Home /News /business /SBIના ગ્રાહકો માટે માઠા સમાચાર, મિનિમમ બેલેન્સના નિયમમાં રાહત નહીં

SBIના ગ્રાહકો માટે માઠા સમાચાર, મિનિમમ બેલેન્સના નિયમમાં રાહત નહીં

એસબીઆઈએ એપ્રિલથી નવેમ્બર 2017 વચ્ચે મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરવા બદલ ગ્રાહકો પાસેથી રૂ. 1,772 કરોડ દંડ વસૂલ્યો હતો.

એસબીઆઈએ એપ્રિલથી નવેમ્બર 2017 વચ્ચે મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરવા બદલ ગ્રાહકો પાસેથી રૂ. 1,772 કરોડ દંડ વસૂલ્યો હતો.

ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાના નિયમમાં રાહત મળવાની આશા રાખનાર SBIના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. એસબીઆઈના ગ્રાહકોએ નક્કી કરવામાં આવેલી મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર પહેલાની જેમ પેનલ્ટી આપવી પડશે. એસબીઆઈએ મિનિમમ બેલેન્સ માટે લાગૂ કરેલા નિયમો ચાલુ જ રહેશે. જોકે, આ નિયમમાં બ્રાંચ પ્રમાણે અલગ હશે. મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કેટલી પેનલ્ટી લાગશે તે રકમનો આધાર મિનિમમ બેલેન્સ પર જ રહેશે.

મિનિમમ બેલેન્સની શરતોને લઈને એસબીઆઈએ પોતાની બ્રાંચોને ચાર ભાગમાં વહેંચી દીધી છે. જેમાં મેટ્રો, રૂરલ, અર્બન અને સેમી-અર્બનનો સમાવેશ થાય છે. અર્બન અથવા મેટ્રો બ્રાંચના ગ્રાહકોએ પોતાના ખાતામાં પહેલાની જેમ રૂ. 3000 મિનિમમ સરેરાશ બેલેન્સ રાખવું પડશે.

આ પહેલા એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે એસબીઆઈ મિનિમમ બેલેન્સની શરતોમાં રાહત આપશે. એવું પણ કહેવામાં આવતું હતું કે બેંક એક મહિનાની સરેરાશ મિનિમમ બેલેન્સને ત્રણ મહિનાની સરેરાશ મિનિમમ બેલેન્સમાં બદલી શકે છે. એટલે કે ગ્રાહકોએ એક મહિનાના બદલે ત્રણ મહિને પોતાના ખાતામાં સરેરાશ મિનિમમ બેલેન્સ મેન્ટેઇન કરવી પડશે.

પહેલા કહેવામાં આવ્યું હતું કે મિનિમમ બેલેન્સને રૂ. 1000 કરવામાં આવી શકે છે. જોકે હજી આના પર નિર્ણય બાકી છે. એસબીઆઈએ જૂન 2017થી મિનિમમ સરેરાશ બેલેન્સ વધારીને રૂ. 5000 કરી હતી. બાદમાં તેને ઘટાડીને મેટ્રો શહેર માટે રૂ. 3000, સેમી-અર્બન શહેરમાં રૂ. 2000 અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1000 કરવામાં આવી હતી.

ત્રણ મહિને બેલેન્સ મેન્ટેન કરવાથી એવા લોકોને ફાયદો મળશે જે, કોઈ મહિને કેશ જમા કરાવી શકતા નથી, પંરતુ બીજા મહિને કેશ જમા કરાવી દે છે.

નોંધનીય છે કે એસબીઆઈમાં મિનિમમ બેલેન્સની મર્યાદા બીજી પબ્લિક સેક્ટરની બેંકોથી વધારે અને મોટી પ્રાઇવેટ બેંકીથી ઓછી છે. ICICI, HDFC, કોટક અને એક્સિસ બેંકમાં મેટ્રો એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સની મર્યાદા રૂ. 10 હજાર છે.

એસબીઆઈએ એપ્રિલથી નવેમ્બર 2017 વચ્ચે મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરવા બદલ ગ્રાહકો પાસેથી રૂ. 1,772 કરોડ દંડ વસૂલ્યો હતો.

કેટલી પેનલ્ટી લાગે છે?

મેટ્રો અથવા અર્બન બ્રાંચમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર રૂ. 30થી 50 વચ્ચે પેનલ્ટી લાગશે, સાથે જ તેના પર જીએસટી પણ આપવો પડશે. સેમી-અર્બન અને ગ્રામીણ બ્રાંચમાં પેનલ્ટીની રકમ રૂ. 20થી 40 ઊપરાંત જીએસટી છે. જોકે, આ રકમ મિનિમમ બેલેન્સ કેટલું છે તેના પર આધાર રાખે છે.
First published:

Tags: Metro, Minimum balance, Penalty, Rural, Saving Account, State bank of india