ન્યૂઝ18 ગુજરાતી : પંજાબ નેશનલ બેંકમાં કરોડોનો ગોટાળો કરી દેશ છોડી ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદીના પાર્ટનર અને મામા મેહુલ ચોકસીની મુશ્કેલીઓ વધવાની છે. ભારતના દબાણમાં એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસીની નાગરિકતાને રદ કરવાનો નિર્ણય કર્યો છે.
એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરી દેવામાં આવશે. તેને ભારત પરત મોકલવામાં આવશે. અમે કોઈ પણ અપરાધીને પોતાના દેશમાં સુરક્ષિણ ઠેકાણું નહીં આપીએ.
બીજી તરફ, પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોકસી પર મુંબઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવી લીભું છે. હાઈકોર્ટે ચોકસીને કહ્યું છે કે તેઓ સ્વાસ્થ્ય સંબંધી તપાસના પેપર્સ મુંબઈના સરકારી મોકલે. કોર્ટે કહ્યું છે કે હોસ્પિટલના મુખ્ય કાર્ડિયોલોજિસ્ટ રિપોર્ટનો અભ્યાસ અને એનાલિસિસ કર્યા બાદ કોર્ટને જણાવશે કે તે ભારતનો પ્રવાસ કરવા માટે ફિટ છે કે નહીં.