Home /News /business /Cyrus Mistry Accident: નહોતા પહેર્યા સીટબેલ્ટ અને બેફામ કારની ઝડપ આ બંને ભૂલ બની ભયાનક દુર્ઘટનાનું કારણ

Cyrus Mistry Accident: નહોતા પહેર્યા સીટબેલ્ટ અને બેફામ કારની ઝડપ આ બંને ભૂલ બની ભયાનક દુર્ઘટનાનું કારણ

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું રવિવારના રોજ નિધન થયુ. સાયરસ મિસ્ત્રી 54 વર્ષના હતા. મુંબઇ પાસે પાલઘરમાં રોડ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયુ. સાઇરસ મિસ્ત્રીની મર્સિડીઝ કાર અમદાવાદ-મુંબઇ હાઇવે પર કાસા પાસે ડિવાઇડર સાથે અથડાતા કારની એરબેગ ખુલી ગઇ, પરંતુ સાઇરસ મિસ્ત્રી સહિત બે લોકોનો જીવ બચી શક્યો નહિં અને કરુણ મોત નિપજ્યું. કારમાં 4 લોકો સવાર હતા. જોકે, સાયરસ મિસ્ત્રીના અચાનક નિધનથી બિઝનેસ જગતમાં જ નહિં, પરંતુ રાજનૈતિક દુનિયામાં પણ શોક છવાઇ ગયો છે. તમને જણાવી દઇએ કે, કેટલાક એવા સેલેબ્સ વિશે કે જેમનું મૃત્યુ પણ રોડ અકસ્માતમાં થયુ છે.

પોલીસની પ્રારંભિક તપાસમાં આવ્યું છે કે કાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ પી મિસ્ત્રી અને તેમની સાથે કારમાં રહેલા સહયાત્રીએ સીટ બેલ્ટ નહોતા પહેર્યા. પોલીસનું કહેવું છે કે બેફામ ઝડપ અને ડ્રાઈવરનું કાર પરથી નિયંત્રણ જતા આ દુર્ઘટના ઘટી છે. તમને જણાવી દઈએ કે રવિવારે પાલઘર પાસે અમદાવાદથી મુંબઈ જતા સાયરસ પી મિસ્ત્રીની કાર ડિવાઇડર સાથે ટકાઈ હતી અને કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.

વધુ જુઓ ...
  મુંબઈઃ રવિવારે લગભગ સવા ત્રણ વાગ્યાની આસપાસ ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ પી મિસ્ત્રીની (Cyrus Mistry Death) કારને ભયાનક અકસ્માત નડ્યો હતો અને તેમાં સાયરસ પી મિસ્ત્રી અને કાર ચલાવી રહેલા મહિલા દિનશા પંડોલ બંનેનું મોત થયું હતું જ્યારે અન્ય બીજા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. પ્રારંભીક તપાસમાં સામે આવ્યું છે કે આ દુર્ઘટનામાં કારમાં બેઠેલા હતભાગી વ્યક્તિઓએ સીટ બેલ્ટ પહેર્યા નહોતા. પોલીસે કહ્યું કે બેફામ ઝડપ અને ડ્રાઈવર દ્વારા કાર પરથી કાબૂ ગુમાવી દેવાના કારણે આ દુર્ઘટના (Cyrus Mistry Car Accident) ઘટી હતી. આ ભયાનક રોડ અકસ્માત બાદ મિસ્ત્રી અને અન્ય લોકોને કાસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવયા હતા. જ્યાં સાયરસ મિસ્ત્રીને અટેન્ડ કરનાર ડોક્ટરે ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે, 'ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને મૃત હાલતમાં જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.' પાલઘર પોલીસના જણાવ્યા અનુસાર સાયરસ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની આ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. કારમાં ચાર લોકો સવાર હતા જેમાં મિસ્ત્રી અને કાર ચલાવનાર મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય બે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  Cyrus Mistry Family: સાયરસ મિસ્ત્રીના બાપદાદા હતા અબજોપતિ, ટાટા પરિવાર સાથે હતો આવો સંબંધ, જાણો તેમના પરિવાર અંગે

  સમાચાર સંસ્થા ANI સાથે વાત કરતા ડો. શુભમ સિંહે કહ્યું કે, 'પહેલા બે દર્દીઓને લાવવામાં આવ્યા જેમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલ સામેલ હતા. બંનેને મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેમને લાવનાર સ્થાનિક લોકોએ કહ્યું કે સાયરસ મિસ્ત્રીનું તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે જહાંગીર દિનશા પંડોલ અકસ્માત સ્થળે જીવિત હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું. અમે લગભગ સાંજે 5 વાગ્યે તેમને મૃત ઘોષિત કર્યા હતા. 10 મિનિટ પછી બીજી એમ્બ્યુલન્સ અન્ય બે દર્દીને ળઈને આવી હતી. બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. અમે તેમને પ્રાથમિક સારવાર આપી અને હાયર સેન્ટરમાં ટ્રાન્સફર કરી દીધા હતા. હવે તેમના સંબંધીઓએ આ દર્દીઓને રેનબો હોસ્પિટલમાં સ્થાનાંતરીત કરી દીધા હતા. જ્યાંથી બંને ઘાયલોને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા.'

  Cyrus Mistry Road Accident Video: અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા બોલી ગયા, જુઓ સ્થળ પરનો પહેલો વીડિયો

  મહિલા ડ્રાઈવ કરી રહી હતી કાર અને બેફામ સ્પીડ બની દુર્ઘટનાનું કારણ

  પાલઘર પોલીસના અધીક્ષક બાલાસાહેબ પાટિલ અનુસાર 'દુર્ઘટનાનું કારણ મુખ્યરુપે કાર ચાલક દ્વારા કાર પરથી કાબુ ગુમાવી દેવો લાગી રહ્યું છે. વધી જાણકારી તો ડિટેઇલ તપાસ દરમિયાન સામે આવશે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટીએ દુર્ઘટના વધુ ઝડપ અને ડ્રાઈવર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાના કારણે ઘટી હતી. કારમાં ચાર લોકો સવાર હતા જે પૈકી મહિલા કાર ચલાવી રહ્યા હતા.'

  શું હતો પંડોલે અને મિસ્ત્રી પરીવાર વચ્ચેનો સંબંધ? અકસ્માત સમયે કારમાં હતા સાથે

  મુંબઈ-અમદાવાદ હાઈવે પર બ્લાઈન્ડ સ્પોટ

  પાલઘરના એસપી બાલાસાહેબ પાટિલે કહ્યું કે, 'મુંબઈ અમદાવાદ હાઈવે પર જુદી જુદી જગ્યાએ બ્લાઈન્ડ સ્પોટ છે. તેને દૂર કરવા માટે અમે એક રિપોર્ટ બનાવીને સમિતિને આપ્યો છે. આ ઘટના સંદર્ભે વિસ્તૃત તપાસ જરુરી છે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ માટે આદેશ આપ્યા છે.' સાયરસ પાલોનજી મિસ્ત્રી ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા. તેમને ઓક્ટોબર 2016માં પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમણે રતન ટાટા દ્વારા ડિસેમ્બર 2012માં નિવૃત્તિની ઘોષણા કર્યા બાદ ટાટા સન્સના અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. જે બાદ એન. ચંદ્રશેખરને ટાટા સન્સના કાર્યકારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું હતું અને હાલ પણ તેઓ જ આ પદ પર છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Buisness News, Cyrus mistry, Horrific road accident

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन