સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! સરકારે સેલરીને લઈ કહી હવે આ વાત

News18 Gujarati
Updated: May 11, 2020, 7:55 PM IST
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! સરકારે સેલરીને લઈ કહી હવે આ વાત
મીડિયામાં કેટલીક જગ્યા પર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ મુકવાની વાત ચાલી રહી છે. આ સમાચાર જૂઠા છે અને તે આધાર વગરના છે.

મીડિયામાં કેટલીક જગ્યા પર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ મુકવાની વાત ચાલી રહી છે. આ સમાચાર જૂઠા છે અને તે આધાર વગરના છે.

  • Share this:
નવી દિલ્હી : સરકારે સોમવારે સ્પષ્ટ કહી દીધુ કે, કોઈ પણ કેન્દ્રીય કર્મચારીના પગારમાં કોઈ ઘટાડો નહીં કરવામાં આવે અથવા કપાત નહી કરવામાં આવે. સોમવારે નાણામંત્રાલયે ટ્વીટ કરી જાણકારી આપી કે, નાણા મંત્રાલયે (finance ministry) કહ્યું કે, મીડિયામાં કેટલીક જગ્યા પર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ મુકવાની વાત ચાલી રહી છે. આ સમાચાર જૂઠા છે અને તે આધાર વગરના છે.

નાણા મંત્રાલયે ટ્વીટમાં લખ્યું કે, કેન્દ્ર સરકાર(central goverment) કોઈ પણ શ્રેણીના કેન્દ્રીય કર્મચારીની (Central government employees, )હાલની સેલરીમાં કાપ મુકવાના કોઈ પણ પ્રસ્તાવ પર વિચાર નથી કરી રહી.

PIB Fact Checkએ કરી અપીલ

ઉલ્લેખનીય છે કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસ(coronavirus) મહામારીના કારણે અર્થવ્યવસ્થાને થતા નુકશાનના ચાલતા કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ મુકવામાં આવશે. ત્યાર બાદ સરકારી ફેક્ટ ચેકર PIBએ એક ટ્વીટ દ્વારા લોકોને અપીલ કરી કે, આ પ્રકારના કોઈ મેસેજ પર ધ્યાન ન આપો. કેન્દ્ર સરકાર આવું કોઈ પગલું નથી ભરી રહી. PIB Fact Check યૂનિટ સરકારની પોલીસી હેઠળ ખોટી સૂચનાઓને વેરીફાઈ કરે છે.

આ પણ વાંચો - નાની દુકાનોમાં કામ કરતા કરોડો કર્મચારીઓના પગાર મુશ્કેલીમાં, દુકાનદારોએ સરકારને કરી માંગ

લોકડાઉન દરમિયાન પણ એક અન્ય અફવા પણ સામે આવી હતી, જેમાં કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં અને રિટાયરમેન્ટ ઉંમર ઘટાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાણા મંત્રાલયે એક ટ્વીટ દ્વારા આ સમાચારને ખોટા કહ્યા હતા.આ પણ વાંચો - નોકરીયાત માટે GOOD NEWS: સરકાર 30 હજારથી ઓછી સેલરીવાળા કર્મીઓને આપી શકે છે મોટી ગિફ્ટ

સાંસદો અને ધારાસભ્યોની સેલરીમાં કપાતબાદ અફવા ઉડી હતી
આ પ્રકારના જૂઠા સમાચારો પર સરકાર દ્વારા સ્પષ્ટતા બાદ નિશ્ચિત જ કરોડો કેન્દ્રીય કર્મચારીઓને રાહત મળી જશે. માલૂમ થાય કે, દેશભરમાં લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ, પીએમથી લઈ સાંસદોની સેલરીમાં કપાત કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ કેટલાક રાજ્યોએ પણ ધારાસભ્યો અને વરિષ્ઠ કર્મચારીની સેલરીમાં કપાતની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ જ એવી અફવાઓ ઉડવા લાગી હતી કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં કપાત કરવા જઈ રહી છે.
First published: May 11, 2020, 7:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading