ટ્રેશન-ટ્રાન્સફરના નિયમમાં થશે ફેરફાર, પરિવારને મળશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર

હાલના કાયદા મુજબ વાહનની માલિકી 90 દિવસમાં સ્થાનાંતરિત થવી જોઈએ. જો આ સમયગાળાની અંદર ન થાય તો દર મહિને 500 રૂપિયા દંડની જોગવાઈ છે

  • Share this:
    નવી દિલ્હી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) વાહનોના રજિસ્ટ્રેશન અને ટ્રાન્સફર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમ, 1989 (Central Motor Vehicle Rules, 1989)માં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્ત હેઠળ વાહન રજિસ્ટ્રેશન (RC) સમયે નોમિનીને સમાવવાનો પ્રસ્તાવ છે. ગુરુવારે પરિવહન મંત્રાલય દ્વારા એક સૂચના આપવામાં આવી. આ દરખાસ્ત હેઠળ, બેંક ખાતાઓની તર્જ પર નોમીની વ્યક્તિને કોઈ પરેશાનીનો સામનો હવે નહી કરવો પડે, નોમીનીવ્યક્તિને કોઈ મુશ્કેલી વિના વાહન પોતાના નામે ચઢાવી શકશે. આ સુવિધા મેળવવા માટે અરજદાર પછીથી પણ ઓનલાઈન માધ્યમ દ્વારા નોમિનીનું નામ ઉમેરી શકશે.

    આ રીતે તમને સુવિધાનો લાભ મળશે



    આનાથી વાહનના માલિકના પરિવારના સભ્યોને મોટી રાહત થશે, ખાસ કરીને તે સમયે જ્યારે માલિકનું મૃત્યુ થાય છે. ડ્રાફ્ટના નિયમો અનુસાર, વાહન માલિકેવેરિફિકેશન માટે નોમિની વ્યક્તિના કેટલાક ઓળખ પુરાવા રજૂ કરવા પડશે. આ માટે, નોમિનીએ નોંધણીના નવા પ્રમાણપત્ર માટે પોતાના નિવાસ સ્થાને અથવા રાજ્યમાં નોંધણી અધિકારીને પોર્ટલના માધ્યમથી જાણ કરવાની રહેશે. આ ઉપરાંત, પોર્ટલ પર જ વાહન માલિકના મૃત્યુનું પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે.

    Amazon સાથે પૈસા કમાવાની તક, ફક્ત 4 કલાક કામ કરો અને મહિને કમાઓ 70 હજાર રૂપિયા

    Amazon સાથે પૈસા કમાવાની તક, ફક્ત 4 કલાક કામ કરો અને મહિને કમાઓ 70 હજાર રૂપિયા

    પરિવહન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત અથવા અચાનક મૃત્યુની સ્થિતિમાં પરિવારને કાર, બાઇક, સ્કૂટરો અને અન્ય વાહનોની માલિકી હકને અન્યના નામ પર સ્થાનાંતરિત કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લાંબી પ્રક્રિયામાં પરિવારના તમામ સભ્યોની એનઓસી લીધા પછી જ વાહનની માલિકીનું ટ્રાન્સફર થાય છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, જીવનની સરળતામાં સુધારો કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. આ સાથે, વાહનની માલિકીના સ્થાનાંતરણને લગતા નિયમો દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે.

    દિવાળી પર શરૂ કરો આ શુભ બિઝનેસ, પ્રથમ દિવસથી જ શરૂ થશે બમ્પર કમાણી!

    દિવાળી પર શરૂ કરો આ શુભ બિઝનેસ, પ્રથમ દિવસથી જ શરૂ થશે બમ્પર કમાણી!

    પરિવારને આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે

    હાલના કાયદા મુજબ વાહનની માલિકી 90 દિવસમાં સ્થાનાંતરિત થવી જોઈએ. જો આ સમયગાળાની અંદર ન થાય તો દર મહિને 500 રૂપિયા દંડની જોગવાઈ છે. ત્યારે વધારે સમય થઈ ગયા બાદ દંડની રકમ હજારો રૂપિયા સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, પરિવારે ગાડી વેચવા માત્ર કબાડીનો જ સંપર્ક કરવો પડે છે, આ સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. આ સમગ્ર પ્રક્રિયામાં, વ્યવસાયિક વાહનોના સ્થાનાંતરણમાં વધુ સમસ્યાઓ આવે છે.

    ચાની કિટલીવાળાએ સોશિયલ મીડિયાની મદદથી બિઝનેસમાં લગાવી છલાંગ, જાણો - સક્સેસ કહાની

    ચાની કિટલીવાળાએ સોશિયલ મીડિયાની મદદથી બિઝનેસમાં લગાવી છલાંગ, જાણો - સક્સેસ કહાની

    જૂના વાહનોની નોંધણી પણ સરળ રહેશે

    અન્ય એક નિર્ણયમાં મંત્રાલયે 50 વર્ષથી વધુ જૂનાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની નોંધણી પ્રક્રિયા પણ સરળ બનાવવા માટે તેને "વિંટેજ વ્હીકલ" તરીકે નોંધણી કરવાની દરખાસ્ત કરી છે. આવા વાહનોના માલિક 10 વર્ષ માટે 20,000 રૂપિયા ચૂકવીને આવા વાહનોની પ્રથમ નોંધણી કરાવી શકે છે અને નવીકરણ ફી (રિન્યૂઅલ ફી) 5,000 રૂપિયા હશે.
    Published by:kiran mehta
    First published:November 27, 2020, 17:19 pm

    ટૉપ ન્યૂઝ